આજે અમે તમને આ આર્ટિકલમાં જીરુ પાણી પીવાના ફાયદા જણાવીશું. જીરુ નો ઉપયોગ રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે. જેથી રસોઈ સ્વાદિસ્ટ બની જાય છે. જીરુના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે. જીરું મસાલો ઔષઘીય ગુણ ઘરાવે છે.
જીરુનો ઉપયોગ કરીને રોગથી બચી શકાય છે. માટે નિષ્ણાતો તેની અસર ઘટાડવા માટે ની ભલામણ કરે છે. જીરુને આહાર માં ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જીરુના જેટલા લાભ છે તેના કરતા વઘારે લાભ જીરુ પાણી માંથી મળી આવે છે.
જીરુ પાણીનું સેવન રાત્રે સુતા પહેલા કરવું જોઈએ. જેથી તેના ખુબ જ ફાયદા થઈ શકે. તો ચાલો જાણીએ જીરુ પાણી પીવાના ફાયદા અને જીરુ પાણી બનાવવા ની રીત વિશે જણાવીશું.
જીરુ પાણીના સ્વાસ્થ્યને થતા લાભો: જીરુ માં રહેલા તત્વો અસ્થમા, પાચન માટે, બ્લ્ડપ્રેશન ને નિયંત્રણ કરવા જેવી અનેક સમસ્યામાં ને ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ શ્વાસ ને લગતી સમસ્યા માં મદદ કરે છે અને અસ્થમા સામે લડવા માં મદદ કરે છે.
બલ્ડપ્રેશરને કંટ્રોલ કરે: બ્લડપ્રેશર ને કંટ્રોલ માં લાવવા માટે રાત્રે સુતા પહેલા આ જીરુ પાણીનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ માં સુધારો કરવામાં મદદ કૈં છે. લોહીનું સર્ક્યુલેશન યોગ્ય રીતે થવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે. જેના કારણે અટેક આવવાનું જોખમ ઓછું થઈ જાય છે.
પાચનને સુઘારે: ખાઘેલ ખોરાકને પચવામાં મદદ કરે છે. રાતે જમ્યાના દોઢ કલાક પછી આ પાણીનું સેવન કરવુ. જીરા માં ખુબ સારી માત્રામાં ઉત્સેચક આવેલ છે જે પાચન ને ઉતેજીત કરીને પાચનને પચાવવામાં મદદ કરે છે. અને શરીરમાં રહેલા ખોરાકને પચાવવા સિવાય ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
પેટની સમસ્યા: આ પીણું પેટની સમસ્યામાં રાહત આપશે. જેમકે કબજિયાત, ગેસ, અપચો રહેતો હોય તેમને આ પાણી પીવાથી ઘણી રાહત થઈ જાય છે.
રોગપ્રતિકારક શકતી વઘારે: રોગપ્રતીકસરક શક્તિને મજબૂત કરવા માટે ખુબ જ ઉપયોગી પાણી છે. જીરામાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ અને આયર્ન નો મહત્વ પૂર્ણ સ્ત્રોત આવેલ છે. જે શરીરને ઉર્જા વધારવાનું કામ કરે છે. જેથી રોગરતિકારક શક્તિ મજબુત થાય છે. જેથી અનેક બીમારી સામે લડવામાં મદદ કરે છે.
સારું ઊંઘ આવવી: રાત્રે સુતા પહેલા જીરું પાણી પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ પીણું પીવાથી મગજ શાંત રહે છે અને ખુબ સારી ઊંઘ લાવવમાં મદદ કરે છે. ઊંઘ પુરી થવાથી બીજા દિવસે થાક અને નબળાઈ રહેતી નથી. માટે આ પાણી નું સેવન રાત્રે સુતા પહેલા કરવું જોઈએ.
વજનને કંટ્રોલમાં રાખે: આ પાણીનું સેવન કરવાથી શરીરમાં રહેલા જેરી તત્વોને બહાર કાંઠે છે. જેથી શરીરમાં વઘારાની ચરબી દૂર થાય અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ પીણાંનું સેવન કરવાથી મેટાબોલિક રેટ માં વઘાવામાં મદદ કરી શકે, જે વજનને કંટ્રોલમાં રાખવા માટે મદદ કરે છે.
જીરું પાણી બનાવવાની રીત: એક પેન માં એક ગ્લાસ પાણી નાખો, તેમાં અડઘી ચમચી જીરું નાખો હવે તેને 5-7 મિનિટ ઉકળવા દો. ત્યારબાદ ગેસને બંધ કરી લો. થોડું ઠંડુ થાય એટલે ઉકાળેલા પાણીને ગાળી લેવી અને રાત્રે સુતા પહેલા પાણીનું સેવન કરવું.
જીરું પાણીના અનેક સ્વાસ્થ્ય લાભ છે. તમને કોઈ પણ બીમારી છે તો સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો. ઘરેલું ઉપાય કરવાથી ચોક્કસ લાભ થાય છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણતો અથવા ડોક્ટરની સલાહ લઈને કરવું વઘુ યોગ્ય છે.