મઘ આયુર્વેદિક ગુણો થી ભરપૂર છે. તેનો ઉપયોગ વર્ષોથી અનેક પ્રકારની બીમારી ને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ માટે મધ ને અમૃત માનવામાં આવે છે, જે મોટાભાગના રોગોને મટાડવામાં મદદ કરે છે.
મધનું સેવન કરવાથી ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. મધ શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. તેમાં 80% ગ્લુકોઝ નું પ્રમાણ મળી આવે છે. જેને ખાવાથી શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા મળી આવે છે. તે શરીરના દરેક અંગોને યોગ્ય કાર્યસીલ બનાવવામાં મદદ કરે છે.
મઘમાં ઘણા પોષક તત્વો અને અને એમાં એન્ટી ઓક્સીડેન્ટ નો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે. જે શરીરમાં વધી રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ કરે છે. આ માટે રોજે એક ચમચી મધ નું સેવન કરવું જોઈએ. આજે અમે તમને મઘ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
મઘ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ:
ત્વચા માટે: મધ માં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડન્ટ તત્વ થી ભરપૂર છે. જે ત્વચાને થતા નુકસાન થી બચાવી રાખે છે આ માટે રોજે એક ચમચી મધ નું સેવન કરવું જોઈએ, જે ત્વચા ની અંદર રહેલ હાનિકારક સુક્ષમ જીવાણુ ઓનો નાશ કરે છે, જેથી ત્વચા માં ઘીરે ઘીરે લોહીને શુદ્ધ કરે છે અને ત્વચાને અંદરથી નિખાર લાવવામાં મદદ કરે છે.
મધ ખાવાથી ત્વચામાં નેચરલી નિખાર આવે છે અને ત્વચા ટાઈટ રહે છે આ માટે મધ ને નિયમિત પણે ખાવાથી લાંબા સમય સુઘી જુવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. ચહેરા પર ખીલ, ડાઘ હોય તો તે જગ્યાએ મધ લગાવાથી દૂર થાય છે.
વજન ઓછું કરવા: શરીરમાં વધતી જતી ચરબીને ઓગાળવા માટે મધ નો ઉપયોગ કરી શકાય છે, આ માટે તમે રોજે ખાલી પેટ એક ચમચી મધ ખાવું જોઈએ, આ ઉપરાંત હૂંફાળું પાણી પીઘા પછી એક ચમચી મધ ખાવાથી પણ વધી ગયેલ ચરબીને ઓગાળવામાં મદદ મેળવી શકાય છે. જે વજન ને ઓછું કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે.
સારી ઊંઘ લાવે: ઘણા લોકો આખો દિવસ દરમિયાન કરવા છતાં પણ સારી ઊંઘ મેળવી શકતા નથી તેવા લોકો દવાઓનો સહારો લેતા હોય છે પરંતુ જો તમે નિયમિત પણે મધ ખાઓ છો તો ઊંઘના આવવાની સમસ્યા દૂર થશે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે.
પેટના દુખાવામાં રાહત: ઘણી વખત અચાનક જ પેટમાં દુખાવા થવાનું ચાલુ થઈ જતું હોય છે તેવા લોકો તે સમયે મધ ખાઈ લે તો થોડા જ સમયમાં પેટમાં થતા દુખાવામાં રાહત મળે છે, આ સાથે શરીરને શીતળતા પ્રદાન કરે છે. તે ગેસ, અને એસિડિટીમાં ખુબ જ ફાયદાકારક છે.
વર્ષો જૂની કબજિયાત મટાડે: આજના સમયમાં કબજિયાતની તકલીફ થવી ખુબ જ સામાન્ય થઈ છે. પરંતુ જો તેનો સમય સર ઈલાજ કરવામાં ના આવે તો ઘણી બીમારીઓ નો સામનો પણ કરવો પડતો હોય છે, આ માટે કબજિયાતને મૂળમાંથી મટાડવા માટે મધ માં આદુંનો રસ મિક્સ કરીને ચાટી જવાનું છે, આ ઉપાય થોડા દિવસ કરવાથી વર્ષો જૂની કબજિયાતમાં આરામ મળશે.
મઘ સ્વાદે ગળ્યું અને મીઠું હોય છે, આ માટે ડાયબિટીસ દર્દી એ મધ નું સેવન ના કરવું જોઈએ, જો તમે પણ નિયમિત પણે મઘ ખાવાનું ચાલુ કરો છો તો રોજે માંશપેશીઓ, હાડકા, હૃદય જેવા દરેક અંગો સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
અહીંયા આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. આ માટે કોઈ પણ ઉપાય કરતા પહેલા ડોક્ટર અથવા નજીકના નિષ્ણાત ની સલાહ લેવી જોઈએ.