આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા રસોડામાં ઘણા બધા મસાલા હોય છે, જેનાથી આપણા સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફોને દૂર કરી શકાય છે. એના માટે હળદર સૌથી મોટું ઉદાહરણ છે. હળદર એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, માટે તેનો ઉપયોગ કરવાથી સુંદરતા મેળવવા માટે કરવામાં આવે છે.

પરંતુ હળદર સિવાય પણ કેટલાક એવા મસાલા છે, કે જેનો ઉપયોગ ઔષધિના રૂપે કરીએ તો ઘણા બધા ફાયદા થાય છે. એમાં પણ લવિંગનો સમાવેશ થાય છે . ખાસ કરીને રાત્રે સુતા પહેલા બે લવિંગ ખાવાથી થાય છે, આ આશ્ચર્યજનક ફાયદા જેણા વિષે જણાવીશું.

રાત્રિના સમયે બે લવિંગ ખાવાથી થતા ચમત્કારી ફાયદા.

પાચનક્રિયા સારી કરવા :- લવિંગને પાચનક્રિયા માટે લાભદાયક માનવામાં આવે છે. એને ખાવાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે અને આ સિવાય કબજીયાત અને ગેસની સમસ્યા પણ થતી નથી. તેથી લવિંગને જે લોકો નિયમિત ખાય છે એમને પેટમાં દુખાવો, કબજિયાત જેવા રોગ થતા નથી.

હાડકા મજબુત કરવા :- લવિંગ ખાવાથી હાડકા મજબુત બને છે. જે લોકોનાં હાડકા નબળા છે, એ લોકો દરરોજ રાત્રે ઊંઘવાની પહેલા ૨ લવીંગ ખાવા જોઈએ. એની અંદર મેગ્નેશિયમ સારી માત્રામાં જોવા મળે છે જે હાડકાને નબળા પડવા નથી દેતું.

શરદી-ખાંસી થી રાહત :- રોજ લવિંગ ખાવાથી શરીરમાં શરદી-ખાંસી જેવી સમસ્યા દૂર થાય છે. લવિંગમાં વિટામિન સી હોય છે અને વિટામિન-સી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂતી આપે છે, જેના કારણે શરદી અને  ખાંસી નો ભય ઓછો થઈ જાય છે.

લીવર માટે ફાયદાકારક :- લવિંગ ખાવાથી લીવરથી જોડાયેલા રોગ થતા નથી. જે લોકો નિયમિત રીતે એનું સેવન કરે છે, એમનું લીવર યોગ્ય રીતે કામ કરે છે અને લીવર થી જોડાયેલા રોગ થવાનો ભય ઓછો થઈ જાય છે. એટલા માટે એક હેલ્ધી લીવર મેળવવા માટે તમે પાણીની સાથે દરરોજ બે લવિંગ જરૂર ખાવા જોઈએ.

ડાયાબિટીસમાં ફાયદાકારક :- ડાયાબિટીસ જેવા ઘાતક રોગ ના થાય એના માટે તમે લવિંગ ખાવું જોઈએ. કારણ કે લવિંગનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ આપે છે, અને બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે. લવિંગ પર કરવામાં આવેલી એક રિસર્ચના પ્રમાણે લવિંગમાં જોવા મળતા ખાસ તત્વો જેમ કે ઈન્સ્યુલિનની માત્રા વધારે છે. જેના કારણે ડાયાબિટીસમાં રાહત થાય છે.

ગળાની ખરાશ રાહત :- જ્યારે ઋતુ બદલાય અથવા તો બહારનું કઈક ખવાઈ ગયું હોય તો ગળામાં ખરાશ થાય છે. તો લવિંગ ચાવીને ખાઈ જવી અથવા લવિંગ ની જીભ પર રાખીને ચુસવુ એનાથી ગળામાં દુખાવો અને ખરાસમાં ઘણો જ ફાયદો થાય છે.

પેટમાં દુખાવામાં રાહત :- મિત્રો જો કોઇ વ્યક્તિને રોજ પેટમાં દુખાવો રહેતો હોય અને પાચન શક્તિ વિક થઈ ગઈ હોય તો, રાત્રે સુતા પહેલા સહેજ ગરમ પાણી જોડે બે લવિંગ ઘળી જવા અથવા તો જમ્યા પછી એક લવિંગ ચાવીને ખાઈ જવું. જો તમે થોડા દિવસ નિયમિત આ ઉપાય કરશો તો પેટના દુખાવામાં તમને રાહત થઇ જશે.

માથાના દુખાવામાં રાહત :- તમને જ્યારે પણ માથામાં દુખાવો થતો હોય તો પેન કિલર લેવાની જગ્યાએ એક-બે લવિંગ પાણી સાથે લઈ લેવા. એનાથી તમને થોડી જ વારમાં દુખાવો ઓછો થઈ જશે. લવિંગ બીજી પેઇનકીલર ની જેમ કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી. તમે થોડા દિવસ આ પ્રયોગ કરશો તો તમને ચોક્કસ ફાયદો જોવા મળશે.

આ કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો. તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *