તમે પણ તમારા ચેહેરા પર કરચલીઓ દૂર કરી ઘડપણને રોકવા માંગો છો અને લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવા માંગો છો તો આ 3 વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરો.આજના સમયમાં બધા લોકો બીજા કરતા વધુ સુંદર દેખાય તેવું ઇચ્છતા હોય છે અને આ માટે તેઓ ઘણા બધા પ્રયત્નો પણ કરતા હોય છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પુરુષો કરતા સ્ત્રીઓ ઇચ્છતી હોય છે કે તેઓ હંમેશા માટે યુવાન અને સુંદર દેખાય પરંતુ ઉમર સાથે તમારી સુંદરતા અને ચહેરો બદલાઈ જતો હોય છે.
યુવાની પછી વૃદ્ધ થવું એ એક કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને કોઈ રોકી શકતું નથી. પરંતુ એવું કહેવામાં આવે છે કે સુંદરતા અંદરથી આવે છે એટલે કે ખાવાની અસર તમારા સ્વાસ્થ્યની સાથે-સાથે તમારા ચહેરા પર પણ જોવા મળે છે. તેથી તમારા આહારમાં શરીરને જરૂરી પોષક તત્વોનો સમાવેશ કરવો ખુબ જ જરૂરી છે.
તો આજે અમે તમને જણાવીશું એવા ત્રણ સુપરફૂડ વિષે જે ફૂડનો આહારમાં સમાવેશ કરીને તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાઈ શકો છો. અહીંયા જણાવેલ ફૂડ તમારી ત્વચા સાથે તમારા વાળ અને સ્વાસ્થ્યને માટે પણ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ આ સુપરફૂડ વિષે.
લીંબુ : લીંબુને વિટામિન સી નો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે જે ત્વચા માટે પણ ખુજ સારું માનવામાં આવે છે. લીંબુ નો ઉપયોગ તમે ઘણી બધી રીતે કરી શકો છો પરંતુ જો સવારમાં એક લીંબુનો રસ પાણીમાં નાખીને અથવા તો અંકુરિત કઠોળમાં અડધા લીંબુનો રસ નાખીને લો છો તો તમે લાંબા સમય સુધી એકદમ યુવાન અને ફિટ રહી શકો છો.
લીંબુનો ઉપયોગ દરરોજ કરવાથી ચહેરાના દાગ ધબ્બા પણ દૂર કરી શકાય છે આ ઉપરાંત પાછળના ઘણા સમયથી ચહેરાની સુંદરતા અને સ્વાસ્થ્ય માટે લીંબુ પાણીને ખુબજ અસરકારક માનવામાં આવ્યું છે કારણકે સવારે ખાલી પેટ લીંબુને પાણી સાથે લેવાથી તે શરીરને ડિટોક્સ કરે છે અને ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને ત્વચા જુવાન દેખાય છે.
અખરોટ : અખરોટને ડ્રાયફ્રૂઇટનો રાજા કહેવામાં આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3 હોય છે આ સાથે તે ઘણા બધા પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે તેથી તેને ત્વચા માટે સુપરફૂડ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાથી, શરીર માટે જરૂરી ઓમેગા-3 પ્રદાન કરે છે જે તમારી ત્વચા માટે શ્રેષ્ઠ ઓમેગા-3 હોય છે.
અખરોટ માં ત્વચાની બળતરા ઘટાડવાનો ગન હોય છે આ સાથે તેમાં ત્વચાને સુંદર બનાવવાના પણ ગુણો રહેલા હોય છે જે તમારી ત્વચાને પોષણ આપે છે અને મોઇશ્ચરાઇઝ કરે છે. આ ઉપરાંત તે ખીલને થતા અટકાવે છે.
સુંદર અને યુવાન દેખાવવા માટે દરરોજ એક અખરોટ ખાઈ શકો છો. દરરોજ એક અખરોટ ખાવાથી સૂર્યના હાનિકારક કિરણોથી તમારી ત્વચાને બચાવે છે અને તેમાં રહેલા ઓમેગા-6 ફેટી એસિડ્સ, ઝિંક અને વિટામિન્સનો આહારમાં સમાવેશ કરવાથી ત્વચાની સાથે વાળ પણ મુલાયમ અને ચમકદાર દેખાય છે.
શક્કરિયા : શિવરાત્રીના દિવસે બધા લોકોના ઘરે શક્કરિયા જોવા મળતા હોય છે. શક્કરિયા આખું વર્ષ બજારમાં મળી રહેતા નથી. પરંતુ તમારે શક્કરિયાની સીઝનમાં વધુ માત્રામાં તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ કારણકે તે લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહેવા માટે મદદ કરે છે. શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે જે વાળ અને ત્વચાને પોષણ આપે છે.
શક્કરિયામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તમને જણાવીએ કે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સ આપણને વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે પરંતુ જો આપણે શક્કરીયાનું સેવન કરીએ તો તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વૃદ્ધાવસ્થાને રોકવામાં મદદ કરે છે.
શક્કરિયા વિટામિન સીથી ભરપૂર હોય છે જે તમારા ચહેરા પર કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ત્રણ વર્ષ સુધી દરરોજ ચાર મિલિગ્રામ જેટલું શક્કરિયાનું સેવન કરે છે એટલે કે આશરે અડધું નાનું શક્કરિયું ખાય છે તેવા લોકોની કરચલીઓ અગિયાર ટકા ઓછી થઈ જાય છે.