તમે કોળાનું શાક અને તેમાંથી બનેલી બીજી ઘણી વાનગીઓ ખાધી હશે, પરંતુ શું તમે કોળાનો રસ પીધો છે? તમારો જવાબ હશે ના, કારણકે મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી. પરંતુ કોળાના રસને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
કોળાના રસનું સેવન વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કોળાના રસમાં વિટામિન, ફાઈબર, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્ત્વો પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. તેનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે અને ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
કોળામાં વિટામિન ડી પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે કોળાનો રસ પીવાના ફાયદા અને તેને બનાવવાની રીત.
કોળાનો રસ શરીરનું મેટાબોલિઝમ વ્યવસ્થિત રાખવા અને વજનને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. રોજ સવારે એક ગ્લાસ કોળાનો રસ પીવાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો થાય છે.
કોળાનો રસ પીવાથી તમારા પાચન તંત્રને ફાયદો થાય છે. તેમાં રહેલ ફાઈબરની માત્રા પાચનતંત્રને મજબૂત કરવા અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે . યોગ્ય પાચન થવાથી વજન ઘટાડવામાં ઘણો ફાયદો થાય છે.
કોળાના રસમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, માટે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ મળે છે. આ સિવાય તે બળતરા ઘટાડવામાં પણ ફાયદાકારક છે.
કોળાના રસમાં હાજર ડાયેટરી ફાઈબર મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જે તમારું વજન નિયંત્રણમાં રાખે છે.
ડાયાબિટીસના દર્દીઓએ વજન ઘટાડવા માટે કોળાના રસનું સેવન કરવું જોઈએ. વજન ઘટાડવાની સાથે તેમાં રહેલા ગુણ શરીરને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે.
વજન ઘટાડવા માટે કોળાનો રસ કેવી રીતે બનાવવો: સૌ પ્રથમ પાકેલા કોળાના નાના નાના ટુકડા કરી લો. હવે આ ટુકડાઓમાંથી છાલ કાઢી લો. ત્યાર બાદ તેને ઓવન કે અન્ય કોઈ વસ્તુની મદદથી બેક કરો. બેક કર્યા પછી કોળાના ટુકડાને ઠંડા થવા માટે રાખો.
તે ઠંડુ થાય પછી તેને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો અને સ્વાદ માટે તેમાં સફરજનના ટુકડા ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને જ્યુસ બનાવો, તેને બહાર કાઢો અને દરરોજ એક ગ્લાસ કોળાનો રસ પીવો.
રોજ એક ગ્લાસ કોળાનો રસ પીવાથી તમને ઘણા ફાયદા થાય છે. તેના સેવનથી ન માત્ર વજન ઘટાડવા પરંતુ તે શરીરની અનેક બીમારીઓને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ કોળાનો રસ પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.