ગરમીની ઋતુમાં શરીર પર ખુબ જ પરસેવો થતો હોય છે, જેના કારણે આપણા શરીર પર ચામડીના કેટલાક રોગો થઈ શકે છે. આ ઉપરાંત કેટલીક વખત નાહવા જઈએ અને શરીરના દરેકે ભાગને સારી રીતે સાફ ના કરીએ તો પણ ચામડીને લગતા રોગો થઈ શકે છે.
તેવામાં ખંજવાળ, ખરજવું, દાદર જેવા અનેક પ્રકારના ચામડીના રોગો થતા હોય છે, આપણે જયારે પણ ખંજવાળ આવે ત્યારે આપણે ખજવાળીએ ત્યાં ઘણી વખત લાલ ફોલ્લીઓ થઈ જતી હોય છે, ત્યારે ખુબ જ મીઠી ખંજવાળ આવતી હોય છે.
ચામડીના રોગને દૂર કરવા માટે આપણે ઘણા બઘા પૈસાનો ખર્ચ કરતા હોઈએ છીએ પરંતુ ખુબ જ ઓછા ખર્ચ માં આપણે ચામડીના રોગને દૂર કરવા હોય તો કેટલાક ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ આ માટે આજે અમે તમને ચામડીના રોગને દૂર કરવાના ઘરેલુ ઉપચાર વિષે જણાવીશું.
ચામડીના રોગ દૂર કરવાના ઘરેલુ ઉપાય: સૌથી પહેલા એક બટાકુ લેવાનું છે, ત્યાર પછી તે બટાકાને બાફી લેવું, બટકું બફાઈ જાય ત્યારે તેને બહાર નીકાળીને એક વાસણમાં લઈને તેને પીસી લો, હવે તે થોડું ઠંડુ થઈ જાય ત્યારે તેને ખસ કે ખરજવું પર લગાવી લો અને પછી તેને પર એક કપડું લપેટીને આશરે એક-બે કલાક સુઘી બાંઘેલો રહેવા દો.
આ રીતે બટાકાનો ઉપયોગ ખંજવાળ, ખસ, ખરજવું, દાદર જેવી જગ્યાએ લગાવાથી મટે છે માટે આ ઉપાય દિવસમાં એક વખત અને એક અઠવાડિયા સુઘી કરવાનો છે. આ ઉપાય ચામડીના રોગ માટે ખુબ જ ફાયદાકારક છે.
ટામેટા અને ગાજરનો રસ ચામડીના રોગ માટે પણ ખુબ જ ફાયદાકારક છે આ માટે જે જગ્યાએ દાદર, ખસ, ખરજવું થયું હોય તે જગ્યાએ ટામેટા અથવા તો ગાજરનો જ્યુસ બનાવીને લગાવી દેવાનો છે. આ ઉપાય દાદા, ખરજવું જેવા ચામડીના રોગને દૂર કરવા માટે ખુબ જ અસરકારક છે.
ચામડીના રોગમાં આપનો પેશાબ સૌથી ફાયકારક છે, આ માટે એક કાચની બોટલમાં આપણે પેશાબ કરવા જઈએ ત્યારે પેશાબ બોટલમાં ભરી લેવાનો છે અને પેશાબ એક દિવસ સુઘી કાચની બોટલમાં રહેવા દેવો. ત્યાર પછી બીજા દિવસે તેને ખંજવાળ, દાદર, ખસ જેવી જગ્યાએ રૂ વડે લગાવી દેવુ.
આ પેશાબનો ઉપયોગ દિવસમાં બે વખત કરવાનો છે, જેથી ચામડીનો રોગ મૂળમાંથી દૂર કરશે. આ ઉપરાંત તમે ગો મૂત્રનો ઉપયોગ પણ આ રીતે ચામડી પર કરી શકો છો. ગો મૂત્ર પ[ણ ચામડીના રોગને દૂર કરવા માટે કારગર માનવામાં આવે છે.
ચામડીના રોગી શરીરમાં ગરમી અને પરસેવા ની કારણે થતો હોય છે, આ માટે વધારે પરસેવાની સમસ્યા હોય તો દિવસમાં બે વખત નાવું જોઈએ અને શરીરના દરેક પ્રાઈવેટ ભાગને સારી રીતે સાફ કરવા જોઈએ. જેથી ચામડીના રોગ થવાથી બચી શકાશે.