આપણા શરીરને મજબૂત બનાવી રાખે તેવી વસ્તુ આજે આપણે ખાવાની છે, દરેક રસોઈ ઘરમાં આ વસ્તુ આસાનીથી મળી આવે છે , આ વસ્તુને કોઈ પણ રસોઈમાં નાખીને ખાવામાં આવે છે તે વસ્તુ ને આપણે સવારે પાણીમાં નાખી તે પાણી પી જવાનું છે.
દેશી વસ્તુની તાસીર ગરમ હોય છે, પરંતુ તેને પાણીમાં નાખીને પીવાથી તેના ઘણા બઘા ફાયદા થાય છે, આ દેશી વસ્તુનું નામ દેશી ગોળ છે. હા દેશી ગોળ ખાવામાં ખુબ જ મીઠો હોય છે જે ખાવાથી મોટાભાગની બીમારી દૂર થાય છે. ઘણા લોકો ડાયાબિટીસથી પીડાતા હોય છે તેમને ગળી વસ્તુ જેવી કે ખાંડ નું સેવન કરવાની સખત મનાઈ હોય છે,
તે વ્યક્તિ ગોળનું સેવન કરી શકે છે (એ પણ ડોક્ટરની સલાહ લઈ ને). જે ડાયબિટિસનું જોખમ થોડું ઓછું કરે છે. દેશી ગોળની તાસીર ગરમ હોય છે માટે જયારે શરદી થાય ત્યારે દેશી ગોળની ચા બનાવીને પીવાથી શરદીમાં રાહત મળે છે. આ સિવાય તે પેટને સાફ રાખવાનું કામ પણ કરે છે.
તે પેટને લગતા રોગોને મૂળમાંથી દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ગોળનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, પરંતુ ગોળને પાણી માં મિક્સ કરીને પીવામાં આવે તો તેના સ્વાસ્થ્યને અનેક ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ ગોળ વાળું પાણી પીવાથી થતા ફાયદા વિષે.
દેશી ગોળને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવાનું છે જેથી અનેક રોગો નાશ થશે. આ પાણી શરીરમાં રહેલ એસિડના પ્રમાણને ઘટાડવામાં મદદ કરે છે. જેથી છાતીમાં થતી બળતરા, પેટની બળતરા, પેશાબની બળતરા થતી હોય તો તેમાં રાહત આપે છે.
આ એક અમૃત સમાન પીણું છે જેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, એન્ટી ઓક્સીડેન્ટ પણ મળી આવે છે, આ ઉપરાંત ગોળમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ જેવા અનેક તત્વોનો ખજાનો મળી આવે છે. જે શરીરના મોટાભાગના રોગો સામે લડવામાં મદદ કરે છે. જેથી શરીર નિરોગી રહેશે.
આજના સમયમાં મોટાભાગના લોકો બહારના ખરાબ ખાન હોય છે જેના કારણે લોહીમાં અશુદ્ધિઓ રહેવાથી ઘણા બઘા રોગોનો સામનો કરવો પડતો હોય છે. આ માટે રોજે સવારે ગોળવાળું પાણી પીવું જોઈએ જેથી લોહી માં રહેલ અશુદ્ધિઓ દૂર થાય અને લોહી સાફ અને ચોખ્ખું કરશે.
વધારે તળેલું, તીખું, મસાલા વાળું ખાવાથી તેની અસર આપણી પાચન ક્રિયા પર થવાથી પાચનક્રિયા મંદ થઈ જાય છે. જેના કારણે કબજિયાત, અપચો, ગેસની સમસ્યા થવાનું શરુ થાય છે. આ માટે તમારે બપોર અને રાત્રીના ભોજન પછી એક ટુકડો દેશી ગોળનો ખાઈ લેવો જોઈએ અને સવારે ઉઠીને ગોળવાળું પાણી પીવાથી આંતરડામાં જમી ગયેલ મળને છૂટો કરશે અને પેટને સાફ થઈ જશે. જેથી પાચનશક્તિ મજબૂત થશે અને આંતરડા પણ ચોખ્ખા થઈ જશે. માટે પેટને લગતા રોગોને દૂર કરવા માટે ગોળ અને ગોળનું પાણી ખુબ જ ફાયદાકારક છે.
ગોળ આપણી લટકતી ત્વચાને મજબૂત કરે છે. આ માટે ખાલી પેટ ગોળવાળું પાણી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચામાં નિખાર લાવી શકાય છે. 45 વર્ષની ઉંમરે ચહેરા પર કરચલી રહેતી હોય તો આ દેશી ગોળનું પાણી પીવાથી કરચલીને દૂર કરી જુવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. જેથી તમે 45 વર્ષની ઉંમરે પણ 25 ના દેખાવા લાગશો.
ચામડીના થતા રોગોથી બચવા માટે આ પીણું અમૃત સમાન છે. કારણકે શરીરમાં રહેલ હાનિકારક ટોક્સિન ને બહાર નીકાળે છે જેથી ચામડીના રોગોથી છુટકાળો મળે છે અને ત્વચાને સુરક્ષિત રાખી ચહેરા પર ચમક લાવે છે. આ એક શક્તિશાળી પીણું છે. જે શરીરમાં લાગેલ થાક અને નબળાઈ ને ચુટકી માં જ દૂર કરી દેશે. આ પીણું પીવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળી રહે છે.
આ પીણું પીવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે જેથી હાડકા મજબૂત રહે છે જેથી સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીંચણના દુખાવા, સ્નાયુના દુખાવા દૂર તઘય છે અને માંશપેશીઓને મજબૂત બનાવે છે. આ પીણાંનું સેવન નિયમિત કરવાથી પેટની ચરબી વઘતી નથી જેથી વજન ઓછું કરવા આ પીણું ખુબ જ અસરકારક સાબિત થશે. આ પીણું લોહીમાં રહેલ સુગર લેવલને ઘટાડે છે જે ડાયાબિટીસ દર્દી માટે પણ ખુબ જ ફાયદાકારક છે.