તમને જણાવી દઉં કે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી નું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણકે તેમાં ખુબ જ સારી માત્રામાં પોષક તત્વો મળી આવે છે, આ માટે લીલા શાકભાજીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
લીલાશાક્ભાજીમાં આજે કારેલા વિષે જણાવીશું, શરીર માટે કારેલા સૌથી ઉત્તમ શાકભાજી માનવામાં આવે છે. તે ખાવામાં કડવા હોય ચ્ચે પરંતુ તેમાં ઘણા બધા ગુણ મળી આવે છે, આ માટે કહેવામાં આવે છે કે કડવી વસ્તુ ખાવાથી શરીરના બધા જ રોગોનો નાશ કરી શકાય છે.
તે માટે કારેલા સૌથી બેસ્ટ છે. કારેલા કડવા હોવાના કારણે મોટાભાગના લોકોને તેનું સેવન કરવું ગમતું હોતું નથી, પરંતુ તમને જણાવી દઉં કે મોટામાં મોટી ગંભીર અને ખતરનાક બીમારીઓ ને જડમુળ માંથી દૂર કરવામાં મદદ કરે છે.
કડવા કારેલામાં વિટામિન- એ, વિટામીન-બી, વિટામિન-સી, વિટામિન-ઈ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, બીટા કેરોટીન, જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય ને હેલ્ધી અને તંદુરસ્ત રાખવા માટે ફાયદાકારક છે. આજે અમે તમને કારેલા ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
કારેલા ખાવા ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. કારણકે તેમાં મળી આવતા ગુણો લોહીમાં રહેલ સુગર ની માત્રાને ઓછી કરવામાં મદદ કરે છે જેના કારણે ડાયબિટીસ નિયત્રંણમાં રહે છે. માટે ડાયબિટીસ જેવા ગંભીર રોગ માં કારેલા ખુબ જ ગુણકારી સાબિત થાય છે.
આજના સમયમાં મોટાભાગના લોકો વજન ઓછું કરવા માટે ખુબ જ મહેનત કરતા હોય છે પરંતુ જો વ્યક્તિ વજન અને વધી ગયેલ પેટની ચરબીને ઓછી કરવા માટે નિયમિત કારેલાનું જ્યુસ બનાવીને પીવે તો વધી ગયેલ ચરબીને ઓગાળી વજન ને ઓછું કરવામાં મદદ કરે છે. માટે મોટાપાથી પીડિત દર્દી માટે કારેલાનો જ્યુસ ઉત્તમ છે.
કેન્સર જેવા જીવલેણ રોગમાં પણ કારેલા ખુબ જ ફાયદાકારક છે. કારેલામાં એવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે કેન્સર ના વધતા કોષોને અટકાવી કેન્સર ને ઘીરે ઘીરે મૂળમાંથી ખતમ કરવામાં મદદ કરે છે, આ માટે કારેલાનું જ્યુસ બનાવીને પીવાથી કેન્સર નું જોખમ ઓછું થાય છે.
આજે ઘણા લોકો કોલેસ્ટ્રોલમાં વધી જવાના કારણે ખુબ જ પરેશાન રહેતા હોય છે, પરંતુ જો કારેલાના જ્યુસનું નિયમિત પણે સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને હૃદય સંબધિત થતી બીમારીઓના જોખમ ને ઘટાડે છે.
તેમાં સારી માત્રામાં વિટામીન-એ અને બીટા કેરોટીન મળી આવે છે જે આંખો માટે ખુબ જ જરૂરી તત્વ છે, જે આંખોને સ્વસ્થ બનાવી રાખે છે, માટે તેનું જ્યુસ બનાવીને પીવાથી આંખોની કમજોરી, આંખોના નંબર દૂર થાય છે અને આંખોની રોશની વઘારે છે.
કારેલા ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર છે જેને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી શરીરમાં ઘણા બધા રોગો દૂર થાય છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને અનેક રોગોથી બચાવી રાખે છે.
કારેલાનો જયસુ પીવાથી લોહીમાં રહેલા અશુદ્ધિઓ દૂર થાય છે અને ત્વચા સંબધિત અનેક સમસ્યા દૂર થાય છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવી રાખે છે આ સાથે વૃદ્ધાવસ્થાના ચિન્હો અટકાવી જુવાન બનાવી રાખે છે.