આજે અમે તમને કેળાં ખાવાના ફાયદા વિશે જણાવીશું. આમ જોવા જઈએ તો કેળાં દરેક સીઝનમાં મળી આવે છે. માટે તેને ગમે ત્યારે ખાઈ શકાય છે. તે ખવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે જે આપણા શરીરમાં ઉર્જાનો વઘારો કરે છે.
આ એક એવું ફળ છે જે નું સેવન કરવાથી તમને લાંબા સમય સુઘી તેની અસર જોવા મળે છે. કેળાંને એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે તેનું સેવન કરવાથી 50-55 વર્ષ ની ઉંમર પછી તેનો ફાયદો જોવા મળશે. 55 વર્ષની ઉંમર પછી પણ હાડકાને મજબૂત બનાવી રાખવા માટે કેળાંને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
જો તેનું નિયમિત પણે સેવન કરવામાં આવે તો આપણા શરીરનો વિકાસ તો થાય જ છે તે ઉપરાંત આપણા હાડકાને પણ અંદરથી મજબૂત બનાવી રાખે છે. માટે તેનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. કેળામાં ઘણા બધા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે.
જેમ કે, કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, પ્રોટીન, ફાયબર, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વોનો સ્ત્રોત મળી આવે છે. જે શરીરને ખુબ જ મજબૂત બનાવી રાખે છે. કેળાં નું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા બઘા ફાયદા થાય છે. હવે કેળાં ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
કેળામાં ભરપૂર કેલ્શિયમની માત્રા મળી આવે છે. ઉંમર વધવાથી થતા સાંઘાના દુખાવા ના થવા દેવા હોય તો રોજ કેળાં ને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી હાડકાને પૂરતું કેલ્શિયમ મળી રહે છે. જેથી હાડકા મજબૂત રહેશે. જો હાડકાને પૂરતું કેલ્શિયમ મળી રહે તો સાંઘાના દુખાવા વૃદ્ધા વસ્થામાં પણ થશે નહીં.
આમ જોવા જઈએ તો હાલના સમયમાં વાયરલ બીમારીઓ ખુબ જ વધી ગઈ છે. તેવા માં આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ જેથી આપણા શરીરમાં કોઈ પણ વાયરલ બીમારી થઈ ના શકે. માટે વિટામિન-સી થી ભરપૂર પાકા કેળાને આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી ઈમ્યુનિટી એકદમ મજબૂત રહે અને શરીરમાં ભરપૂર એનર્જી રહે.
હાલના સમયમાં અપને બધાં જાણીએ છીએ કે ઉંમર વઘવાની સાથે કોઈ પણ કામ કરવામાં શરીરમાં કમજોરી આવી જતી જતી હોય છે. માટે શરીરમા કોઈ પણ કમજોરી ના આવે તેના માટે રોજ એક પાકા કેળાંને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી શરીરમાં શારીરિક કમજોરી, થાક, નબળાઈ આવશે જ નહીં અને ઉર્જાવાન બનાવી રાખવાનું કામ કરશે.
પાકા કેળાંમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે ત્વચાને ચમકદાર બનાવી રાખે છે. રોજ તેનુંસેવન કરવાથી ચહેરા પરની કરચલી, ખીલ, ડાઘ વગેરે દૂર થઈ જાય છે. જેથી ઉંમર વઘે તો પણ જવાન બનાવી રાખવામાં આ એક ફળ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
આમ જોવા જઈએ તો હાલના સમયમાં ઘણા લોકો બહારના ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે પરંતુ બહારના મસાલે ખોરાકનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા થતી હોય છે. તેવામાં જો આ એક ફાયબર થી ભરપૂર પાકુ કેળું ખાઈ લેવામાં આવે તો કબજિયાત, ગેસ, એસીડીટી જેવી પેટની દરેક બિમારી ને દૂર કરે છે. પાચનક્રિયાને સુઘારીને પાચનતંત્રને મજબૂત બનાવી રાખવાનું કામ કરે છે.
ઘણા લોકો કામના ટેન્શન ના કારણે તણાવમાં રહેતા હોય છે. પાકા કેળામાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. જો બ્લડ પ્રેશર વઘી જવાની સમસ્યા રહેતી હોય તો કેળાંનું સેવન કરી શક્ય છે. તેમાં આવેલ સોડિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. મટે બ્લડ પ્રેશર ને કંટ્રોલમાં રાખવા માટે પાકા કેળાનું સેવન કરવું જોઈએ.
આપણા શરીરમાં લોહી હોવું જરૂરી છે. કેળામાં આયર્ન મળી આવે છે. જે લોહીની કમી પૂર્ણ કરે છે. માટે આયર્ન થી ભરપૂર પાકા કેળાનું સેવન કરવું જોઈએ જે લોહીની ઉણપને દૂર કરીને હિમોગ્લોબીન વઘારવાનું કામ કરે છે. મહિલાઓ માટે પાકા કેળાનું સેવન કરવું ફાયદાકારક સાબિત થશે.
ઘ્યાનમાં રાખવું કે હંમેશા પાકા કેળાનું જ સેવન કરવું જોઈએ. એક દિવસમાં એક થી વઘારે કેળાનું સેવન ના કરવું જોઈએ. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.