હોઠ આપણા ચહેરાની સુંદરતામાં અનેક ઘણો વધારો કરે છે. ચહેરાની ત્વચાની સરખામણીમાં તમારા હોઠ ખૂબ જ કોમળ અને નાજુક હોય છે અને તેથી તેની કાળજી લેવી એટલી જ જરૂરી છે. પરંતુ વિવિધ પર્યાવરણીય કારણોને લીધે મોટાભાગની સ્ત્રીઓને હોઠ પર કરચલીઓ અથવા રેખાઓની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ત્વચાની સમસ્યાઓની જેમ તમે પણ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને હોઠની કરચલીઓને દૂર કરી શકો છો. તો આજે અમે તમને આવા જ કેટલાક સરળ ઘરેલું ઉપાયો વિશે જણાવીશું.
શિયાળામાં ભેજ અને ડ્રાઈનેસના કારણે હોઠને કરચલીઓમાંથી બચાવવા મુશ્કેલ થઇ જાય છે. ફાટેલા હોઠ અને સૂકા હોઠ ફક્ત શિયાળામાં સામાન્ય છે પણ તેની સાથે કરચલી પણ પડી જાય છે. લિપસ્ટિકને લગાવવી પણ મુશ્કેલ બની જાય છે. હોઠની ત્વચા પાતળી અને નાજુક હોય છે અને તેમાં તેલ ગ્રંથીઓ નથી હોતી તેથી ખાસ કરીને શિયાળામાં તે સરળતાથી સુકાઈ જાય છે.
દૂધની મલાઈ : તમારા ચહેરાને ધોયા પછી ત્વચા પર રહેલા મૃત કોષોને દૂર કરવા માટે નરમ ટુવાલથી હળવા હાથે ઘસો. દરરોજ દૂધની મલાઇ લગાવો અને એક કલાક માટે આમ જ છોડી દો. જો હોઠ વધારે કાળા પડી ગયા હોય તો દૂધની મલાઈમાં લીંબુના રસના થોડા ટીપાં નાખીને મિક્સ કરો. મલાઈમાં હાજર ફેટી એસિડને લીધે તે તમારા હોઠની ત્વચાને પોષણ આપીને મુલાયમ બનાવે છે.
નાળિયેર તેલ : નારિયેળ તેલ લગભગ દરેક ના ઘરે હશે જ. તેના પોષક ગુણોના લીધે મૂલ્યવાન છે. તેમાં ત્વચાને નરમ અને કોમળ બનાવવાની ક્ષમતા હોય છે. તેને હોઠ પર લગાવી કાય છે અને તે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગની હાનિકારક અસરોથી ત્વચાને સુરક્ષિત કરવા માટે પણ જાણીતું છે. તે સૂકી ત્વચા અને ફાટેલા હોઠ પર અસરકારક રીતે કામ કરે છે.
મેકઅપને દૂર કરવા માટે પણ નાળિયેર તેલનો ઉપયોગ થઇ શકે છે. તેને હોઠ પર લગાવીને આખી રાત છોડી શકાય છે અથવા તો 15 મિનિટ રાખીને પછી સોફ્ટ કોટનથી લૂછી શકાય છે.
બદામનું તેલ : ઘણા તેલ હોઠને નરમ બનાવવામાં અને હોઠ પરની કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે . ઉદાહરણ તરીકે બદામનું તેલ ખૂબ જ પૌષ્ટિક છે અને સમયની સાથે ત્વચાના રંગને પણ ચમકદાર બનાવે છે. રાત્રે હોઠ પર બદામનું તેલ લગાવીને આખી રાત માટે છોડી દો. બદામના તેલમાં વિટામિન ઈ, પોટેશિયમ અને ઝીંક તેમજ મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ વગેરે ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.
પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક લેવાનું રાખો, પોષક તત્ત્વોની ઉણપને કારણે પણ સૂકા હોઠ થઇ શકે છે. તેથી, આહારમાં ટામેટાં, ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ, નારંગી, પાકેલા પપૈયા, આખા અનાજ, ઓટ્સ અને દૂધની બનાવેલી આઈટમનો સમાવેશ કરો.
જીપ બામ : કરચલીઓ રોકવા અને ઘટાડવા માટે લિપ બામ પણ લગાવી શકાય છે. ગ્લોસી લિપસ્ટિક અને લિપ બામનો ઉપયોગ કરી શકો છો પણ હોઠ પર સાબુ અને પાવડર લગાવવાથી બચવું જોઈએ.
અહીંયા જણાવવામાં આવેલા આ ઘરગથ્થુ ઉપાયોની મદદથી તમે હોઠની કરચલીઓને અમુક હદ સુધી રોકી શકો છો. જો કે આ ઉપાયો સંપૂર્ણપણે કુદરતી છે અને તેની કોઈ પણ પ્રકારની આડઅસર નથી. તેમ છતાં તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર નાનો ટેસ્ટ જરૂર કરો. આવી જ બ્યુટી ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.