જો તમે 55 વર્ષની ઉંમરે ફિટ રહેવા માંગતા હોય તો તેની શરૂઆત કરવા માટે આજના કરતાં વધુ સારો સમય ક્યારેય હોઈ ના શકે. જો તમે પહેલેથી જ નિયમિત રીતે વર્કઆઉટ કરો છો, તો પણ જ્યારે તમે 50 વર્ષ પૂર્ણ કરો છો ત્યાર પછી તમારું વર્કઆઉટ કેવું હોવું જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે.
55 વર્ષની ઉંમર પછી તમારા શરીરને શું જોઈએ છે? તમે એવી રીતે કેવી રીતે ફિટ થઈ શકો કે જે તમારા ઈજાના જોખમને ઘટાડે? તો આજે આ લેખમાં અમે તમને એવી જ 2 કસરતો વિશે જણાવી રહ્યા છીએ જે તમે સરળતાથી ઘરે જ કરી શકો છો.
હા, ઘણા સ્વાસ્થ્ય લાભો માટે કસરત અને યોગા,, પ્રાણાયામ જરૂરી છે. નિયમિત કસરત વજનને નિયંત્રિત કરવામાં તેમજ બ્લડ સુગર લેવલ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી અને ફિટનેસ ફ્રીક ભાગ્યશ્રીએ ઇન્સ્ટાગ્રામ 2 વિડીયો શેર કર્યો છે.
55 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી તેની ઉંમર કરતા ઓછામાં ઓછી 15 વર્ષ નાની દેખાય છે. જો તમે પણ વૃદ્ધાવસ્થામાં તેમના જેવા જ ફિટ દેખાવા માંગતા હોય તો તમારે પણ આ 2 કસરતો કરવી જોઈએ.
1. બીયર ક્રોલ : તમને જણાવીએ કે ભાગ્યશ્રીએ થોડા દિવસો પહેલા તેનો આ એક્સરસાઈઝ કરતો વીડિયો શેર કર્યો હતો. એનિમલ ફ્લો વર્કઆઉટમાં સૌથી સહેલી કોરબિલ્ડિંગ કસરત રીંછ ક્રોલ છે. તેનો ઉપયોગ ઘણીવાર વોર્મ એ તરીકે થાય છે. તો ચોક્કસપણે આ 20 સ્ટેપ જરૂર કરો.
View this post on Instagram
2. વૉકિંગ લાંજેસ : ભાગ્યશ્રી પોતાની જાતને ફિટ રાખવા માટે વૉકિંગ લંગ્સ પણ કરે છે. થોડા દિવસો પહેલા ઈન્સ્ટાના એક વીડિયોમાં આ એક્સરસાઈઝ કરતો જોઈ શકાય છે. જો લેગવર્કઆઉટ તમને કંટાળાજનક લાગતું હોય, તો આ એક કસરત છે જે તમે સરળતાથી કરી શકો છો.
તે તમારા સંતુલન, સ્થિરતા અને શક્તિમાં ખુબજ સુધારો કરે છે. તેને અજમાવી જુઓ અને અનુભવો કે તમારા પગ વધુ મજબૂત અને પાતળા થઈ રહ્યા છે. વૉકિંગ લંગ્સ તમારા શરીરના નીચેના ભાગમાં તમામ મુખ્ય સ્નાયુ જૂથોને લક્ષ્ય બનાવવા માટે શ્રેષ્ઠ કસરતોમાંની એક તરીકે કામ કરે છે.
View this post on Instagram
તમે પણ આ કસરતો કરીને વૃદ્ધાવસ્થામાં ફિટ દેખાઈ શકો છો. જો તમને લેખ પસંદ આવ્યો હ્યો તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.