વિટામિન-સી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે. માટે વિટામિન-સી ને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે ખુબ જ પ્રચલિત છે. જયારે વિટામિન-સી થી ભરપૂર આહાર લેવામાં આવે તો શરીરમાં ઘણી બધી નાની મોટી વાયરલ બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
જયારે વાતાવરણમાં બદલાવ આવે કે પછી ખાવામાં કંઈક એવું ખવાઈ જાય છે જેના કારણે શરીરમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધતું જાય છે, જેના કારણે શરીરમાં વાયરલ ઇન્ફેકજશન જેવી બીમારીઓ થતી હોય છે.
જેના કારણે શરીરમાં અશક્તિ આવી જતી હોય છે જે શરીરને કમજોર કરી નાખે છે અને થાક નો અહેસાસ થાય છે. કમજોર પડી ગયેલ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ના કેટલાક ખોરાક જણાવીશું જેને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી અનેક બમારીઓ દૂર થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવાના ખોરાક:
બ્રોકોલી: એક બાઉલ જેટલી કાપેલી બ્રોકોલીમાં 81 મિલી ગ્રામ વિટામિન-સી મળી આવે છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક, આયર્ન, ફોસ્ફરસ, ફાયબર જેવા મહત્વ પૂર્ણ તત્વો પણ મળી આવે છે, માટે બ્રોકોલીને આહારમાં સમાવેશ કરીને રોગપ્રતિકારક શક્તિને વધારી શકાય છે.
સ્ટ્રોબેરી: સ્ટ્રોબેરીમાં વિટામિન-સી નો સારો સ્ત્રોત મળી આવે છે, આ સાથે એમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, આયર્ન, ફાયબર હોય છે, તેનું નિયમિત સેવન કરવાથી ઇમ્યુનીટી બુસ્ટ કરી શકાય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ મળી આવે છે જે તણાવને ઓછો કરે છે અને કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે.
પાલક: લીલા શાકભાજીમાં પાલકને એક શક્તિ શાળી શાકભાજી માનવામાં આવે છે. તેમાં વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ જેવા તત્વોનો ખજાનો મળી આવે છે. પાલકનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. તે શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેકેરીયાનો નાશ કરે છે જે શરીરનમેં સાફ અને ચોખ્ખું રાખે છે.
પપૈયું: પપૈયુંને વિટામિન-સી ને વધારવા માટેનું ઉત્તમ સ્ત્રોત મળી આવે છે, જે નાની મોટી વાયરલ બીમારીઓને દૂર કરી ઇમ્યુનીટી વધારે છે. તેનું નિયમિત સેવન કરવાથી સાયનસ ની સમસ્યા દૂર કરી શકાય છે, તે ત્વચા ને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
કીવી : ઇમ્યુનીટી બુસ્ટ કરવા માટે કીવી ફળ ખુબ જ ફાયદાકારક છે, કીવી ફળમાં વિટામિન-સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ , ફાયબર, વિટામિન-ઈ મળી આવે છે. જે રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે સાથે વાળને મજબૂત અને હેલ્ધી બનાવી રાખે છે. કીવી ફળ પાચન સંબધિત સમસ્યાને દૂર કરે છે.
મોસંબી: તેમાં વિટામિન-સી, ફાયબર, વિટામિન-ઈ, વિટામિન-બી9, લ્યૂટિન જેવા તત્વો પણ મળી આવે છે. જે કમજોર પડી ગયેલ ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે, સાથે વૃદ્ધાવસ્થાના ચિન્હોને પણ અટકાવે છે.
જો તમે પણ સીઝનમાં થતી વાયરલ બીમારીઓથી બચવા માંગતા હોય તો વિટામિન-સી થી ભરપૂર આ ફળ ખાઈ લેશો તો રોગપ્રતિકારક શક્તિ ને વધારશે અને અનેક પ્રકારની બીમારીઓ સામે લડવાની ક્ષમતામાં વધારો કરશે.