જાંબુ ખાવાના ફાયદા : જાંબુ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે, જે મોસમી ફળ છે, જેમાં ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે. જે આપણા શરીરના મોટાભાગના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આજે જાંબુ ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ (Jambu KhavaNa Fayda) વિષે જણાવીશું.
જાંબુમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમકે વિટામિન-સી, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા તત્વોનો સારી માત્રામાં મળી આવે છે. તેમાં ફોલિક એસિડ મળી આવે છે આ ફળ ખાવું આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. જેને ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
જાંબુના પાન, જાંબુના ઠળિયા ખાવાથી પણ ખુબ જ ફાયદો થાય છે. માટે અનેક ગુણોથી ભરપૂર એવા જાંબુનું સેવન કરવું આપણા આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તો ચાલો જાંબુ ખાવાના ફાયદા વિષે વાત કરીએ.
ચોમાસામાં આ ફળો ખાવાનું શરુ કરી દો કયારેય શરીરમાં કમજોરી કે રોગપ્રતિકારક શક્તિ ઓછી નહીં થાય
જાંબુ ખાવાના ફાયદા Jambu KhavaNa Fayda :
હૃદયને સ્વસ્થ રાખે: જાંબુમાં મળી આવતું પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે જે હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી બીમારી માંથી બચાવી રાખવામાં મદદ કરે છે. તે હાઈ બ્લડપ્રેશર ને કંટ્રોલમાં રાખે છે.
ઈમ્યુનીટી મજબૂત કરે: તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી, આયર્ન, કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે, જે શરીરમાં ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને અનેક પ્રકારની વાયરલ ઈન્ફેક્શન અને અનેક પ્રકારના ચેપી રોગોથી બચાવી રાખે છે.
દાંત મજબૂત બને: તેમાં મળી આવતું કેલ્શિયમ અને ફોસ્ફરસ દાંતને હેલ્ધી બનાવી રાખે છે, આ ઉપરાંત જાંબુના ઠળીયાને સૂકવીને એનો પાવડર બનાવી તે ચૂરણ ને દાંત પર ઘસવાથી દાંત અને પેઢા મજબૂત બને છે.
જૂના મળને છૂટો કરે: જાંબુના ઠળીયાનો પાવડર બનાવી તે ચૂરણને નિયમિત છાશમાં નાખીને પીવાથી વર્ષો જૂનો મળ છૂટો પડે છે અને પેટ અને આંતરડા બંને સાફ અને ચોખ્ખા થાય છે.
પથરીમાં રાહત આપે: પથરીની સમસ્યા અવારનવાર ઘણા લોકોને જોવા મળે છે. આ માટે તેને સમસ્યાને દૂર કરવા માટે જાંબુના ઠળીયાને સુકવી પાવડર બનાવી લો ત્યાર પછી તે પાવડરને હૂંફાળા પાણી સાથે દિવસમાં બે વખત પીવું જેથી પથરીનો ભૂકો કરી પેશાબ વાટે બહાર નિકાળશે.
ડાયજેશન સુધારે: શરીરના મોટાના ભાગના રોગો ડાયજેશન બરાબર ના થવાના કારણે થતા હોય છે. માટે ડાયજેશન ને સુધારવા માટે જાંબુ રામબાણ સાબિત થાય છે. માટે તેનું નિયમિત સેવન કરવું જોઈએ જેથી પાચનક્રિયા સુધરે અને પેટને લગતીએસીડીટી, ગેસ, કબજિયાત જેવી બીમારી દૂર થઈ શકશે.
લોહી વધારે: જો શરીરમાં લોહીની માત્રા ખુબ જ ઓછી હોય તો જાંબુનું નિયમિત સેવન કરવાથી લોહીનું સ્તર વધારી શકાય છે. તેમાં લોહીને શુદ્ધ કરવાના પણ ખુબ સારા ગુણ મળી આવે છે. મહિલાઓ માટે જાંબુ ખાવા ખુબ જ લાભદાયક સાબિત છે.
નસો દૂર કરે: જો કોઈ પણ વ્યક્ત્તિને કોઈ વસ્તુનો નસો ચડ્યો હોય તો તે નસો ઉતારવા માટે જાંબુનો રસ કાઢી પીવડાવાથી નસો ઉતરી જશે.
મોં ની દુર્ગઘ દૂર કરે: કોઈ પણ વ્યક્તિને મોં માં હી ખરાબ વાસ આવતી હોય તો જાંબુ અને તેના પાન ખાવાથી ખરાબ વાસ આવી બંધ થઈ જશે.