શરીરના સ્વાસ્થ્ય માટે કડવી વસ્તુ ખાવી ખુબ જ જરૂરી છે, કારણે જયારે કડવી વસ્તુ ખાવામાં આવે છે ત્યારે શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયા અને કીટાણુઓ ઓ નાશ થાય છે, જેથી શરીરમાં કોઈ પણ રોગ થવાનું જોખમ ઘટી જાય છે.
કડવી વસ્તુમાં કારેલું ખુબ જ ફાયદાકારક છે, કારેલું કડવું શાકભાજી માનું એક છે. કારેલું ખાવામાં જેટલું ગુણકારી છે તેટલું જ ગુણકારી તેના બીજ છે. કારેલાના બીજમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જેમકે વિટામિન-સી, વિટામીન-એ, ફાયબર, આયર્ન જેવા મહત્વ પૂર્ણ ખનીજ તત્વોનો સ્ત્રોત મળી આવે છે.
ઘણા એવા લોકો હોય છે જેમને કારેલા ખાવાતો દૂર જોવા પણ ગમતા નથી હોતા, પરંતુ આ એક શક્તિ શાળી શાકભાજી માંથી એક છે જેને ખાવાથી શરીરના મોટામાં મોટા ગંભીર રોગો પણ દૂર થઈ જાય છે.
ઘણા લોકો કારેલાનું શાક બનાવતા હોય છે ત્યારે તેમાંથી નીકળતા બીજ બહાર નીકાળી કચરામાં નાખી દેતા હોય છે, પરંતુ તે બીજને કચરામાં ફેંક્યા કરતા તેને સૂકવીને પાવડર બનાવી ખાવાથી શરીરને ઘણા બઘા ફાયદાઓ થાય છે.
ઘણા એવા લોકો પણ હોય છે જે કારેલા જોઈને તેમને ખાવાનું મન થઈ જતું હો છે, તમને જણાવી દઉં કે કારેલા ના બીજનો પાવડર બનાવી તેને ફાકી જે ઉપરથી હૂંફાળું પીવામાં આવે તો ઘણા રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. તો ચાલો કારેલાના બીજનો પાવડર બનાવી ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા વિષે જણાવીશું.
લોહીને શુદ્ધ કરે: લોહીને શુદ્ધ કરવા માટે કારેલાના બીજનું ચૂરણ ખુબ જ ફાયદાકારક છે, રોજે સવારે અડઘી ચમચી ચૂર્ણ ફાકીને ઉપરથી હૂંફાળું પાણી પીવાથી લોહીમાં રહેલ અશુદ્ધિઓ દૂર થાય છે અને લોહીને શુદ્ધ કરે છે. લોહી શુદ્ધ થવાના કારણે ચામડીના રોગો કે વૃદ્ધાવસ્થાના ચિન્હો આવતા અટકાવે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરે: આજના સમયમાં નાની ઉંમરે જ ઘણા લોકો ડાયબિટીસ રોગોથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસ રોગ સૌથી ખતરનાક માનવામાં આવે છે. જે રોગને નિયત્રંણમાં રાખવા માટે કારેલાના બીજ નું ચૂરણ સૌથી અસરકારક માનવામાં આવે છે, જે ડાયબિટીસ ને કંટ્રોલમાં રાખે છે.
હૃદયને સ્વસ્થ રાખે: શરીરનું સૌથી મહત્વનું અંગ હૃદય છે. હૃદય સ્વસ્થ ના રહેતો હાર્ટ અટેક પણ આવી શકે છે. આ માટે આ બીજનું ચૂરણ ખાવાથી શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા દુર થાય છે અને હૃદયને સ્વસ્થ બનાવી રાખે છે.
શરીરમાં થતી અનેક પ્રકારની વાયરલ ઈન્ફેક્શનને લગતી બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. આ ચૂરણને નિયમિત પાને ખાવામાં આવે તો પેટના દરેક રોગો પણ દૂર થાય છે અને ખરાબ ખાન પાનના કારણે શરીરમાં વઘતી ચરબી અટકાવી વજનને ઓછું કરવામાં મદદ કરે છે.
કેન્સર પીડિત દર્દી માટે પણ આ બીજનું સેવન કરવાથી તેના વઘતા કોષોને અટકાવી કેન્સર ને મટાડવામાં મદદ કરે છે. જો તમે પણ કારેલાનું શાક બનાવો છો તો તેમાંથી નીકળતા બીજને કાઢ્યા વગર જ શાક બનાવવું જોઈએ, તે શાક થોડું કડવું લાગશે પરંતુ તે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
