આપણા ચહેરાની સુંદરતા આપણા વાળમાં જ રહેલી છે. વાળ સુંદર અને ભરાવદાર હોય તેવું સ્ત્રી અને પુરુષ બંને ઈચ્છે છે. પરંતુ હાલની બદલાયેલ દરેક વ્યક્તિની જીવનશૈલીના કારણે દરેક વ્યક્તિ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે.
દરેક વ્યક્તિ પોતાની વાળની સ્ટાઈલ અને ચહેરાની સુંદરતાના કારણે તે ખૂબસૂરત લાગે છે. પરંતુ વાળ ખાવાનું સાહરુ થવાથી તેમની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. આપણા શરીરમાં પૂરતા પોષક તત્વોના અભાવના કારણે પણ વાળ ખરવાનું કારણ મુખ્ય કારણ છે.
વાળ ખરવાનું કારણ: શરીરમાં માનસિક તણાવ, વિટામિનની ઉણપ, કેમિકલ વાળી બ્યુટી પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ, શારિરીક સમસ્યા, પ્રદુષણ જેવી સમસ્યાઓના કારણે પણ વાળ ખરવાનું શરુ થઈ જાય છે.
મહિલાઓમાં પોષક તત્વોની ઉણપ વધુ હોય છે. આ ઉપરાંત તે બ્યુટી પ્રોડક્ટ અને બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. મહિલાઓમાં લોહીની ઉણપના કારણે પણ વાળ કમજોર થતા હોય છે અને વાળ ખરવા લાગે છે. વાળને મજબૂત રાખવા માટે નિયમિત પણે વાળમાં અને વાળના મૂળમાં તેલ નાખવું જરૂરી છે.
આ ઉપરાંત વાળને સારી રીતે ઘોવા પણ જોઈએ. જો વાળ વઘારે લાંબા હોય તો 7 દિવસમાં બે વખત વાળને ઘોવા જોઈએ. આ સિવાય પોષણ યુક્ત આહારનું સેવન કરવું જોઈએ. વાળને સ્વસ્થ રાખવા માટે તાજા લીલા શાકભાજી, ડ્રાયફ્રૂટ્સ અને ફળોને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ.
વાળ ખરતા રોકવાના ઘરેલુ ઉપાય: પહેલો ઉપાય: સૌથી પહેલા બોરના પાન અને લીમડાના પાન બંને એક સામના ભાગે લઈને તેમાં થોડું પાણી મિક્સ કરીને વાટીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં અને વાળના મૂળમાં લગાવીને એક કલાક સુધી રહેવા દો. ત્યાર પછી વાળને ઘોઈ દેવા. આમ કરવાથી વાળમાં ખોડો દૂર થાય છે અને વાળ મજબૂત થાય છે.
બીજો ઉપાય: સૌથી પહેલા 15 તુલસીના પાન લઈ લો, ત્યાર પછી 3 આમળા લઈને નાના નાના ટુકડા કરો, હવે આમળાના ટુકડા અને તુલસીના પાન મિક્સ કરીને પીસી લો. આ પેસ્ટને અઠવાડિયામાં એક વાર વાળમાં લાગવાથી વાળ માં ખોડો દૂર થશે અને વાળ મજબૂત અને સિલ્કી થઈ જશે.
ત્રીજો ઉપાય: જો માથામાં ખોડો વધુ થઈ હોય તો લીંબુ સૌથી અસરકારક સાબિત થશે. આ માટે એક લીંબુનો રસ કાઢીને વાળના મૂળમાં લગાવથી માથામાં ખોડો દૂર થાય છે. આ ઉપરાંત વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જશે.
ચોથો ઉપાય: જો વાળ વધુ પડતા ખરતા હોય તો નારિયેળ તેલમાં આમળાનો પાવડર મિક્સ કરીને તેને ગરમ કરો. જયારે તેનો રંગ આખો બદલાઈ જાય ત્યારે ગેસને બંઘ કરીને ઠંડુ થઈ જાય ત્યારે તેને એક બોટલમાં ભરી દો. હવે તે તેલને માથામાં અને વાળના મૂળમાં અઠવાડિયામાં 3 વખત લાગવાથી વાળ મજબૂત અને ખરતા બંઘ થઈ જશે.
પાંચમો ઉપાય: નારિયેળ તેલ, બદામ તેલ, ઓલિવ ઓઈલ જેવા તેલથી માલિશ કરવી જોઈએ. આ તેલથી અઠવાડિયામાં બે થી ત્રણ વખત વાળમાં અને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ મજબૂત, ભરાવદાર અને સિલ્કી બને છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.