આ આર્ટિકલમાં તમને જણાવીશું કેટલાક રોગો વિષે જે રોગો પકડમાં આવતા નથી. આ રોગો પાછળ ગમે એટલી તમે દવાઓ કરો, લાખો રૂપિયાનો ખર્ચ કરો તો પણ તે મટવાનું નામ લેતા નથી. આવા સમયે આપણા દેશની પ્રયોગો, ઘરઘથ્થુ ઉપચારો જ કામમાં આવે છે.
તો આજે અમે તમને કાળી દ્રાક્ષ ની વિષે જણાવીશું. અહીં આપણે સુકી કાળી દ્રાક્ષ ના પ્રયોગ વિશે વાત કરીશું જે પ્રયોગ અનેક હઠીલા રોગોને મટાડે છે. આ પ્રયોગ માટે સાંજે સ્વચ્છ પાણીમાં 10 થી 12 દાણા કાળી દ્રાક્ષ ના લેવાના છે. ત્યારબાદ એ કાળી દ્રાક્ષના દાણાને સાફ કરી નાખવાના છે એટલે કે તેના ઉપર ધૂળ હોય તો સાફ કરી નાખવાની છે.
ત્યારબાદ તેને આખી રાત પાણીમાં પલાળી રાખવાના છે. આખી રાત દાણા પાણીમાં રહેવાથી સવારે ફૂલી ગયા હશે. તે દાણાને હળવા હાથેથી ચોળી નાખવાના છે અને ગરણી મદદથી તે પાણીને ગાળી લેવાનું છે. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે ધાણા નો પાઉડર ઉમેરી દેવાનો છે. ત્યારબાદ આ પાણી સવારે નરણા કાંઠે તમારે પીવાનું છે.
કાળી દ્રાક્ષ ના પાણીમાં ફાયદા: લિવરને સ્વસ્થ રાખવા માટે કાળી દ્રાક્ષનું પાણી ખૂબ અસરકારક હોય છે. આ પાણી પીવાથી લિવરની કાર્ય ક્ષમતા વધે છે અને લીવરથી જોડાયેલા રોગ દૂર થાય છે. એટલા માટે જે લોકોનું લીવર કામ કરવામાં સક્ષમ હોતું નથી, તે લોકો દ્રાક્ષના પાણીનું સેવન કરવું જોઈએ.
કાળી દ્રાક્ષનું પાણી લોહીને શુદ્ધ કરવામાં પણ મદદગાર માનવામાં આવે છે. તેને પીવાથી શરીરથી ગંદકી બહાર નીકળે છે, અને ચામડીના અનેક રોગો દુર થાય છે. આ ઉપરાંત તે લોહીને શુધ્દ કરે છે જેથી ખીલની સમસ્યા નથી થતી અને ત્વચા પર ખીલ નીકળતા બંધ થઈ જાય છે.
કાળી દ્રાક્ષમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે તેનું પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિક પદાર્થો સરળતાથી બહાર નીકળી જાય છે જેથી કીડની સ્વસ્થ રહે છે.
કાળી દ્રાક્ષનું પાણી આંખોની રોશનીને તેજસ્વી બનાવી રાખવા માટે ફાયદાકારક છે. રોજ દ્રાક્ષનું પાણી પીવાથી આંખની રોશની તેજસ્વી બની રહે છે અને જેને આંખના નંબર વધું હોય છે તે પણ ઘટી જાય છે.
દ્રાક્ષમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે જેથી તેના પાણીના સેવનથી હાડકા મજબુત થાય છે. હાડકાં નબળા પડવા પર પણ દ્રાક્ષનું પાણી પીવું ફાયદાકારક છે. દ્રાક્ષનું પાણી પીવાથી હાડકાંને મજબૂતી મળે છે અને દાંત પણ તંદુરસ્ત બની રહે છે આ સાથે તમને હાડકાની સમસ્યા થતી નથી.
આ પાણી નરણા કોઠે પીવાથી તમને અનેક રોગો પાણીના વેગથી મટવાના શરુ થઇ જાય છે. આ રોગો જેવા કે અમ્લપિત્ત એટલે કે એસિડિટી. એસિડિટી રોગ ની ટૂંકી એક લીટી માં વાત કરીએ તો બળતરા અને વિકૃત પિત્ત. વિકૃત પિત્તને મળ દ્વારા બહાર કાઢવા અને શાંત કરવા કાળી દ્રાક્ષનું પાણી તમને એસિડિટી થી મટાડશે અને જો તમને કોઈપણ જાતની બળતરા થતી હોય તો તે પણ શાંત કરે છે.
આ ઉપરાંત તજા ગરમી, પગના તળિયા બળવા આ વગેરેને આ પાણી શાંત કરી દે છે. કાળી દ્રાક્ષમાંથી અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે જાતીય નબળાઈ પણ દૂર થઈ જશે અને સાથે સાથે ઉનવા નામના રોગ અને પેશાબમાં વારંવાર બળતરા થતી હોય તો તેમાં પણ રાહત આપે છે.