આજે વિટામિન-ડી ની ઉણપ દૂર કરવા માટે ના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આજના સમયમાં ઘણા લોકો વિટામિન-ડી ની ઉણપના શિકાર બનતા હોય છે. જો તમે વારે વારે થાકી જાઓ છો કે પછી અવારનવાર હાડકાના દુખાવા જેવી અન્ય કોઈ સમસ્યાથી પીડાઓ છો તો તે વિટામિન-ડી ઓછું હોવાનું લક્ષણ છે.
વિટામિન-ડી હોવાના કારણે ડોકટર દવાઓ આપીને વધારવાની સલાહ આપતા હોય છે પરંતુ દવાઓ ખાવા કરતા કેટલીક વિટામિન-ડી યુક્ત આહારનો સમાવેશ કરીને વધારવું જોઈએ. આ ઉપરાંત સૂર્યપ્રકાશ ના લેવાથી પણ વિટામિન-ડી પૂરતું મળી રહે છે.
આજે અમે તમને વિટામિન-ડી ની ઉણપને પૂર્ણ કરવા માટેના અસરકારક ઘરેલુ ઉપાય જણાવીશું જે સ્ત્રી પુરુષ કે બાળકો ખુબ જ આસાનીથી કરી વિટામિન-ડી વધારી શકે છે. વિટામિન-ડી શરીર માટે ખુબ જ આવશ્યક વિટામિન માનવામાં આવે છે.
જે શરીરના ઘણા બધા કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરે છે. વિટામિન-ડી હાડકાના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. કારણકે તે શરીરમાં કેલ્શિયમ, ઝીંક, આયર્ન. ફોસ્ફરસ ને શોષી લેવામાં મદદ કરે છે. જેથી વિટામિન-ડી ની ઉણપના કારણે હાડકા કમજોર થઈ જાય છે.
જેના કારણે હાડકાના દુખાવા, સાંધાના દુખાવા જેવા શરીરના અન્ય ભાગમાં દુખાવો થતો હોય છે. આ ઉપરાંત વિટામિન-ડી ની ઉણપના કારણે વ્યક્તિ હંમેશા વારે વારે કોઈ પણ કામ કરતી વખતે થાકી જતો હોય છે. આ ઉપરાંત કોઈ જગ્યાએ વાગ્યું હોય તો તે જગ્યાએ ઘા ભરવામાં પણ ઘણો સમય લાગતો હોય છે.
આ સિવાય વાળ ખરવા, વાળ સફેદ થવા જેવી સમસ્યા ઉદ્દભવી શકે છે. આ ઉપરાંત નાની મોટી અનેક સમસ્યા આવવાની સંભાવના વધી જાય છે. વારે વારે બીમાર પડતા હોઈએ ત્યારે વિટામિન-ડી ની ઉણપ પણ હોઈ શકે છે,
માટે જો તમે બીમારી માટે નો કોઈ ટેસ્ટ કરાવતા હોય તો વિટામિન-ડી નો ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ કારણકે શરીરમાં વિટામિન-ડી ઓછું હોવાના કારણે શરીર સ્વસ્થ રહેતું નથી. આ માટે શરીરમાં વિટામિન-ડી ની કમીને પુરી કરવું ખુબ જ આવશ્યક છે.
વિટામિન-ડી માછલી અને ઈંડાના પીળા ભાગમાં મળી રહે છે. આ ઉપરાંત દૂધ અને દૂધમાં માંથી બનતી વસ્તુ માંથી પણ વિટામિન -ડી મળી રહે છે. સૂર્ય પ્રકાશ વિટામિન-ડી નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. સૂર્ય કિરણો શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલમાં ભરવાથી આપમેળે જ વિટામિન-ડી ઉત્પન્ન થવા લાગે છે.
માટે જયારે પણ આપણે કોઈ નાની મોટી બીમારી હોય ત્યારે ડોક્ટર જોડે જતા હોઈએ છીએ તેવામાં ડોક્ટર સુર્યપ્રકાશના કિરણો માં બેસવાનું કહેતા હોય છે. વિટામિન-ડી કુદરતી રીતે આપણે સૂર્યપ્રકાશ માંથી મળી આવે છે પરંતુ આજની વ્યસ્ત જીવન શૈલી હોવાના કારણે સમય મળતો નથી જેથી વ્યક્તિ સૂર્ય પ્રકાશ માંથી મળતું વિટામિન-ડી લઈ શકતા નથી.
ઓલિવ ઓઈલ આપણા સ્વાસ્થ્ય માટે હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે, જેનો ઉપયોગ રસોઈ માં કરવો જોઈએ. વિટામિન-ડી વધારવા માટે સૌથી પહેલા એક બાઉલ ળૈ લો હવે તેમાં ત્રણ અંજીર નાખો એની તેમાં અંજીર ડૂબી જાય તેટલા પ્રમાણમાં ઓલિવ ઓઇલ નાખો અને આખી રાહત માટે પલાળી રાખો.
ત્યાર ઉઠીને તે અંજીરને ચાવી ચાવીને ખાલી પેટ ખાઈ લેવાના છે. આ ઉપાય તમે એક મહિના સુધી કરશો તો આખું વર્ષ શરીરમાં વિટામિન-ડી ની ઉણપ નહીં થાય. અંજીર ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે માટે વિટામિન-ડી વધારવા માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે.
શરીરમાં વિટામિન-ડી ની ઉણપ દૂર થવાથી શરીરમાં વારે વારે થાક લાગવો, હાડકા સંબધિત સમસ્યા થવી જેવી અનેક બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ આપે છે.