કાન સૌથી મહત્વનું કામ કરે છે, જે આપણે કોઈ પણ કઈ કહે છે તેને સાંભરવા માટે ખુબ જ ઉપયોગી છે, આ માટે કાનને સ્વસ્થ અને સુરક્ષિત રાખવું ખુબ જ જરૂરી છે, ઘણા લોકો કાનમાં મેલ ભરાઈ જાય ત્યારે ઘણી એવી વસ્તુનો ઉપયોગ કરીને કાનનો મેલ સાફ કરતા હોય છે.
જેના કારણે ઘણી વખત કાનના પરદા ફાટવાની શક્યતાઓ રહેતી હોય છે, ઘણી વખત આપણે કયાંક બહાર જઈએ છીએ ત્યારે પવન કાનમાં જતો હોય છે. જેના કારણે ઘણી વખત કાનમાં દુખાવો થતો હોય છે.
કાનમાં વાયુ જવાના કારણે કાનમાં દુખાવો, બહેરાશ થવી, જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. આ માટે કાનમાં થતા વાયુના રોગને દૂર કરવા માટે આયુર્વેદિક ઘરેલુ ઉપાય ખુબ જ કારગર સાબિત થઈ શેક છે, આ માટે અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું જે કાનમા થતા વાયુના પ્રકોપને દૂર કરશે.
કાનના દુખાવાને દૂર કરવાનો ઘરેલુ ઉપાય: કાનના દુખાવાને દૂર કરવા માટે આપણે કે તેલ બનાવવાનું છે, જે તેલનો ઉપયોગ કરતાની સાથે જ દુખાવો દૂર થઈ જશે. આ અંતે હિંગ, સુંઠ, અને કોથમીર અને સરસવનું તેલનો ઉપયોગ કરવાનો છે,
તેલ બનાવવાની રીત: આ માટે સૌથી પહેલા 5 ગ્રામ હિંગ લો, 5 ગ્રામ સુંઠ અને 5 ગ્રામ કોથમીર લેવાની છે. ત્યાર પછી બધી વસ્તુને એક મિક્સર જારમાં મિક્સ કરીને પીસી લો, હવે તેમાં 65 મિલી સરસવનું તેલ મિક્સ કરવાનું છે.
હવે એક પેનમાં 100 મિલી ગ્રામ સરસવનું તેલ અને 100 ગ્રામ પાણી નાખીને બનાવેલ પેસ્ટને મિક્સ કરી લો, હવે તેને બરાબર ઉકાળીને પાણી બરીના જાય ત્યાર સુધી ઉકાળો હવે તેલ તૈયાર થઈ ગયું છે. હેવ આ તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળીને એક બાઉલમાં નીકાળી લો,
હવે આ તેલનો ઉપયોગ કાનમાં થતા દુખાવામાં કરી શકાય છે, માટે બે ટીપા કાનમાં નાખીને 10 મિનિટ રહેવા દેવાથી કાનમાં થતા દુખાવા દૂર થઈ જશે અને કાનમાં ભરાયેલ મેલ પણ છૂટો થઈ જશે. આ તેલ કાનના દુખાવા માટે ખુબ જ અસરકારક સાબિત થશે.
કાનમાં વાયુ ભરવાના કારણે કાનમાં દુખાવા થતા હોય છે આ માટે કયાંક બહાર નીકળીએ ત્યારે કાનમાં રૂ ભરાવીને નીકળવું અથવા તો કાનની પેટ્ટી ભરાવીને બહાર નીકળવું જોઈએ, આ ઉપરાંત મોં પર રૂમાલ બધી રાખ્વાથી પણ કાનમાં પવન જશે નહીં અને કાનના દુખાવામાંથી છુટકાળો મેળવી શકાય છે.