કલોજી ના ફાયદા: આ નાના દેખાતા દાણા નું સેવન કરવા થી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. આ નાના દેખાતા દાણાને કલોંજી તરીકે ઓળખવામાં આવે છે. કલોંજી ને ઇંગ્લિશમાં ઓનિયન સીડસના નામથી ઓળખવામાં આવે છે. જેના કારણે કલોજી ડુંગળીના બીજ છે એવી ગેરસમજ ઊભી થાય છે.

હકીકતમાં કલોંજી દાણા અને ડુંગળી ના બીજ બંને અલગ છે. કલોંજીના દાણા ડુંગળીના બીજ કરતા નાના અને અણીવાળા વાળા હોય છે. જ્યારે ડુંગળીના બીજ કલોંજીના બીજ કરતા સહેજ મોટા, ગોળ અને ચપટા હોય છે. કલોંજીના બીજ સ્વાદમાં કડવા અને થોડા તીખાસ વાળા હોય છે.

જયારે ડુંગળી ના બીજ દાંત વચ્ચે દબાવતા શરૂઆતમાં સ્વાદ વગરના અને પાછળથી ડુંગળી જેવો સ્વાદ અને સુગંધ આવે છે. કલોંજી અગણિત ઔષધીય ગુણો ધરાવે છે. કલોંજી દાણા નો ઉપયોગ કરવાની જુદી જુદી રીતે અને કેટલા પ્રમાણમાં તેનું સેવન કરવું એ જાણીશુ.

કલોંજીના આખા બીજ ચાવીને, પાઉડર બનાવીને તેમજ કલોંજી નુ તેલ ઔષધીય પ્રયોગ માં વપરાય છે. કલોંજીનું તેલ અડધી ચમચી અને આખા કલોંજીનાં બીજ વધુમાં વધુ એક દિવસમાં એક ચમચી લઈ શકાય. હવે તેના ઉપયોગથી કઈ તકલીફ દૂર થાય છે તે જોઈએ.

પા ચમચી કલોંજી નુ તેલ અથવા અડધી ચમચી કલોંજીનો પાઉડર ગરમ પાણી સાથે સવારે નરણાં કોઠે લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. કલોંજી નો પાઉડર અડધી ચમચી, અડધી ચમચી મધ સાથે લેવાથી હાઈ બી.પી.ની તકલીફમાં રાહત મળે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે.

વજન ઘટાડવા માટે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ અને અડધી ચમચી કલોંજીનો પાઉડર મિક્ષ કરીને પીવું અથવા કલોંજીના બીજમાં લીંબુનો રસ મિક્સ કરી તડકે સૂકવી દેવા. અડધી ચમચી આ બીજ બપોરે અને સાંજે જમ્યા પછી ખાવવાથી ચરબી ઓછી થાય છે અને વજનમાં ધટાડો થાય છે.

કલોંજી નુ તેલ દહીં સાથે મિક્સ કરી દાંત ઉપર ઘસવાથી એક અઠવાડિયામાં જ પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે, અને દાંતનો દુઃખાવો મટે છે.

કલોંજી નુ તેલ અને તેનાથી બે ગણો કોપરેલ તેલ કે એરંડીયું તેલ જો આમાંથી જે અનુકૂળ હોય તે એક તેલ મિક્સ કરી વાળના મૂળમાં લગાવી માલિશ કરવું. અઠવાડિયે એક વખત આ રીતે માલિશ કરવાથી વાળની લગભગ તમામ સમસ્યા જેમ કે ખોડો, કોદરી, માથામાં ખંજવાળ વગેરે દૂર થાય છે અને વાળ ખરતા અટકે છે અને વાળ ની લંબાઈ વધે છે.

કલોંજી નાખીને ગરમ કરેલું સરસવનું તેલ લગાડવાથી સાંધામાં સોજો અને દુખાવો મટે છે. જેમ ને ગેસ કે અપચા ની તકલીફ છે તેમને તલના મુખવાસમાં થોડીક કલોંજી મિક્સ કરી મુખવાસ બનાવી લેવો. આ મુખવાસ ખાવાથી પાચનને લગતી લગભગ તમામ સમસ્યા દૂર થાય છે.

જેમને શ્વાસ કે કફ ની સમસ્યા છે તેને કલોંજી નુ તેલ મધ સાથે અથવા ગરમ પાણી સાથે લેવું. કલોંજીના તેલ સાથે લીંબુનો રસ મિક્સ કરી ખીલ પર લગાવવાથી ખીલ અને ખીલના ડાઘ દૂર થાય છે. ત્વચા પણ સ્વચ્છ રહે છે.

કલોંજી ગરમ છે. પ્રકૃતિવાળા લોકોએ ઉનાળામાં તેનું સેવન ન કરવું જોઈએ . કલોંજીનું તેલ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તેથી બીજા તેલ સાથે મિક્ષ કરીને જ વાળ ત્વચા પર લગાવવું. કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો.

નોંધ: અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની મુલાકાત જરૂરથી લો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *