પથરી એક એવી બીમારી છે. જે ઘણા બધા લોકો માં જોવા મળે છે. જ્યારે પથરીનો દુખાવો ઉપાડે છે, ત્યારે તે એટલું ભયકંર હોય છે. કેમ કે તેને સહન કરવું ખૂબ જ ભારે બની જાય છે. આ પથરીના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે આપણે ધણી બધી દવાખાના અને મેડિકલની દવાઓ અને ઇન્જેક્શન લઈએ છીએ, પરંતુ પથરીના દુખાવામાં એવા કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવવા જોઈએ જેનાથી ખુબ જ ઝડપથી રાહત મેળવી શકાય છે.

આપણા શરીરનો સોહી નાજુક અંગ કિડની છે. કિડનીમાં પથરી આમ તો ખુબ જ નાની હોય છે. પણ જયારે પણ એનો દુખાવો ઉપાડે ત્યારે વ્યક્તિ નાનો હોય કે મોટો દરેકને હલાવી નાખે છે. કારણકે જો પાથરી નો દુખાવો થાય ત્યારે જમીન પાર આરોટતા કરી નાખે છે. કિડનીમાં પથરી થવાના ઘણા બધા મૂળભૂત કારણો જવાબદાર છે.

કિડનીમાં પથરી આવી જાય છે ત્યારે તેની ખુબ જ ઝડપી ઈલાજ કરાવવો પણ ખુબ જ જરૂરી છે. કારણકે તેનો સમય સર ઈલાજ કરવામાં ના આવે ઓ કિડનીને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આ માટે કિડનીમાં થતી પાથરીને દૂર કરવા માટે અને કાયમી પથરી શરીરમાં આવે નહીં તે માટે આપણે કેટલાક ઘરેલુ ઉપાય ખુબ જ કામ માં આવશે.

સાઇટ્રસ ફળો ખાવા : કિડનીમાં રહેલ પથરીના જોખમને ધટાડવા માટે સાઇટ્રીક ફળો ખાવા જોઈએ. જે કિડનીમાં થતી પથરી મોટાભાગના દર્દીઓમાં સાઇટ્રિક એસિડની ઉણપ જોવા મળતી હોય છે. આ માટે કિડનીને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે સાઇટ્રિક ફળો નો સમાવેશ કરવો જોઈએ.જેમ કે, નારંગી અને લીંબુ, કીવી વગેરે ખાઈ શકાય છે. જેથી કિડનીમાં રહેલ પથરીને આસાનીથી નીકાળી શકાય છે.

પુષ્કર પ્રમાણમાં પાણી પીવું : જયારે કિડનીમાં પથરીમાં હોય છે ત્યારે ડોક્ટરો પણ સૌથી વધુ પાણી પીવાનું કહેતા હોય છે. કારણકે જેટલું વધારે પાણી પીવામાં આવે તેટલી જ જલ્દી કિડનીમાં પથરી હોય છે તે બહાર આવી જાય છે. માટે પથરી હોય તો દિવસમાં ઓછામાં ઓછા 12-14 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેથી પથરીની સમસ્યા માંથી રાહત મેળવી શકાય છે.

સિંધાલુ મીઠું ખાઓ : ઘણા લોકોને ખાવામાં મીઠું ચડિયાતું જોઈતું હોય છે, પરંતુ વધારે મીઠું ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક માનવામાં આવે છે. માટે આહારમાં મીઠાની માત્રા ખુબ જ ઓછી કરી દેવી જોઈએ. આ ઉપરાંત સાદા મીઠાની જગ્યાએ સિંધાલુ મીઠું ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માટે આહારમાં કુદરતી રીતે મળી આવતા મીઠાનો ઉપયોગ કરવો સૌથી સારું માનવામાં આવે છે.

કોફીનું સેવન કરવાનું છોડો : જો તમને વારંવાર કોફી પીવી પડે છે તો આ આદતને સુધારવી જોઈએ. કારણકે વધારે પ્રમાણમાં કોફીનું સેવન કરવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધુ જોવા મળી રહી છે, માટે કેફીન યુક્ત કોફી નું સેવન બંધ કરી કિડની અને આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી બનાવી શકીશું.

શાકાહારી વસ્તુઓ ખાઓ : પથરીના દુખાવાની અસહ્ય પીડા અનુભવી છે તેમને આવી પીડા નો ફરીથી અનુભવ ના કરવા માટે ખાવા આપણે શુદ્ધ શાકાહારી બનવું પડશે. કારણકે માસાહારી વસ્તુઓ ખાવાથી યુરિક એસિડના પ્રમાણમાં ખુબ જ વધારો થાય છે. જેના કારણે કિડનીમાં પથરી બનવાનું ચાલુ થાય છે માટે હંમેશા માટે શાકાહારી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.

પથરી થવાનું બીજૂં કારણ RO ના મશીન છે, કારણકે જયારથી RO ના મશીન વધી ગયા છે ત્યારથી જ પથરીની સમસ્યાઓ થવાનું જોખમ ખુબ જ વધી ગયું છે, માટે RO નું પાણી બંધ કરીને માટલાનું પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *