દરેક વ્યક્તિની જીવન જીવવાની શૈલી અલગ જ હોય છે. જેના કારણે અત્યારના સમયમાં મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી ખુબ જ પરેશાન રહેતા હોય છે. કબજિયાત થવાના ઘણા બઘા મૂળભૂત કારણો હોઈ શકે છે.
જો તમને પણ કબજિયાતની સમસ્યા હોય અને તેને દૂર કરવી હોય તો ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે. માટે આજે અમે તમને ઘરેલુ ઉપચાર જણાવીશું. જે તમારી કબજિયાતની સમસ્યાને માત્ર 21 મિનિટ માં જ દૂર કરી દેશે.
કબજિયાત થવાના મુખ્ય કારણો: અત્યારના સમયમાં દરેક વ્યક્તિને રહેણી કરણી અને ખાણી પીણી ખુબ જ બદલાતી રહેતી હોય છે. જેના કારણે મોટાભાગના લોકોને કબજિયાત થવાનું શરૂઆત અહિયાંથી જ શરુ થઈ જાય છે.
ઘણા લોકો મોડા સુધી જગ્યા પછી ઊંઘતા હોય છે જેના કારણે તે સવારે પણ મોડા ઉઠતા હોય છે. આ પણ એક કબજિયાત થવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઘણા લોકો રાત્રીના સમયે તેમના ભોજન કરવાનો કોઈ સમય નક્કી હોતો નથી. જો જમવાનો સમય અનિયમિત થવા લાગે તો પણ કબજિયાત થઈ શકે છે.
ઘણા લોકોને ઓફિસના કામનું ટેન્શન, ધંઘા નું ટેન્શન, ઘરનું ટેન્શન, વ્યવહારિક ટેન્શન, માનસિક તણાવ આ બઘા ટેન્શન લેવાના કારણે આપણે નિરાશ હોય તો પણ કબજિયાતની સમસ્યા સર્જાઈ શકે છે. જો આપણા શરીરને જરૂરી હોય તેના કરતા ઓછું પાણી પીએ તો પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
ઘણા લોકોને લીલા શાકભાજી એટલે કે રેશાવાળા ખોરાકનું સેવન ખુબ જ ઓછું કરતા હોય અથવા ના કરતા હોય તેમને પણ કબજિયાત થઈ શકે છે. અત્યારના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિ બહારના ફાસ્ટ ફૂડ તીખું, તળેલું વઘારે ખાતા હોય છે તેવામાં કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
ઘણા લોકો ઘણી વખત વિરુદ્ધ આહાર જેમ કે દૂધ સાથે લસણ કે ડુંગળી, દહીં સાથે અડદની દાળ આવી રીતે વિરુદ્ધ આહાર લેવાથી પણ કબજિયાત થઈ શકે છે. ઘણા લોકો ઠડુ ખાતા હોય છે. સવારનું બપોરે ખાય અને બપોરનું રાત્રે ખાતા હોય છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ઠંડા હારનું સેવન કરવામાં આવે તો કબજિયાતની સમસ્યા ઘર કરી જાય છે. માટે ઠંડા વાસી આહારનું સેવન ના કરવું જોઈએ.
કબજીયાતને દૂર કરવાનો ઘરેલુ ઉપચાર: જો તમને કબજીયાતની સમસ્યા હોય તો તેમને હરડેનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં હરડે ને ઔષધીય રાજા માનવામાં આવે છે. માટે દરરોજ રાતે સુવાના એક કલાક પહેલા એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી કરી લેવું ત્યાર પછી તેમાં અડઘી ચમચી હરડેનું ચૂર્ણ મિક્સ કરીને હલાવીને પી જવાનું છે.
જો તમને જુના માં જૂની કબજિયાત હશે તો તે પણ દૂર થઈ જશે. જો તમને કબજીયાતની સમસ્યા હશે તો આ એક ઉપાય અજમાવાથી માત્ર 21 મિનિટ માં જ તમારું પેટ સાફ થઈ જશે. માટે કબજીયાતની સમસ્યા ને દૂર કરવા માટે હરડેને એક રામબાણ ઓષઘી માનવામાં આવે છે. માટે આ એક ઉપાય કબજીયાતને દૂર કરવા માટે કારગર સાબિત થશે.
જે લોકોને કબજિયાતની સમસ્યા વઘારે રહેતી હોય તેમને થનડો વાસી ખોરાક ના ખાવો, દિવસમાં 3 લીટર પાણી પી જવું, સવારે ઉઠી ને ચાલવું, બહારના ફાસ્ટ ફૂડ ના ખાવા, પેટ ભરીને ના જમવું, સૂર્યોદય પહેલા ઉઠી ને યોગ વ્યાયામ અને હળવી કસરત કરવી, લીલા શાકભાજીનું સેવન કરવું, ઠંડા પીણાંનું સેવન ઓછું કરવું જો તમે તમારા માટે આ રીતે કાળજી રાખશો તો જીવનમાં કબજીયાત ની સમસ્યા થશે નહીં.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.