તરબૂચ એક એવું ફળ છે જે લગભગ દરેક ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો આ ફળની સાથે સાથે તેનો જ્યુસ પણ પીવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તરબૂચને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ફળોમાંનું એક માનવામાં આવે છે.

તરબૂચ જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ તે ઉનાળાની ઋતુમાં શરીરમાંથી પાણીની કમીને દૂર કરનારું છે. પરંતુ ઘણી વખત જ્યારે આપણે બજારમાંથી તરબૂચ ખરીદીએ છીએ અને તેને ઘરે કાપીએ છીએ ત્યારે તે અંદરથી કાચું નીકળતું હોય છે.

આવી સ્થિતિમાં ઘણી વખત આપણે તેને ખાવાનું પસંદ કરતા નથી અને તેને કચરામાં ફેંકી દઈએ છીએ. પરંતુ જયારે તમે બજારમાંથી તરબૂચ લાવો અને ઘરે તરબૂચ કાચું નીકળે તો તમે કેટલીક ટિપ્સ અપનાવીને કાચા તરબૂચને એકદમ મીઠું પકાવી શકો છો. તો ચાલો જાણીએ.

કાર્બાઇડનો ઉપયોગ કરો: કાચા તરબૂચને ઘરે પકાવવા માટે કાર્બાઇડનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક મોટું બોક્સ ગોઠવો જેમાં તમે તરબૂચ રાખી શકો. આ પછી, બોક્સમાં એક કાગળ મૂકો અને તેને સારી રીતે ફેલાવો અને તેની અંદર તરબૂચ રાખો. હવે કાર્બાઈડને બીજા કાગળમાં સારી રીતે લપેટીને બોક્સની અંદર મૂકો. હવે બૉક્સને સારી રીતે બંધ કરો અને તેને કોઈ ખૂણામાં રાખો.

ચોખાના ડબ્બાનો ઉપયોગ કરો: તમે સાંભળ્યું જ હશે કે કાચી કેરી, કાચા કેળા વગેરેને ચોખાની અંદર રાખવાથી સરળતાથી પાકી જાય છે. તમે એ જ રીતે કાચા તરબૂચને પકાવવા માટે ચોખાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તરબૂચને ચોખાના ડબ્બામાં રાખો. હવે તેની ઉપર ચોખા ભરીને તેને કાગળમાં ઢાંકીને એકથી બે દિવસ માટે રહેવા દો. બે થી ત્રણ દિવસ પછી તમે જોશો કે તરબૂચ બરાબર પાકી ગયું હશે.

આ ટીપ્સને પણ અનુસરો: કાર્બાઈડ અને ચોખાના ડબ્બા સિવાય તમે કાચા તરબૂચને બીજી ઘણી રીતે ઘરે સરળતાથી પકાવી શકો છો. તમે બગીચામાં ઘાસની મદદથી પણ તરબૂચને પકાવી શકો છો. આ માટે, તમે બૉક્સમાં ઘાસ સાથે તરબૂચને રાખીને પકાવી શકો છો. તેને કાગળમાં સારી રીતે લપેટીને કોઈપણ જગ્યાએ રાખો. તમે ઇથિલિન પદાર્થની મદદથી પણ તરબૂચ પકાવી શકો છો.

જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવજો. આવીજ માહિતી મેળવવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ ઉપયોગી માહિતી મળતી રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *