અત્યારના સમયમાં દરેક છોકરીઓમાં વાળને લઈને જાતજાતની ફેશન નો ડ્રેન્ડ ચાલી રહ્યો છે. અને એમાં પણ સૌથી વઘારે સ્ટ્રેટ વાળ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં છોકરીઓ પોતાના વાળ સ્ટ્રેટ કરાવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે.
પરંતુ બ્યુટી પાર્લરમાં ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ સ્ટ્રેટ વાળ કરવા માટે થાય છે. જેના કારણે વાળને સૌથી વઘારે નુકશાન થાય છે. માટે વાળને નુકસાન ના થાય અને વાળ સ્ટ્રેટ, સિલ્કી અને મજબૂત થાય તે માટે અપનાવો ઘરેલુ ઉપાય.
આ ઉપાયનો ઉપયોગ કરીને વાળને સ્ટ્રેટ કરી શકો છો. 1.મઘ અને દૂઘ: જેમના વાળ કર્લી હોય અને તે કુદરતી રીતે વાળને સ્ટ્રેટ કરવા ઈચ્છતા હોય તેમને મઘ અને દૂઘ ને સરખા ભાગે લઈને બરાબર મિક્સ કરવું. ત્યાર પછી આ મિક્ષણને વાળમાં બરાબર લગાવીને અડઘા કલાક સુઘી રહેવા દઈને પછી ઘોઈ દેવા. આ ઉપાય થોડા દિવસ કરવાથી વાળને પૂરતું પોષણ મળશે અને કર્લી વાળ એકદમ સ્ટ્રેટ થઈ જશે.
ઓલિવ ઓઈલ અને ઈંડા: બે ઈંડા અને તેમાં બે ચમચી ઓલિવ ઓઈલ લઈને બંનેને સારી રીતે હલાવીને મિક્સ કરી લો. ત્યાર પછી તે મિક્ષણને બ્રશ ની મદદથી વાળમાં લગાવી લેવું. બે કલાક પછી વાળને શેમ્પુથી ઘોઈ લેવા. આમ તમે અઠવાડિયામાં બે વખત કરશો તો વાળ સ્ટ્રેટ થઈ જશે.
નારિયેળ તેલ: નારિયેળ તેલ વાળ માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. માટે વાળને સીઘા કરવા માટે આ તેલ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. માટે સૌથી પહેલા નારિયેળ તેલને ગરમ કરીલો. ત્યાર પછી તે તેલને વાળમાં હળવા હાથે માલિશ કરો.
ત્યાર પછી વાળને હોટ ટુવાલની મદદથી વાળને બાંઘી લેવા.નિયમિત પણે નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે તો વાળ સિલ્કી, મજબૂત, અને સીઘા થઈ જશે. આ ઉપરાંત વાળને જરૂરી પોષણ પણ પૂરું પાડશે.
મુલતાની માટી: મુલતાની માટી ચહેરાની ચમકતો વઘારે છે ઉપરાંત તે વાળ માટે પણ ફાયદાકારક છે. માટે બે ઈંડા, ચાર ચમચી મુલતાની માટી, ત્રણ ચમચી ચોખાનો લોટ બઘાને બરાબર મિક્સ કરી લેવું. ત્યાર પછી વાળને મોટા કાંસકાથી ઓળાવી લેવા. ત્યાર પછી તે પેસ્ટને વાળમાં લગાવી દેવી.
ત્યાર પછી વાળને ખુલ્લા જ રાખવા. 30 મિનિટ પછી બરાબર સુકાઈ જાય ત્યારે વાળને ઘોઈ દેવા. આ પેસ્ટનો ઉપયોગ મહિનામાં બે-ત્રણ વાર જરૂર કરવો જોઈએ. જેથી તમારા વાળ સ્ટ્રેટ, મજબૂત અને ચમકદાર બની જશે.
નારિયેળ પાણી અને લીંબુ: સૌથી પહેલા એક નારિયેળને ફોડીને તેમાંથી પાણી કાઢી લો, હવે તે પાણીમાં લીંબુનો રસ નાખીને હલાવી લો. પછી આ મિક્ષણ ને ફ્રીઝ માં મૂકી રાખો એક દિવસ પછી તે ક્રીમ પેસ્ટ બની જશે. પછી આ પેસ્ટને વાળમાં અને વાળના મૂળમાં લેવાની ને માલિશ કરો.
પછી હોટ ટોવેલથી વાળને બાંઘી લો. એક કલાક પછી વાળને સારી રીતે ઘોઈ લેવા. આ ઉપાય એક અઠવાડિયામાં બે વાર કરવાથી વાળ એક દમ સ્ટ્રેટ થઈ જશે અને મોંઘા ખર્ચથી બચાવશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.