હેલો દોસ્તો, પ્રદૂષણ વધવાની સાથે જ શ્વસનતંત્ર પર વધુ અસર થવા લાગે છે. વાતાવરણમાં અચાનક ફેરફાર થવાને લીધે પ્રદૂષણના નાના-નાના સૂક્ષ્મકણો શરીરમાં પ્રવેશવા લાગે છે, જે શ્વાસનળીમાં થઈને ફેફસામાં જમા થાય છે. જેના લીધે શરદી-ઉધરસ જેવી અન્ય સમસ્યા થવા લાગે છે.
તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રોટીન થી ભરપૂર આહાર લેવો જોઈએ. જેથી તમે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકો છો. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરો આ ઘરગથ્થુ ઉપાય નીચે પ્રમાણે છે.
ઘરગથ્થુ ઉપાય :
1) આદુ, તુલસી, કાળા મરી તથા તજ, સૂકી દ્રાક્ષ તથા મધનું મિશ્રણ કરીને ઉકાળો કે હર્બલ ચા નો પણ ઉપયોગ કરો.
2) ઘી, ગોળ, હળદર અને આદુનું મિશ્રણ કરીને તેના મીડીયમ સાઈઝ ના લાડું બનાવીને સવારે ઉઠીને ખાવા.
3) દરરોજ દિવસમાં એક કે બે વાર હળદર વાળું દૂધ પીઓ. અથવા થોડા ગરમ પાણીમાં 1 ચમચી હળદર અને થોડું મીઠું નાખીને કોગળા કરો.
4) સૂકી ઉધરસ અને ગળામાં દુખાવો કે કફ હોય તો દિવસમાં એકવાર ફુદીના અને અજમો મિક્સ કરીને નાસ લેવો.
5) ઉધરસ કે ગળામાં બળતરા રહેતી હોય તો મધને લવિંગના પાઉડરમાં મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર લેવું. તેમ છતાં રાહત ના જણાય તો ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.
6) એક ટેબલ સ્પુન તેલ અથવા નારિયેળનું તેલ લઈને મોઢામાં ફેરવો. આ પછી ગરમ પાણીથી કોગળા કરો. આ પ્રયોગને આયુર્વેદમાં ઓઇલ પુલિંગ કહેવામાં આવે છે.
7) આપણા શરીરના સ્વાસ્થ્ય માટે દિવસમાં 6-7 કલાક ની ઊંઘ લેવી ખુબજ જરૂરી છે.