દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે. જેના કારણે ઘણા લોકોને ઋતુ બદલાય ત્યારે ઘણી વખત વાતાવરણ અનુકૂળ આવતું નથી. તેવા લોકોને શરદી, તાવ, ઉઘરસ, કફની સમસ્યા થઈ જતી હોય છે. જેમ જેમ હવે ઠંડીની ઋતુમાંથી ગરમીનું વાતાવરણ થઈ રહ્યું છે.

વધારે ગરમી પડવાથી આપણે વઘારે ફ્રિઝનું ઠંડુ પાણી, બરફનું પાણી, કોલ્ડ્રિંક્સ પીવાનું શરુ કરી દઈએ છીએ. તેવાં ઉધરસ એટલેકે ખાંસીની સમસ્યા થવાની શરુ થઈ જાય છે. વાસી ઠંડો આહાર, વધારે તીખું, તળેલું, મીઠાઈ વાળી વસ્તુનું સેવન કરવાથી બીમારો વઘવાનું શરૂ થઈ જાય છે.

શરદી, ઉઘરસ એક વાયરલ બીમારીની સમસ્યા છે જો કોઈને થઈ હોય અને તમે તેની આસપાસ રહો તો તમને પણ આ વાયરલ બીમારીના શિકાર બનાવી શકે છે. માટે આ વાયરલ બીમારી થાય ત્યારે સાવચેતી રાખવી પણ ખુબ જ જરૂરી છે.

આજે અમે તમને શરદી, ઉધરસ, કફની સમસ્યાને દૂર કરવા માટે ના કેટલાક દેશી ઉપચાર જણાવીશું. જે વાયરલ બીમારીને દૂર કરવામાં ખુબ જ અસરકારક સાબિત થશે. દવાખાન ગયા વગર જ શરદી, ઉઘરસને મટાડી દેશે આ દેશી ઉપાય.

નાગરવેલ એક આયુર્વેદિક ઔષઘીય છે જેના સેવન પાત્ર કફ છૂટો પડી જાય છે. આ માટે દરરોજ સવારે અને સાંજે બે – બે પાનનું સેવન કરવું જોઈએ. આ પાનનું સેવન ચાવી ચાવી ને કરવાનું છે આ ઉપાય બે જ દિવસ કરવાથી ગમે તેવો કફ હશે તેને તોડી તોડી ને બહાર નીકાળવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.

શરદી, ઉઘરસમાં ગરમ પાણી ખુબ જ અસરકારક છે. આ માટે એક ગ્લાસ નવશેકું પાણી કરીને તેમાં એક આખા લીંબુનો રસ મિક્સ કરીને તેમાં એક ચપટી મીઠું મિક્સ કરીને હલાવીને પી જવું. રાત્રે આ પીણાંનું સેવન કરીને સુઈ જવાનું છે. આમ કરવાથી શરદી, ઉઘરસમાં રાહત થશે.

શરદીને મટાડવા અને કફને તોડીને બહાર કરવા માટે સૌથી પેહલા એક વાટકી જેટલી નદીની રેતી લઇ લેવી હવે તે રેતીને ગરમ કરી લો, આ ગરમ રેતીને એક કપડામાં લપેટીને છાતીમાં શેક કરવાથી શરદી મટી જશે અને કફ છૂટો પડી જશે.

શરદી અને ઉઘરસમાં કે ગ્લાસ પાણીમાં તુલસીના પાન, કાળા મરી, સુંઠ પાવડર મિક્સ કરીને ઉકાળો બનાવી લો આ ઉકાળો પીવાથી શરદી, ઉઘરસ માં રાહત મેળવી શકાય છે. સવારે ખાલી પેટ તુલસીના 5 પાન ચાવી ચાવીને ખાવાથી શરદી અને ઉઘરસમાં રાહત મેળવી શકાય છે.

અજમો, કપૂર, લવિંગ આ ત્રણને મિક્સ કરીને અચકચરી વાટીને તેની પોટલી બનાવી લેવી આ પોટલીને સુઘવાથી શરદી મટી જાય છે. દેશી ચણા ને બાફી લેવા ત્યાર પછી તે ચણાં નું સેવન ગરમ ગરમ કરવાથી શરદી મટે છે.

એક કપ દૂધ માં એક ચમચી હળદર, બે કાળામરી નો પાવડર મિક્સ કરીને ગરમ કરી લો, ત્યાર પછી તેનું સેવન કરવાથી શરદી, ઉઘરસમાં રાહત થાય છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી સૂંઠ પાવડર મિક્સ કરીને રાત્રે અને સવારે પીવાથી શરદી અને કફ છૂટો પાડવામાં મદદ કરે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *