હાલમાં ચાલી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૂર્ય પ્રકાશ ના કિરણો થી ચહેરો કાળો પડવા લાગે છે. જેથી ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. જેના કારણે ચહેરાને સફેદ કરવા માટે ઘણા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે.

આજના સમયમાં નાના હોય કે મોટા હોય દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર રહે તેવું ઈચ્છે છે. માટે બજારમાં મળતી ક્રીમ અને ફેસવોશનો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઉં કે બજારમાં મળતી પ્રોડક્ટનો સૌથી વધુ ઉપયોગ કરવાથી ચહેરા ની સુંદરતા પાછી આવે છે પરંતુ લાંબા સમય સુઘી ટકી રહેતી નથી.

બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કર્યા વગર ઘરે જ મળી આવતી વસ્તુનો ઉપયોગ કરીને ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી શકાય છે. તો ચાલો જાણીએ કે આપણે ચહેરાને સુંદર કાચ જેવો બનાવવા માટે શુ કરવું જોઈએ.

ક્લીનઝીંગ: ચહેરાને સૌથી પહેલા ચહેરાને સાફ કરવો પડશે. આ માટે તમારે ઘરે બનાવેલ દહીંની એક ચમચી બાઉલમાં લેવાની છે, ત્યાર પછી તેને ચહેરા પર હળવા હાથે લગાવીને 2-3 મિનિટ માલિશ કરવાની છે. ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ દેવાનો છે. આ રીતે કરવાથી ચહેરા પર ચોટેલ ધૂળ અને માટીના રજકણો હશે તે દૂર થઈ જશે.

સ્ક્રબ: હવે એક બાઉલમાં અડઘી ચમચી ખાંડનો બનાવેલ પાવડર લેવો અને તેમાં અડઘી ચમચી દહીં મિક્સ કરીને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો, ત્યાર પછી તેને ચહેરા પર લગાવીને 2-3 મિનિટ સુઘી મસાજ કરો, ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ લેવો. સ્ક્રબકરવાથી જે ડેડ સ્કિન હોય છે તે બહાર આવે છે, જેના કારણે ચહેરા પર ચમક આવે છે અને ચહેરો ગ્લો થવા લાગે છે.

ફેસપેક: સૌથી પહેલા એક ચમચી દહીં લેવું, 5-6 ટીપા બદામના તેલના લેવા, ત્યાર પછી મેથીનો બનાવેલ પાવડર અડઘી ચમચી લેવાનો છે. અડઘી ચમચી ગુલાબજળ મિક્સ કરવાનું છે, હવે બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો, ત્યાર પછી ચહેરા પર હળવા હાથે લગાવીને 2 મિનિટ માલિશ કરો.

ત્યાર પછી 10 મિનિટ સુઘી રહેવા દેવું, ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ લેવો અને ચોખા કોર્ટનના કપડાથી ચહેરાને સાફ કરી લેવો, આ રીતે કરવાથી ચહેરાની કાળાશ દૂર થઈ જશે છે. જેથી ચહેરો સુંદર દેખાય છે.

ત્યાર પછી અડઘી ચમચી જેટલું ગુલાબજળ એક વાટકીમાં લઈ લેવું ત્યાર પછી ચહેરા પર હળવા હાથે લગાવી દેવું, આ રીતે કરવાથી ચહેરા પર ચમક દેખાવા લાગશે. જો તમે સ્ટેપ પ્રમાણે સ્કિનઝીંગ, સ્ક્રબ અને ફેસપેક લગાવશો તો બજારમાં મળતી પ્રોડક્ટ કરતા પણ ચહેરો સુંદર અને ચમકદાર બની જશે.

આ રીતે ઘરે બનાવેલ ફેસપેકનો ઉપયોગ કરવાથી ચહેરા પર પડેલ ડાઘ અને કરચલી પણ દૂર થઈ જશે. અઠવાડિયામાં બે વખત આ ઉપાય સ્ટેપ પ્રમાણે કરવાથી તમારો ચહેરો 50 વર્ષની ઉંમરે પણ સુંદર દેખાશે. જેથી વઘતી ઉંમરે પણ ચહેરા પર દેખાતા વૃદ્ધાવસ્થાના ચિન્હો પણ દૂર થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *