આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગે લોકો ઊંઘ ના આવવાની સમસ્યાથી પીડાતા હોય છે, ઊંઘ ના આવવાના ઘણા બધા કારણો હોય છે. અત્યારે દરેક વ્યક્તિ ટેન્સન માં હોય છે જેના કારણે વિચારે ચડી જતા હોય છે, જેના કારણે ઊંઘ આવી શકતી નથી.
આ ઉપરાંત ઘણા લોકો સુતા પહેલા ઘણી બઘી વાતો કરી હોય તો તે વાતો યાદ આવી જવાથી ઊંઘ ના આવવાની સમસ્યા થતી હોય છે. ઘણા લોકો રાત્રિનું ભોજન સારું બન્યું હોય ત્યારે વધુ પ્રમાણમાં ખાઈ લેતા હોય છે જેના કારણે સુવા જઈએ ત્યારે એમાં તેમ પડખા ફેરવવા પડતા હોય છે.
ઊંઘ ના આવવી એક સામાન્ય સમસ્યા છે પરંતુ ઊંઘ આવવાથી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. તમને જણાવી દઉં કે વધારે પૈસા વાળા હોય તેમને ઊંઘ ના આવવાની સમસ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે, તેવા સમયે તે વ્યક્તિ ઊંઘની ગોળી ને સૂતો હોય છે.
તમે પણ જોયું હશે કે જેમના જોડે પૈસા નથી અને ગરીબ છે તમને સૌથી સારી ઊંઘ આવતી હોય છે. માટે કહેવામાં આવે છે કે સૌથી વધુ સુખી માણસ ગરીબ જ છે. પૈસા વાળો માણસ હંમેશા પૈસા પાછળ જ દોડતો હોય છે જેથી તે પોતાના સ્વસ્થ ને સ્વસ્થ રાખવાનુ પણ ભૂલી જાય છે . તેવામાં ગરીબ વ્યકતિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ સતર્ક હોય છે.
ઊંઘ પુરી ના થવાથી બીજા દિવસે કોઈ પણ કામ કરતા હોઈએ છીએ ત્યારે આળશ રહેતી હોય છે, તેવામાં થાક અને નબળાઈનો અહેસાસ થતો હોય છે. જેથી કોઈ પણ કામ કરવામાં મન લાગતું જ નથી. ઊંઘ પુરી ના થવાનું મુખ્ય કારણ માનસિક તણાવ છે.
માટે કોઈ પણ દવા વગર જ સારી અને ઘસઘસાટ ઊંઘ લાવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું, જેની મદદથી ઊંઘ લાવવામાં મદદ મળશે. ઊંઘની ગોળીઓ કરતા આ ઉપાય કરવાથી તમને ઊંઘ ના આવવાની સમસ્યા દૂર થઈ જશે.
સારી ઊંઘ લાવવાનો ઘરેલુ ઉપાય: પહેલો ઉપાય: 100 થી 1 સુઘી ઊંધા આંકડા બોલો, જેમ કે, 100, 99, 98, 97, 96, 95 આવી રીતે બે વખત ઊંઘી ગણતરી કરવી જોઈએ. જેથી ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે. એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ઊંઘ લાવવાનો જબરજસ્તઉપાય છે.
બીજો ઉપાય: દરરોજ 15-20 મિનીટ એક્સરસાઈજ કરવી જોઈએ, રોજે સવારે ઉઠીને અને રાત્રીના ભોજન પછી ચાલવું જોઈએ, જે તમારી પાચનક્રિયાને સુઘારશે અને તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે. રોજે એક્સરસાઈઝ કરવાથી આપણા શરીરના દરેક અંગો સ્વસ્થ રહે છે.
ત્રીજો ઉપાય: સારી ઊંઘ લાવવા માટે મેડિટેશન કરવું જોઈએ. આ અંતે તમારે બંને આંખો બંધ કરીને ઘ્યાન કરવાનું છે આંખો બંધ કરો ત્યારે તમારું ઘ્યાન માત્ર શ્વાસ પર જ હોવું જોઈએ અને શ્વાસને ઊંડો ખેંચીને બહાર નીકાળો, આવી રીતે 5 મિનિટ કરવાથી સારી અને મજેદાર ઊંઘ આવી જશે. મેડિટેશન કરવાથી મગજ શાંત થાય છે અને તણાવ દૂર થઈ જાય છે, જેથી ખુબ જ ઝડપી ઊંઘ આવી જશે.
રાત્રીના સમયે ઊંઘ ના આવવાની સમસ્યા હોય અને લાંબા સમય સુઘી આમતેમ પડખા ફેરવવા પડતા હોય તો દવાનું સેવન કરવા કરતા ઉપર જાણવેલ ઉપાયનો કરી લો ઉપયોગ. માત્ર 5 મિનિટમાં જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.