હેલો દોસ્તો, આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. આપણાં શરીર ની ઇમ્યુનિટી ને મઝબૂત બનાવવા અને શરીરમાં થયેલા રોગોને દૂર કરવા માટે કઈ 8 વસ્તુનું સેવન કરવું તેના વિષે પૂરતી માહિતી નીચે પ્રમાણે જણાવેલ છે. જે રોગપ્રતિકારક ક્ષમતા ને મજબૂત બનાવે છે.
જીરું :- જીરું ભારતીય રસોઈ ધરમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જીરા નો સ્વાદ ઉતમ હોય છે. જીરાનો ઉપયોગ માત્ર મસાલા પુરતો નથી પણ આરોગ્ય ખૂબ જ ફાયદાકારક છે. જીરા માં આયર્ન ની માત્રા ભરપૂર હોવાના કારણે ઇમ્યુનિટી સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે. જીરામાં પોટેશિયમ હોય છે. તેનાથી હૃદયની બીમારીઓને દૂર રાખે છે અને બીપી કંટ્રોલમાં રહે છે.
અળસી :- અળસી નું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જે આપણે મુખવાસમાં ઉપયોગ થાય છે જેમાં એમોના-3 એસિડ નામનું દ્રવ્ય હ્રદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અળસીના બીજ થી હાર્ટ પ્રોબ્લેમ દૂર રહે છે. મોનોપોઝ દરમિયાન થતી સમસ્યાઓ ખાસ કરીને ઓછી થાય છે અળસીનાં બીજમાં પ્રોટીન, આયર્ન, ભરપૂર પ્રમાણમાં હોય છે તેને પલાળીને ખાવાથી મસલ્સ સ્ટોંગ રહે છે અને લોહીની કમી ક્યારેય આવતી નથી.
કાળી દ્રાક્ષ :- કાળી દ્રાક્ષ ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમમાં રક્ષણ મળેછે. મેટાબોલિક સિન્ડ્રોમ એટલે એવી સ્તિથિ જેમાં બ્લડપ્રેસર વધી જાય, બ્લડ શુગર લેવલ વધી જાય, કમરની આસપાસ ચરબીના થર જામે અને ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ધટી જાય. આ બધાના કારણે હ્રદયરોગ, ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. દ્રાક્ષમાં રહેલું રિઝર્વેટ્ર્લ નામનું તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે સાથે તેના સેવનથી બીપી કંટ્રોલમાં રહે છે.
ખસખસ :- ખસખસનું સેવન કરવાથી સાંધાનો દુખાવાની સમસ્યા દૂર કરે છે. ખસખસ માનસિક તણાવમાંથી મુક્તિ આપવામાં મદદ કરે છે. ખસખસ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખસખસને ચહેરા અને વાળમાં લગાવવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. ખસખસમાં આયર્ન હોય છે જે એનીમિયાથી બચવામાં મદદ કરે છે. તેમાં કોલેસ્ટ્રોલ નથી હોતું જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવામાં પણ ખૂબ જ ઉપયોગી છે
કિશમિશ :- કિશમિશ ખાવાથી બ્લડ સરક્યુંલેશન પ્રોપર રહે છે અને હ્રદયની બીમારીઓ સામે બચી શકાય છે. કિશમિશ સ્કીન માટે પણ ધણી ફાયદાકારક છે. કિશમિશનું પાણી લીવર લોહીને તેજીથી સાફ કરે છે અને પેટની સમસ્યાઓ અને કબજિયાત જેવી બીમારીઓથી આરામ આપે છે
અંકુરિત મગ :- ફંગાવેલા મગ માં ફાઈટિક એસિડ હોય છે તેનાથી કિડનીના પ્રોબ્લેમ્સ દૂર રહે છે અને ડિહાઈજેશન સારું રહે છે. મગદાળ ખાવાથી શરીરમાં સોડિયમની ઇફેક્ટ ધટી જાય છે. જે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદકરે છે. મગદાળમાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાયબર હોય છે.
વરિયાળી :- વરિયાળીને પલાળીને ખાવાથી કે તેનું પાણીનું સેવન કરવાથી યુરિનનાં પ્રોબ્લેમ્સથી બચી શકાય છે જેનાથી યુરિન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર રહે છે અને આખોની રોશની તેજ થાય છે. ઉનાળા ની અંદર ખાસ કરીને વળીયાળી નું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.
મેથીદાણા :- મેથીના દાણા જે આપણા શરીરને આંતરિક રીતે મજબૂત કરવાની સાથે-સાથે શરીરની બહાર પણ સુંદરતા આપવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તેમાં ફોસ્ફરસ હોય છે. તેના સેવનથી દાંત અને હાડકાં મજબૂત થાય છે. મેથીના પાણીનું નિયમિત સેવન કરવાથી કિડનીની પથરીમાં આરામ મળે છે.
મેથીમાં હાજર તત્વો પથરીને ઓગાળવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. મેથીમાં કડવાપણું તેમાં રહેલા પદાર્થ ગ્લાઇકોસાઈડ ને કારણે થાય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વોહોય છે. જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે. જો તમારા શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ ને વધારવા માટે આ 8 વસ્તુઓનું સેવન ફરજિયાત કરવું જોઈએ
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.