ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે હૃદયને બળ પૂરું પાડે છે ખજૂર મગજની કમજોરી દૂર કરવામાં તકલીફ અને ખાસ કરીને દમના રોગ માં ખૂબ જ લાભદાયક છે.
ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે હૃદયને બળ પૂરું પાડે છે ખજૂર ખાંસી તાવ અને મરડાના દર્દી માટે ખૂબ જ લાભદાયક છે તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડાની તકલીફ દૂર થઈ જાય છે દરરોજ ખાવામાં ખજૂર લેવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજન વધે છે. દૂઘ સાથે ખજૂર ખાવાથી હાડકા મજબુત થાય છે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે
કફની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિને ખજૂર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે, ખજૂર પેશાબ ને સંબધિત તકલીફમાંથી છુટકારો અપાવે છે પેશાબ છૂટથી આવે છે અને વીર્ય શક્તિમાં પણ વઘારો કરે છે
ખજૂર નવજાત શિશુ માટે ઉત્તમ માનવામાં આવે છે સગર્ભા સ્ત્રી નિયમિત સેવન કરતી રહે તો સુંદર ધીરજવાન અને સહિષ્ણું બાળક જન્મે છે ખજૂર એક સાથે વધુ માત્રામાં ના ખાવા જોઈએ, ખજૂરનું સેવન લાભકારી છે અને આંતરડાને ચોખ્ખા રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે
શરીરમાં ગરમી લાગતી હોય તો ખજૂરનું સેવન કરવાથી તેનું શરબત પીવાથી ખૂબ ફાયદો થાય છે ખજૂર ની બીમારી માટે ખૂબ જ ઉપયોગી છે ઉપરાંત રક્તપિત્તના રોગને મટાડે છે.
ખજૂર બાળકો માટે પૌષ્ટીક આહાર છે તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં છે. જો તમે વજન વધારવા માંગતા હોવ તો ખજૂરના ટુકડા કરી તેને દૂધ માં મિક્સ કરીને પીવાનું રાખો દરરોજ સવારે એક ગ્લાસ દૂધમાં ખજૂર નાખી પીવાથી વજન વઘારી શકાય છે.
ખજૂર સાથે દાડમ નું પાણી પેટની બળતરા અને ઝાડાની તકલીફમાં ખૂબ જ ઉપયોગી છે વારંવાર થાક લાગવો, આંખોની નીચે કાળાં કુંડાળાં થવાં વગેરે તકલીફો ઉપરાંત ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં ચોક્કસ શામેલ કરો.
ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમીના વઘે છે બેચેની, હાથ પગ દુખવા વગેરે પણ દૂર થાય છે અને આંતરડાંના કેન્સર સામે રક્ષણ આપે છે તેમાં આવેલા ફાયબર કબજિયાત ની તકલીફમાં આરામ મળે છે, તે આંખોને ઠંડક આપે છે.
ઘણી વખત જમ્યા પછી ગળ્યું ખાવાનું મન થતું હોય છે આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી સંતોષ પણ મળે છે અને વજન પણ નિયત્રંણમાં રાખી શકાય છે. હાઈ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખવા માટે પણ ખૂબ ફાયદાકારક છે તેમાં વિટામિન બી1, બી2, બી3, વિટામિન એ અને વિટામીન સી પણ હોય છે
ખજૂરના ઠળિયા અને તેની રાખ દાંત પર ઘસવાથી દાંતની પીળાશ અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. ખજૂર દૂધમાં ઉકાળી પીવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે, બદામ અને ખારેક ના ત્રણ-ત્રણ નંગ દરરોજ રાત્રે સુતી વખતે લેવાથી ગુમાવેલી શારીરિક શક્તિ પાછી મળશે.
ખજૂરના ઠળિયા આગમાં નાખી તેના ધુમાડાની ધૂણી લેવાથી બવાસીરના મસા સુકાઈ જાય છે ખજૂર નું નિયમિત સેવન જૂની કબજીયાતની તકલીફ દૂર કરે છે તે લોહીને શુદ્ધ કરે છે અને લોહીને વધારવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી લોહીનું પરિવહન સારું થાય છે.
લોહીની ઊણપ હોય હિમોગ્લોબીનની ટકાવારી ઓછી હોય તેવી વ્યક્તિઓએ ખજૂર ખાવી ખાઈ શકાય છે. ખાસ કરીને પંદર સોળ વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂર ખાવી જોઈએ. ખજૂર ખાવાથી એનિમિયાના ની સમસ્યા થતી નથી. દરરોજ સવારે કસરત કરતા પહેલા ૨થી ૩ ખજૂર ખાવાથી કસરત કરતાં સમયે એનર્જી વધુ રહેશે અને શરીરને પણ ફાયદો થશે.