આજના સમયની ખાવાની ખોટી આદતો અને ખોટી જીવનશૈલીના કારણે ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો અને સાંધાના દુખાવાની ફરિયાદો વધી ગઈ છે. ઘૂંટણનો દુખાવો ખૂબ પીડાદાયક હોય છે તેથી જયારે પણ ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થાય છે ત્યારે મોટાભાગના લોકો દવાઓ અને ગોળીઓ ખાવાની શરુ કરી દે છે
પરંતુ દવાઓની સાથે કેટલાક ઘરેલું ઉપાયો કરવાથી પણ આ સમસ્યાથી છુટકાળો અને રાહત મેળવી શકાય છે. અહીંયા તમને ઘૂંટણના અને સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટેની દાદીમાની સચોટ રેસીપી જણાવીશું.
આજના સમયમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાને કારણે માત્ર વડીલો જ નહીં પરંતુ નાની ઉંમરના લોકો પણ ખુબજ હેરાન થઇ રહ્યા છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, દાદીની ટીપ્સ ખૂબ જ ઉપયોગી છે.
જો તમારા પરિવારમાં કોઈને સાંધાના દુખાવાથી પરેશાન છે તો અમે તમને અહીં એવું પીણું કેવી રીતે બનાવવું તે શીખવીશું જેનું સેવન કરવાથી રાહત મળી શકે છે. અહીંયા તમને એક પીણાં વિષે જણાવીશું જ પીણાની કોઈ આડઅસર થશે નહીં. આને પીવાથી ઘૂંટણનો દર્દ તો ઠીક થાય છે સાથે સાથે શરીરને શક્તિ પણ મળે છે.
સલાહ આપવામાં આવે છે કે આ પીણું રાત્રે સૂતા પહેલા પીવું જોઈએ. આ ડ્રિંકનું 20 દિવસ સુધી સેવન કરવાથી ઘૂંટણના દુખાવામાં ઘણી રાહત મળે છે. જે લોકોના ઘૂંટણમાં ખૂબ જ દુખાવો રહે છે, તે ઓછામાં ઓછા 1 મહિના સુધી દરરોજ તેને પીવો, તો ચાલો હવે જાણીએ તેને બનાવવાની રીત જાણીએ.
ડ્રિન્ક બનાવવા માટેની સામગ્રી: 1 ટીસ્પૂન – મેથીના દાણા, 1/2 ચમચી કાળા મરી, 1 ચમચી જીરું
ડ્રિન્ક બનાવવાની રીત: આ ડ્રિન્ક બનાવવા માટે સૌ પ્રથમ મેથીને મિક્સર જારમાં પીસી લો. ત્યાર બાદ તેને ચાળણીની મદદથી એકવાર ગાળી લો. અને પછી તેને એક અલગ બાઉલમાં રાખો. હવે કાળા મરીના બીજને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ જીરાને પીસી લો અને તેના પાવડરને ગાળી અને તેને એક બાઉલમાં રાખી લો.
હવે આ બધા પાઉડરને એકસાથે મિક્સ કરીને એર ટાઈટ કન્ટેનરમાં મૂકો. હવે ડ્રિન્ક બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી તૈયાર પાવડર નાખો. તેને સારી રીતે મિક્સ કરો અને ડ્રિન્ક નું સેવન કરો. તમને આ પીણું થોડું તીખું લાગી શકે છે, તેથી જો તમે ઇચ્છો, તો તમે તેમાં થોડી સાકર મિક્સ કરી શકો છો.
મેથી: મેથીનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે પ્રાચીન સમયથી થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો એક ચમચી મેથીનું સેવન કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહેશે. તેનું નિયમિત સેવન કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.
જીરું: ઘૂંટણના દુખાવાની સમસ્યા એવા લોકોમાં ખૂબ જ સામાન્ય છે જેનું વજન વધારે હોય છે. તેથી, આ જીરાનું પાણી અથવા ફક્ત જીરું ચાવવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. જીરામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આ સિવાય તે તમારા બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. ઉપર જણાવેલ આ પીણું પીવાથી તમે દિવસભર હાઇડ્રેટ પણ રહેશો.
કાળા મરી: કાળા મરીમાં જોવા મળતું પાઇપરીન તેના એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે ઘૂંટણમાં સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.
ઘૂંટણના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર સાથે તબીબી સારવાર લેવાનું ભૂલશો નહીં. કોઈપણ પદ્ધતિ અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો. કોઈપણ પ્રકારની સખત કસરત ટાળો અને વધુ પડતો આરામ ન કરો. આ સિવાય યોગ્ય જીવનશૈલી અને યોગ્ય ખાનપાન રાખો.