કબજિયાત એક આમ સમસ્યા માનવામાં આવે છે જે નાના મોટા દરેક ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. પરંતુ કબજિયાત થાય છે કઈ રીતે થાય છે તેના વિષે મોટાભગના લોકો અજાણ હોય છે. આ માટે આજે અમે તમને કબજિયાત થવાના કારણો અને તેને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય જણાવીશું.
કબજિયાત થવાના મૂળભૂત કારણો:
આજના સમયમાં મોટાભાગના લોકો એવા છે જે 5 મિનિટ માં જ ખાઈ ને ફટાફટ ઉભા થઈ જતા હોય છે. ભોજન કરતી વખત ઓછામાં ઓછો 20-25 મિનિટ નો સમય લેવો જોઈએ જેથી આપણે ચાવી ચાવી ને ખોરાક ખાઈ શકીએ. જો ચાવ્યા વગર ખોરાકને 5 મિનિટ માં ખાઈ લઈએ તો લાંબા સમયે કબજિયાતની સમસ્યા ઉદ્ભવી શકે છે.
ઘણા લોકો કામ માં ખુબ વ્યસ્ત હોય છે તે વ્યક્તિ ઘણી વખત 12 વાગે, 1 વાગ્યે કે 2 વાગ્યે પણ ખાતા હોય છે આવી ભોજન લેવાનો સમય અનિચ્છિત રહેવાના કારણે લાંબા ગાળે કબજિયાત થઈ શકે છે. રાતે મોડ સુઘી જાગવું અને સવારે મોડા ઉઠવાથી પણ કબજિયાતનો સામનો કરવો પડી શકે છે.
આહારમાં મેંદા વાળી વસ્તુ, ચરબી યુક્ત ખોરાક, બહારના જંકફૂડ ખાવાં કારણે પણ કબજિયાત લાંબા સમયે થાય થાય છે. ભોજન પછી તરત જ સુઈ જવાથી કબજિયાત નો સામનો કરવો પડી શકે છે. ભોજન પછી ઠંડુ પાણી કે ઠંડા પીણાં પીવાથી કબજિયાત થઈ શકે છે.
કબજિયાત થવાનું સૌથી મોટું કારણ બેઠાળુ જીવન છે જેમ કે ઘણા લોકો લાંબા સમય સુધી બેસી રેહીને કામ કરતા હોય છે તે ભોજન પછી તરત જ કામ કરવા બેસી જતા હોય છે તેમને કબજિયાત થવાની શક્યતા ખુબ જ વઘી જાય છે. જો તમને પણ આ કારણો તો પીડાતા હોય તો તમને પણ કબજિયાત હોઈ શકે છે.
કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય:
કબજિયાતર ને દૂર કરવા માટે સવારે અને રાતે સુતા પહેલા એક એક ગ્લાસ હૂંફાળું પાણી પી જવું જોઈએ. આ ઉપરાંત હૂંફાળા પાણીમાં એક ચમચી દિવેલ કે લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી કબજિયાત મૂળમાંથી દૂર કરી શકાય છે.
એક કોસાની વાટકીમાં પાણી લઈને તેમાં કાળી દ્રાક્ષ ના માત્ર 10 દાન લઈને આખી રાત પલાળી રાખવાના છે, ત્યાર પછી સવારે ઉઠીને તે પાણી પહેલા પી જવાનું છે અને ત્યાર પછી દ્રાક્ષના દાણા ચાવી ચાવીને ખાઈ લેવાના છે. આ રીતે દ્રાક્ષનો ઉપયોગ કરવાથી વર્ષો જૂની કબજિયાત માંથી છુટકાળો મેળવી શકાય છે.
જો તમને પણ કબજિયાત હોય અને તેનાથી છુટકાળો મેળવવા માંગતા હોય તો આ બે ઉપાય કરવાથી કબજિયાતને મૂળમાંથી દૂર કરી શક્ય છે. આ ઉપરાંત તમારે કેટલીક વસ્તુનું ઘ્યાન પણ રાખવું પડશે. આ માટે જંકફૂડ અને મેંદા વાળી વાતુઓ ખાવનું ટાળવું જોઈએ, રાતે વહેલા સુઈ જવું,
સવારે વહેલા ઉઠી જવું, ભોજન પછી વજ્રાશન યોગ મુદ્રામાં બેસવું, રાત્રિનું ભોજન હળવું લેવું, ભોજનના 40 મિનિટ પછી પાણી પીવું, ઠંડુ પાણી કે ઠંડા પીણાં પીવા નહીં સવારે હળવી કસરત કે યોગા કરવા અથવા વોકિંગ કરવું જો તમે પણ આટલી વસ્તુનું ઘ્યાન રાખીને અપનાવશો તો જીવશો ત્યાં સુધી કબજિયાત નહીં થાય.