આ લેખમાં તમને કંટોલા ખાવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.ચોમાસાની સીઝન શરુ થઇ ગઈ છે અને બજારમાં લારીઓ પર કંટોલા જોવા મળી રહ્યા છે. તમે દરરોજ સવારે, સાંજે અને બપોરના ભોજનમાં શાકભાજી ખાઓ છો, પરંતુ તમે ભાગ્યે જ તેના ફાયદાઓ પર ધ્યાન આપ્યું હશે.

આવી સ્થિતિમાં, આજે અમે તમને કંટોલા શાકભાજીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કરવાથી તમને ન માત્ર શારીરિક લાભ મળશે, પરંતુ તે તમને ઘણી ગંભીર બીમારીઓથી મુક્તિ અપાવવામાં પણ રામબાણ સાબિત થાય છે.

કંટોલા સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે કંટોલાનું શાક ઘણા નામોથી ઓળખાય છે. તેને અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામથી બોલાવવામાં આવે છે. કંટોલા એક એવી શાકભાજી છે જેને આયુર્વેદમાં ઔષધીય માનવામાં આવે છે અને ઔષધીય રીતે તેનું સેવન કરવામાં આવે છે.

તેનું નિયમિત સેવન કરવાથી તમે ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. કંટોલાથી કેન્સરની શક્યતા પણ ઓછી થાય છે. તો ચાલો જાણીએ કંટોલાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે.

પાચનતંત્રને સ્વસ્થ રાખે: કંટોલા રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. તે ગેસ, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં અસરકારક છે. આવી સ્થિતિમાં, જો તમે તેનું શાક ખાવા નથી માંગતા, તો તમે અથાણું બનાવીને તેનું નિયમિત સેવન કરી શકો છો. તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં તેનો ઉપયોગ દવા તરીકે થાય છે. તે યોગ્ય પાચન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હરસ અને મસા: ખાસ કરીને જે લોકોને મસાલેદાર અને તીખું ખાવાની આદત હોય છે તેવા લોકો હરસ અને મસા ની બીમારી પરેશાન રહેતા હોય છે. કંટોલાના મુળિયા ને શેકીને તેને પીસીને તેમાંથી 500 મિગ્રા ની માત્રામાં સેવન કરવાથી હરસ મસા માં રાહત મળે છે.

પથરી: કંટોલા પથરીમાં ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. કંટોલામાં ઔષધીય ગુણો રહેલા છે જે પથરીને નીકળવામાં ખુબ જ અસર કરે છે. પથરીને દૂર કરવા માટે 500 મિગ્રા કંટોલા ના મુળિયા ના ચૂર્ણ ને દસ દિવસ સુધી દૂધ સાથે સેવન કરવાથી અચૂક ફાયદો થાય છે.

ડાયાબિટીસ : આપણી અસંતુલિત જીવનશૈલીને કારણે અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગની વ્યક્તિઓ ડાયાબીટીશ ની સમસ્યાથી પીડિત છે. કંટોલા નો ઉપયોગ કરવાથી શુગર કન્ટ્રોલ માં રાખી શકાય છે. કંટોલાના મુળિયા ના ચૂર્ણ નું નિયમિત સેવન કરવાથી દાંતાબિટીસમાં ચોક્કસ ફાયદો મળે છે.

વજન ઘટાડવા: કંટોલાનું સેવન વજન ઘટાડવાનો એક અસરકારક ઉપાય છે. કંટોલા પ્રોટીન, આયર્ન, મિનરલ્સથી ભરપૂર હોય છે અને તેમાં થોડી માત્રામાં કેલરી જોવા મળે છે. જે તમારા શરીરને ઉર્જાવાન રાખે છે અને તમારું વજન ઝડપથી ઘટાડે છે.

કિડની સ્ટોનથી છુટકારો મેળવવા: કંટોલા કિડનીની પથરીથી છુટકારો મેળવવામાં મદદરૂપ છે. જો તમે કિડનીની પથરીની સમસ્યાથી પરેશાન છો તો કંટોલાનું નિયમિત સેવન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તેના માટે તમારે 10 ગ્રામ કંટોલા પાવડરને પાણી અથવા દૂધમાં ભેળવીને તેનું નિયમિત સેવન કરો. તેનાથી તમે જલ્દી જ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

જો તમે કંટોલાનું સેવન કરો છો તો અહીંયા જણાવેલી બધી જ સમસ્યાઓથી છુટકાળો મેળવી શકો છો. માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રોને મોકલો અને આવીજ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *