આજનું ખુબજ ઝડપી જીવન, બદલાયેલા પર્યાવરણ અને ભેળસેળવાળી ચીજવસ્તુઓના કારણે આપણે અવાર નવાર ઘણી બધી બીમારીઓનો શિકાર બનીએ છીએ આવી જ એક બીમારી છે ગોઠણ નો દુખાવો. સામાન્ય રીતે આ સમસ્યા મહિલાઓને અને મોટી ઉંમરના વ્યક્તિઓને વધારે થતો હોય છે.
પરંતુ આજે નાની ઉંમરના લોકો પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તો આજે અમે આ આર્ટિકલમાં તમને જુનામા જુના ગોઠણના દુખાવો જડમૂડથી દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો વિષે જણાવીશું. તો આવો જાણીએ આ ઉપાયો વિષે.
ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે એક ચમચી હળદર, એક ચમચી મધ અને ચપટી ચૂનો આ ત્રણ વસ્તુ બરાબર મિક્સ કરી, તેને ઘુંટણ પર લગાવો. આ પેસ્ટને રાત્રે સૂતા સમયે જ લગાડો. આ પેસ્ટની ઘુંટણ પર 10 મિનિટ સુધી માલિશ કરી, ત્યારબાદ હળવું કપડું બાંધી દો. સવાર ઉઠીને હુફાળા પાણીથી તેને ધોઈ લો. આ ઉપાયથી ઘુંટણના દુખાવામાં 1005% આરામ મળશે.
બે ગ્લાસ પાણીમાં સરગવાની છાલને નાખી આ પાણી નો ચોથો ભાગ રહે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ આ ઉકાળા ને પાણીમાં નાખી મિશ્રણ કરી લેવું અને સ્વચ્છ કપડા વડે ગાળી લેવું અને આ મિશ્રણને ધીરે ધીરે પીવું. આ પાણી સવારે અને સાંજે બે- બે ચમચી પીવો. આ પાણી પીવાથી પણ તમને ઘુંટણ ના દુખાવા માં આરામ મળશે.
પારિજાતનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. ઘૂંટણના દુખાવાને દૂર કરવા પારિજાત ના 10 થી 12 પાંદડાં ને એક પેનમાં બે ગ્લાસ પાણી નાખી સારી રીતે ઉકાળો. ત્યાર પછી આ ઉકાળાને થોડું ઠંડુ થવા દો અને ઠંડુ થાય પછી આ ઉકાળાની બે ચમચી રાતે સૂતા પહેલા પીવો.આમ કરવાથી પણ તમારો ઘૂંટણનો દુખાવો દૂર થઇ જશે.
ઘૂંટણના દુખાવાને દૂર કરવા એક વાસણમાં સૂંઠનો પાવડર અને સરસવનું તેલ સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ઘુંટણ પર લગાવીને હળવા હાથે માલિશ કરો. થોડા સમય પછી તેને સાફ કરી લો. આ મિશ્રણ તમારા ઘૂંટણ ના અસહ્ય દુખાવાને થોડા જ દિવસોમાં મટાડી દેશે.
5 બદામ, 4 ખજૂર, 2 અખરોટ અને 10 થી 12 દ્રાક્ષ આ ચાર વસ્તુ ને રોજ રાત્રે પાણીમાં પલાળી સવારે નરણા કાંઠે તે ચાવી ને ખાઈ લેવી. ત્યારબાદ ગરમ દૂધ પી લેવું. આ ઉપાય કરવાથી પણ ઘુંટણ નો દુખાવો દૂર થઈ જશે.
મેથીનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે. એક ચમચી મેથી ને રાત્રે એક વાટકી પાણીમાં નાખી પલાળી લેવી અને સવારે મેથી ને ચાવી ચાવીને ખાઈ જવી અને તેનું પાણી પણ પી જવું. મેથી નો આ ઉપાય કરવાથી તમારા ઘુંટણ દુખાવા ની સમસ્યા કાયમી દૂર થઈ જશે.
આ સાથે જ તમને જણાવીએ કે ઘુંટણ ના દુખાવાનું સૌથી મોટું કારણ ઊભા રહીને પાણી પીવાની કુટેવ છે, તેને તમારે બદલવી પડશે. તમારે બેસીને જ પાણી પીવું જોઈએ અને નિરાંતે ઘૂંટડે ધુંટડે પીવું જોઈએ જેથી ઘુંટણનો અને સાંધાનો દુખાવો નહીં થાય.