આજે અમે તમને કાનનો મેલ દૂર કઈ રીતે કરવો તેના વિષે વાત કરવાના છીએ. કાન આપણા શરીરનું સેન્સેટિવ અંગ છે. ઘણી વખત કાનમાં વઘારે પડતો મેલ હોવાથી સેપ્ટીપીન, દિવાસડીની સડી કે કોઈ અન્ય અણીવાળી વસ્તુનો ઉપયોગ કરી મેલને નીકાળતા હોઈએ છીએ.
પરંતુ આ બઘી વસ્તુનો ઉપયોગ કરવો ખુબ જ ડેન્જર અને ખતરનાક સાબિત થઈ શકે છે. કારણે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાથી અણીવાળો ભાગ પડદાને અડી જાય તો તે ફાટી જવાની શક્યતા ખુબ જ વધુ રહેતી હોય છે.
કાનનો પડદો ફાટી જવાથી ઓછું સંભારવું, એકદમ સંભારવાનું બધી થઈ જવું જેવી સમસ્યા થઈ શકે છે, કાન નો પડદો ખુબ જ કોમળ અને નાજુક હોય છે જેની કાળજી લેવી ખુબ જ જરૂરી છે. આ માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી કાનમાં ભરાયેલ બઘો જ મેલ દૂર થઈ જશે અને અણીવાળી વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર પણ નહીં પડે.
આપણા કાનમાં કુદરતે એક પ્રવાહી પદાર્થ મૂકેલું છે, જેનાથી બહારના બેક્ટેરિયા, ધૂળ, માટી, કાનની અંદર જતા નથી અને તે પ્રવાહી સાથે ચોંટી જાય છે. જે વઘારે ભેગો થઈ ને મેલ બને છે, વઘારે પ્રમાણમાં મેલ ભરાઈ રહેતો બહેરાશ આવે, ઈન્ફેક્શન લાગે તો કાનમાં પરુ થવાની શક્યતા રહે છે.
આ વસ્તુના બે ટીપા નાખશો તો કાનનો બઘો જ મેલ બહાર આવી જશે. આ માટે સરસવનું તેલ લેવાનું છે, તે તેલને થોડું ગરમ કરી લેવાનું છે અને ઠંડુ થાય ત્યારે તેને રાતે સુતા પહેલા એક કાનમાં બે ટીપા નાખીને 10 મિનિટ રહેવા દીઘા પછી કાનમાં રૂ ભરાવી દેવાનું છે.
તેવી જ રીતે બીજા કાનમાં બે ટીપા નાખી 10 મિનિટ રહેવા દો અને પછી તેમાં પણ રૂ નાખી દો. પછી સુઈ જાઓ. સવારે ઉઠીને કાનમાંથી રૂ નીકાળીને રૂ વાળી તૈયાર સ્ટિક ની મદદથી કાળજીપૂર્વક કાનમાં નાખી ફેરવો, આવી રીતે કરશો તો કાનમાં રહેલ બઘો જ મેલ સરસવના તેલથી મેલ ફૂલી ગયો હશે તે રૂ માં ચોંટીને બહાર આવી જશે.
આવી રીતે કરશો તો કાન એકદમ કાચ જેવા ચોખ્ખા થઈ જશે. બે થી ત્રણ મહિનામાં એક વખત આ ઉપાય કરવાથી કાન એકદમ ચોખ્ખા રહેશે અને સાંભરવામાં તકલીફ નહીં થાય. જો તમે પણ કાનમાં ભરાઈ ગયેલ મેલને નીકળવા માટે અણીવાળી વસ્તુનો ઉપયોગ કરો છો તો આજથી જ બંધ કરી દેજો જેથી કાનના પડદા ફાટવાની સમસ્યાથી બચી શકશો.
તમને કાનને લગતી અન્ય કોઈ સમસ્યા હોય કે કાનમાં મેલ નીકાળવો હોય તો કાનના ડોક્ટરની સલાહ લઈ ડોક્ટર પાસે જઈને પણ નીકાળી શકો છો.