હેલો દોસ્તો, આજ ના સમય માં વાળની સમસ્યા દરેક ને પરેશાન કરે છે. જેના કારણે આપણે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખી નથી શકતા. અત્યાર ના સમયમાં વધારે પડતા પ્રદુષણ, ખાણી પીણી, કેમિકલ વાળી પ્રોડક્ટ, તણાવ ના લીધે ખોડો, વાળ ખરવા, વાળ સફેદ થવા જેવી સમસ્યા સામાન્ય બની ગઈ છે.
દરેક સ્ત્રી નું સપનું હોય છે કે તે પોતાના વાળ ને કાળા, લાંબા રાખી શકે. પરંતુ અત્યારના સમય માં તે બહુ જ મુશ્કેલ થતું જાય છે. ખોડોની સમસ્યા મુખ્યત્વે વધારે જોવા મળે છે. આ એવી સમસ્યા છે જે ધીમે ધીમે વધે છે.અને ધીમે ધીમે વાળ ખરવાનું શરુ થઇ જાય છે.
આજકાલ દરેક લોકો આ સમસ્યા માંથી છૂટકળો મેળવવા લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો ચાલુ કરી દીધો છે. અને ધન લોકો ને તેનો ફાયદો પણ થાય છે.પરંતુ તે કેમિકલયુક્ત પ્રોડક્ટ લાંબા ગાળે નુકશાન પહોંચાડે છે. અમે આજના આ લેખમાં માથામાં થઇ રહેલા ખોળા ને દૂર કરવાના સારાં અને સિમ્પલ ધરેલું ઉપાય વિષે જણાવીશું.
મેથી : મેથી વાળ ના વિકાસ માટે ખુબ જ ઉપયોગી છે. એક ગ્લાસમાં થોડા મેથી દાણા નાખીને તેને 6-7 કલાક પલાળી દો. ત્યારબાદ મેથી દાણાને થોડા પાણી સાથે મિક્સ કરી પીસીને તેની પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને વાળમાં બરાબર લગાવો અને તેને 40 મિનિટ જેટલું રહેવા દો ત્યાર બાદ વાળને શેમ્પુથી ધોઈ લેવા. આમ કરવાથી તમારા વાળો માં થતી ખોડો ની સમસ્યા ધીરે ધીરે દૂર થઇ જશે.
એલોવેરા : વાળને કુદરતી રીતે ચમકાવા, માથામાં થતી ખોડો,ખરતા અટકાવવા માટે એલોવેરા નો ઉપયોગ કરવાથી આ સમસ્યા દૂર થાય છે. એલોવેરામાં ખુબ જ પ્રમાણ માં એમિનો એસિડ,વિટામિન અને પોષકતત્વો આવે છે જે વાળને અને ચામડી માટે ઉપયોગી સાબિત થાય છે. 1-2 ચમચી એલોવેરા ને વાળમાં લગાવો. એલોવેરાને 70 થી 80 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ વાળને ધોઈ દો. આવી રીતે થોડા દિવસ કરવાથી તમને જરૂર ફાયદો થતો જોવા મળશે.
લીંબુ : લીંબુ ખોડોની સમસ્યા ને દૂર કરશે. વાળને શેમ્પુ થી ધોઈ લો અને થોડા સુકાવા દો. ત્યાર પછી 2 લીંબુ નો રસ કાઠી , અડધા ગ્લાસ પાણી માં મિક્સ કરો. લગાવ્યા બાદ 10 મિનિટ રહેવા દો. ત્યાર પછી વાળને ધોઈ દો. આમ કરવાથી તમારી ખોડો દૂર થશે અને વાળ સ્મૂધ અને ચમકદાર બનાવશે. આ ઉપાય તમે એક વીક માં માત્ર 2 જ વાર લાગાવવાથી આ સમસ્યા ધીમે ધીમે દૂર થશે.
દહીં : દહીં ખોડો ને દૂર કરવાનો એક સૌથી ઉત્તમ ઉપાય છે. માથામાં દહીં લાગવી ને 40-45 મિનિટ રહેવા દો. ત્યારબાદ વાળને ધોઈ દેવા. આ રીતે કરવાથી તમારી ખોડો ચોક્કસ રાહત રહશે. અને તેની સાથે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થશે.
લીમડાના પાન : આયુર્વેદમાં માં જણાવ્યુ છે કે ખોડો ને દૂર કરવા માટે લીમડો ઉત્તમ ઔષધિ છે. લીમડાના તાજા પાન લઈને તેને બરાબર પીસી દેવા. બરાબર પીસી લીધા બાદ તેને વાળમાં લગાવી દો. તેને 60-70 મિનિટ રહેવા ડો ત્યાર બાદ વાળને શેમ્પુથી ધોઈ દેવા.
નીલગીરી તેલ : ખોડો દૂર કરવા આ તેલ ખુબ જ ઉપયોદી છે. આ તેલ ડ્રાયનેશ ને દૂર કરે છે. 3-4 ટીપા નારીયેલ નું તેલ અને 3-4 ટીપા નીલગિરીનું તેલ આ બંને મિક્ક્ષ કરી તેને વાળમાં લગાવી દો. અડધો કલાક પછી વાળને ધોઈ લેવા. આમ કરવાથી ખોડો ને તમે થોડાજ દિવસમાં દૂર કરી શકો.
આ ધરેલું દેશી ઉપચાર તમે માથાના ખોડો ને દૂર કરવાની સાથે તમે વાળની અનેક સમસ્યા ને દૂર કરી શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમે આ માહિતી ખુબ જ ઉપયોદી સાબિત થાય અને તમારા વાળની સમસ્યામાં જલ્દી થી રાહત મળે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.