આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુબ જ કામની ભાગદોડ પાછળ પસાર કરી દેતા હોય છે. જેના પરિણામે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતો હોય છે, જેના કારણે એ શરીરમાં અનેક પ્રકારની બીમારીના જોખમ ને આવકારો આપતા હોય છે.

આજ કારણ થી વ્યકતિ દવાખાન ના ચક્કરમાં જ રહેતા હોય છે. પરંતુ જો તમે શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોય તો રોજિંદા જીવનમાં કેટલાક બદલાવ પણ લાવવા જોઈએ. આ માટે યોગ્ય પૌષ્ટિક આહાર લેવો, દિવસ દરમિયાન હળવી કસરત અને યોગા કરવા આ સાથે 30-40 મિનિટ ચાલવું પણ જોઈએ,

બહારના ખોરાક બને ત્યાં સુધી ખાવાના બંધ કરી દેવા જોઈએ, આ ઉપરાંત દિવસ દરમિયાન જયારે પણ ભોજન કરવા બેસો ત્યારે ભરપેટ ના ખાવું જોઈએ. આપણા શરીરના ઘણા બધા અંગો હોય છે તેમાંથી કોઈ પણ એક અંગ ને અસર થાય છે ત્યારે શરીરને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

જો તમને શરીરમાં આ સંકેતો દેખાય તો તમે થઈ જજો સાવધાન, આ સંકેતો દેખાય તો તેને અવગણવી નહીં, તાત્કાલિક ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ અવશ્ય લેવી જોઈએ. તો ચાલો જાણીએ તેના વિષે જણાવીશું.

કિડની ખરાબ: કિડની આપણા શરીરનો સૌથી મહત્વનો અંગ માનવામાં આવે છે, કિડની દરેકના શરીરમાં બે હોય છે પરંતુ માણસ એક કિડની પણ જીવી શકે છે. કિડની ખરાબ થવાના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થઈ શકે છે. કિડની ખરાબ થવા લાગે છે એ સમયે અનેક પ્રકારના ટોક્સિન જમા થવા લાગે છે જેના પરિણામે શરીરમાં થાક અને કમજોરીનો સામનો પણ કરવો પડી શકે છે.

આ ઉપરાંત લોહીની કમી પણ થઈ શકે છે જેના કારણે એનિમિયા જેવી ગંભીર બીમારીનો પણ સામનો કરવો પડી શકે છે, કિડની ખરાબ થવા લાગે તે સમય પહેલા પેશાબનો કલર એકદમ ઘાટો પીળા પણ થઈ જાય છે. આ માટે જો તમને પેશાબનો કલર બદલાતો દેખાય તો ડોક્ટરની અવશ્ય સલાહ લઈ શકો છો. જો તમને કિડનીમાં આ લક્ષણ દેખાય તો અવગણશો નહીં.

હાઈ બીપી: હાઈ બીપી ની સમસ્યા આજના સમયમાં ઘણા લોકોમાં જોવા મળી રહે છે. આ એક જીવલેણ બીમારી પણ કહી શકાય છે, આ માટે માટે તમને હાઈ બીપી ની સમસ્યા હોય તો અવારનવાર ચેકઅપ કરાવી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

લોહીની કમી: આપણા શરીરના દરેક અંગોને લોહીની જરૂર પડતી હોય છે, શરીરમાં લોહી ઓછું થવાના કારણે ખુબ જ ઝડપથી થાક લાગી જાય છે અને શરીરમાં અશકતી આવી જતી હોય છે, આ માટે શરીરમાં લોહીની કમી હોય તો આયર્ન થી ભરપૂર ખોરાક લેવો અને આવા સમયે ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.

સોજા આવવા: ઘણી વખત ખાવામાં એવું આવી જતું હોય છે જેના કારણે હાથ કે પગમાં સોજા આવી જતા હોય છે, આ માટે શરીરમાં આ સંકેતો દેખાય તો તેનો તાત્કાલિક ઈલાજ કરવો જોઈએ નહિ તો તે ખુબ જ ગંભીર સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. આ માટે આવા સંકેત દેખાય તો ડોક્ટરની સલાહ લો.

અહીંયા આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *