આપણે બઘા હંમેશા સ્વસ્થ રહેવા માંગીયે છીએ. પરંતુ ઋતુ બદલાતા આપણે બીમાર ના પડવું હોય તો પણ પડી જઈએ છીએ. વાતાવરણ માં ફેરફાર થવાના કારણે સામાન્ય રીતે આપણે શરદી, ખાંસી, તાવ, વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારી ના ભોગ બનીયે છીએ.

જયારે આપણે શરદી થઈ જાય છે ત્યારે આપણું નાક બંઘ થવાના કારણે માથામાં દુખાવો પણ થાય છે. અને જયારે ખાંસી થાય છે ત્યારે ગળામાં ઈન્ફેક્શન થઈ છે અને ગળામાં બળતરા થવા લાગે છે. જયારે શરદી, ઉઘરસ થાય છે ત્યારે શરીર ગરમ લાગે છે અને તેની સાથે તાવ પણ આવી શકે છે.

આવી પરિસ્થિતિમાં શરદી, ઉઘરસ જેવી સમસ્યા ની યોગ્ય સારવાર કરવી જોઈએ. શરદી ખસી ને મટાડવા માટે આયુર્વેદમાં કેટલાક ઘરેલું ઉપાય જણાવ્યા છે જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી મટાડી શકશો. તો ચાલો જાણીએ ઘરેલું ઉપાય વિશે. અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું.

ઘરેલું ઉપાય : 1. તુલસીના પાન :આયુર્વેદમાં તુલસીને અમૃત સમાન માનવામાં આવે છે. તુલસીનું સેવન કરવાથી અનેક નાની મોટી બીમારીમાં લાભદાયક છે. તુલસી દરેકના ઘર આસાનીથી મળી રહે છે. તો સૌથી પહેલા તુલસીના થોડા પાન લઈ ને એક ગ્લાસ પાણીમાં નાખી દો, તેમાં બે-ત્રણ લવીંગ નાખીને ઉકાળી લો. ત્યારબાદ થોડું ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરવું. દિવસ માં બે વાર સેવન કરવાથી શરદી, ખાંસીમાં જલ્દીથી રાહત મળશે.

2. તજ નો પાવડર : વાયરલ ઈન્ફેક્શન ને દૂર કરવામાં મદદરૂપ છે. સૌથી પહેલા એક પેન માં એક ગ્લાસ પાણી લો, તેમાં એક ચમચી તજ પાવડર ઉમેરો, તેમાં એક ઈલાઈચી મિક્સ કરીને ઉકળવા મૂકી દો. ત્યાર બાદ તેને ગાળીને થોડું ઠંડુ થાય ત્યારે સેવન કરવું. આનુ સેવન કરવાથી ગાળામાં થયેલ ઈન્ફેક્શન ને દૂર કરી શરદી, ખાસી માં રાહત અપાવે છે.

3. મેથીના દાણા :આયુર્વેદ અનુસાર મેથીના દાણા શરદી, ઉઘરસ માં ફાયદાકારક સાબિત થાય છે. રાત્રે સુતા પહેલા મેથી દાણા ને પાણીમાં પલાળીને આખી રાત રહેવા દેવા. ત્યાર પછી તે પાણીને ગાળીને સવારે સેવન કરવાથી શરદી, ઉઘરસ, તાવને મટાડવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે.

4. લસણ : લસણના સેવન થી શરદીમાં ઘણી રાહત થાય છે. સવારે અને સાંજે લસણ ની બે-બે કળીને શેકીને ખાવાથી શરદી મટે છે. આ ઉપરાંત તેલમાં લસણ ની કળીને નાખીને ગરમ કરીને પગના તળિયામાં માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. લસણ નું સેવન કરવાથી ગાળામાં જામેલ કફને દૂર કરવામાં મદદ કરે છે. જેથી ખાસીમાં રાહત મળે છે.

5. લીંબુ : સૌથી પહેલા એક પેન માં એક ગ્લાસ પાણી લો તેમાં લીંબુના રસને મિક્સ કરીને પાણીને ગરમ કરો. આ પાણીને દિવસ માં 4-5 વાર પીવાથી શરદીમાં ઘણી રાહત થાય છે. આ ઉપરાંત પાણીને ગરમ કરીને તેનો નાસ લેવાથી ગાળામાં જામેલ કફ દૂર થાય છે અને શરદી, ખાંસીમાં રાહત મળશે.

6. મઘ અને આદું : સૌથી પહેલા આદુંનો રસ કાઠી લેવો. ત્યાર બાદ આદુના રસમાં એક ચમચી મઘ મિક્સ કરીને પીવાથી ખાંસીમાં રાહત થશે. રાત્રે સુતા પહેલા અને સવારે નરણાકોઠે એક- એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શરદી, ખાંસીમાં રાહત મળે છે. ગળામાં જામેલ કફને દૂર કરીને ગળામાં થતો દુખાવો મટે છે.

7. હળદર : હળદર વાયરલ ઈન્ફેક્શને દૂર કરે છે. હળદરમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ જૂનામાં જૂની ઉઘરસને દૂર કરવામાં મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે. તેના માટે તમારે એક ગ્લાસ દૂઘને ગરમ કરીને 1 ચમચી હળદર, અને તેમાં થોડું મીઠું મિક્સ કરીને પીવાથી ગળામાં જામેલ જીદી કફને દૂર કરી ઉઘરસમાં રાહત થશે.

દરરોજ નવશેકું પાણી પીવાથી વાયરલ ઈન્ફેક્શન નું જોખમ ઓછું થાય છે. શરદી, ઉઘરસ જેવી બીમારીને દૂર કરવા માટે આ ઘરેલુ ઉપાય તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *