શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ધટાડવા કારણે અનેક પ્રકારની બીમારીઓ થાય છે. ઈમ્યુનિટીને વધારવા માટે વિટામિન-સી યુક્ત ફળ ખાવું ખુબ જ ફાયદાકારક છે. જે ઓછી થઈ ગયેલ રોગપ્રતિકારક શક્તિને વધારી શકાય છે.
આ માટે વિટામિન-સી યુક્ત ફળમાં કીવી ખાવી ખુબ જ લાભદાયક સાબિત થાય છે. કીવી ફળને અમૃત સમાન માનવામાં આવે છે. લીંબુ અને મોસંબી કરતા પણ કીવી ફળને દુનિયાની શક્તિ શાળી ફળ માનવામાં આવે છે.
આ કીવી ફળમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી, પોટેશિયમ, વિટામિન-ઈ, આયર્ન, કેલ્શિયમ, ફાયબર જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત મળી આવે છે. આ ફળમાં મળી આવતું એન્ટી ઓક્સીડેન્ટ અનેક પ્રકારની બીમારીઓ સામે લડવાની શક્તિ વધારે છે.
હાલમાં ચાલી રહેલ ચોમાસાની વાયરલ ઋતુમાં આ ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી સાબિત થશે. કીવી ફળ બારેમાસ મળી આવે છે. આજે અમે તમને કીવી ફળ ખાવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
આ ઋતુમાં મચ્છર કરવાથી ડેન્ગ્યુ રોગ થઈ શકે છે જેના કારણે પ્લેટલેટ્સ ની સંખ્યા ઓછી થઈ જાય છે જેને વધારવા માટે આ ફળ ખાઈ શકાય છે, જે ડેન્ગ્યુ જેવા ભયંકર રોગો માંથી રાહત અપાવી તેને મટાડવામાં મદદ કરે છે.
આ ફળમાં સારી મારામાં પોટેશિયમ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે જે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી હૃદયને સંબંધિત અનેક સમસ્યાથી બચાવી રાખે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને દૂર કરે છે.
આ ફળમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે જે ત્વચાને હેલ્ધી બનાવી રાખે છે, આ ફળ લોહીમાં રહેલ અશુદ્ધિઓ દૂર કરી લોહીને શુદ્ધ કરે છે જે ત્વચાને નેચરલી ચમક આપે છે. એમાં મળી આવતા તત્વો વૃદ્ધાવસ્થાને ઝડપથી આવતા અટકાવે છે.
આ શક્તિ શાળી ફળમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે જે વર્ષો જૂની કબજિયાતને દૂર કરે છે માટે જેમને કબજિયાત હોય કે પેટ બરાબર સાફ ના થતું હોય તેવા લોકો માટે કીવી ફળ એક વરદાન સમાન છે.
વધારે પડતું ટેન્શન, તણાવ અને ડિપ્રેશન રહેતું હોય તેવા લોકો ને રીતે સારી ઊંઘ લઇ શકતા નથી તેવા લોકોએ આ ફળનું સેવન કરવું જોઈએ જે ઊંઘ ના આવવાની સમસ્યા ને દૂર કરે છે અને માનસિક તણાવ અને ડિપ્રેશન ઓછો થાય છે. અનિદ્રાની બીમારીમાં આ ફળ ખુબ જ અસરકારક છે.
તેમાં વિટામિન-ઈ નો સારો સ્ત્રોત મળી આવે છે જે વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે, આ માટે જેમને વાળને વાળ ખરવા, વાળ સફેદ થવા જેવી સમસ્યા હોય તો કીવી ફળને ખાઈ શકાય છે. આ ફળનું નિયમિત સેવન કરવાથી બ્લડપ્રેશરને નિયત્રંણમાં રાખી શકાય છે.