આજે અહીંયા આ આર્ટિકલમાં એક એવી વસ્તુ વિશે વાત કરીશું જે દરરોજ સવારે ખાલી પેટ લેવાથી ઘણો ફાયદો થાય છે. દરેક ના ઘરમાં આ વસ્તુ હોય છે તમને તે રસોડામાં આસાનીથી મળી રહેશે. જો તમે રસોડામાં રહેલી વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારે ડોક્ટર જોડે જવાની જરૂર પણ નહિ પડે.
તે વસ્તુનું નામ કાળા મરી છે. દરરોજ સવારે ખાલી પેટ 2 કાળા મરી ખાઈ જાઓ તો ઘણી બીમારીમાંથી છુટકાળો મળશે. કાળા મરીમાં વિટામિન-સી, પોટેશિયમ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ, વિટામિન-આ જેવા પોષક તત્વો આવેલ છે. જેથી અનેક રોગમાં દૂર થાય છે.
ગળામાં થયેલ કફને સાફ કરવા માટે કાળા મરીનું સેવન કરવું જોઈએ. તે ઉપરાંત ઉઘરસ, શરદી, અથવા કોઈ પણ ઈન્ફેકશન થી બચાવે છે. અને રોગપ્રતિકારક શક્તિ વઘારે. કાળા મરીમાં રહેલા તત્વો બદલાતી ઋતુમાં થતી તાવ, શરદી જેવી અનેક બીમારીમાં ઉપયોગી છે.
તો ચાલો જાણીએ સવારે ખાલી પેટ માત્ર 2 કાળા મરીના સેવનથી થતા ફાયદા : (1) બ્રેસ્ટ કેન્સર : બ્રેસ્ટ કેન્સર જેવી મોટી બીમારીને ઓછી કરવા કાળા મરી ખુબ જ ઉપયોગી છે. કારણકે તેમાં રહેલા કેરોટીન, વિટામિન-એ, એન્ટી ઓક્સીડેન્ટ ફ્લેવોનોઈડ્સ જેવા મહત્વ પૂર્ણ તત્વો આવેલ છે. માટે મહિલામાં થતા બેસ્ટ કેન્સર ને ઘટાડી શકે છે.
(2) પેઢા માટે : દરરોજ આનું સેવન કરવાથી પેઢાના દુખાવામાં રાહત મળે છે. સિંધવ મીઠું અને તેમાં કાળા મરીને પીસીને તેનું ચૂરણ બનાવીને તેમાં સરસવનું તેલ ઉમેરીને ઉમેરીને પેઢા અને દાંત પર લગાવી રાખો. પંદર મિનિટ સુધી લગાવીને રાખો. ત્યાર બાદ મોઢાને બરાબર સાફ કરો. આમ કરવાથી દુખાવો દૂર થઈ જશે.
(3) સાંઘાના દુખાવા માટે : સાંધાનો દુખાવો વાત નો પ્રકોપ અને યુરિક એસિડનું વઘી જવું જેને ગઠિયા પણ કહેવાય છે. આ બંને માં કાળા મરી ના 2 દાણા ખાવાથી ફાયદો થાય છે.જો શરીરમાં કોઈ પણ દુખાવો હોય તો ત્યાં વાત દોષ હોય જ છે. માટે આના દાણા ખાવાથી વાયુના રોગને ઓછો કરી દે છે. યુરિક એસિડના વધવાના કારણે થતા ગાંઠિયા ના દુખાવામાં પણ ઘણી રાહત થાય છે.
(4) વાયરલ તાવ : પિપરિન નામનું તત્વ કાળા મરીમાં રહેલ છે. જે કીટાણુઓનો નાશ કરે છે. તાવ, વાયરલ તાવ, મેલેરિયા માં ઘણો આરામ આપે છે. વાયરલ તાવમાં રહેલ કીટાણુઓનો નાશ કરવા કાળા મરીના દાણા ખુબ જ ઉપયોગી છે.
તુલસીના 4-5 પાન અને કાળા મરિના 2 દાણા લઈને પીસીને સેવન કરવામાં આવે તો વાયરલ બીમારીને દૂર કરે છે. એનો ઉપયોગ દરરોજ કરવામાં આવે તો ગેસ, કબજિયાત, એસીડીટી, જેવી પેસ્ટની સમસ્યામાં ઘણી રાહત મળે છે.
(5) વાળ માટે : જો તમને વારે ઘડીયે તાવ આવતો હોય તો વધુ પ્રમાણમાં વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. માટે તમે પણ દરરોજ કાળા મરીનું સેવન કરવું જોઈએ. જેથી વાળ ખરવાની સમસ્યા થી બચી શકાય.
ખાસ નોંઘ : ઘણા લોકોને સવારે ખાલી પેટ કાળા મરી નું સેવન માફક નથી આવતું. જેમને પેટમાં અલ્સર ની સમસ્યા હોય, વઘારે પિત્ત વાળી તાસીર હોય તેવા લોકોને ડોક્ટરની સલાહ લીઘા બાદ કાળા મરી નું સેવન કરવું.
બહુ ઓછા કેસ હોય છે જેમને કાળા મરીનું સેવન કરે તો બલ્ડપ્રેશર વધવાની સમસ્યા થાય. જો તમને પણ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લઈને જ તમારે સેવન કરવું જોઈએ.