લવિંગ વિષે આપણે બધા જાણીએ છીએ કે લવિંગ ભોજનનો સ્વાદ વધારવા માટે જાણીતું છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે લવિંગ ભોજન ના સ્વાદ સાથે સાથે કોઇપણ જાતનો દુખાવો દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ વર્ષોથી ભારતીય મસાલાઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
લવિંગમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે. લવિંગમાં કેલ્શિયમ, મેગનીઝ, વિટામિન કે, ફાયબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન B6 જેવા ન્યૂટ્રીઅન્ટ્સ પણ હોય છે. અસ્થમા, પેટ અને ગેસ સંબંધી બીમારીઓ વગેરેમાં લવિંગ ખૂબ જ ફાયદાકારી હોય છે. જેથી આજે અમે તમને આ માહિતીમાં લવિંગમાં ના શ્રેષ્ઠ ઉપયોગ અને લાભ વિષે જણાવીશું.
ગેસની તકલીફ: જો તમારી પાચનશક્તિ નબળી છે અથવા તો જમ્યા પછી તમને ગેસની સમસ્યા છે તો ખાવાનું ખાધા બાદ 2 લવિંગ ચાવી ચાવીને ખાઈ લો. ગેસની સમસ્યામાંથી રાહત મળી જશે.
પેટનો દુખાવો: જો કોઈને દરરોજ પેટમાં દુખાવાની સમસ્યા હોય, પાચન શક્તિ નબળી છે તો રાત્રે સૂતા પહેલા પાણી સાથે તે 2 લવિંગ ગળી લેવા. આ શિવાય તમે જમ્યા પછી એક લવિંગ ચાવી લેવું. થોડા દિવસ આ ઉપાય કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળશે.
માથાનો દુખાવો: ઉપર જણાવ્યા ઉપરાંત લવિંગ માથાનો દુખાવો દૂર કરવામાં પણ ફાયદાકારક છે. જ્યારે પણ તમને માથાનો દુખાવો થાય તો પેન કિલરને બદલે 2 લવિંગને પીસીને 1 કપ પાણીમાં ઉકાળો. અડધું રહે ત્યારે તેને ગાળીને તેમાં ખાંડ મિક્સ કરીને રાતે સૂતા સમયે પીઓ. આ ઉપાય કરવાની સાથે જ થોડા સમયમાં તમને માથાના દુખાવાથી આરામ મળશે.
દાંતમાં દુખાવો: જો તમને અવારનવાર દાંતમાં દુખાવાની સમસ્યા રહે છે તો દર્દવાળી જગ્યા પર લવિંગનું તેલ લગાવો અથવા દાંતની નીચે લવિંગ રાખીને ચાવો. આ શિવાય લવિંગના પાણીથી કોગળા કરવાથી પણ રાહત મળે છે.
ઉલ્ટી: જયારે પણ અચાનક ઉલ્ટી સમસ્યા થાય ત્યારે 2 લવિંગ બારીક પીસીને મધની સાથે ચાટવાથી ઉલ્ટીની સમસ્યામાં આરામ મળે છે. પરંતુ જો તમને ઉલ્ટી બંધ ન થાય તો તરત જ ડોક્ટરની મુલાકાત લો.
એસિડિટી: તમારી આસપાસ ઘણા લોકોને એસિડિટીની સમસ્યા હોય છે. એસિડિટીમાં છાતીમાં બળતરા થવા લાગે છે. એસિડિટી થી છુટકાળો મેળવવા માટે 1 કપ પાણીમાં 2 લવિંગ ઉકાળીને પીઓ. થોડાજ સમયમાં રાહત થઇ જશે.
વજન ઘટાડવા : જો તમારું વજન વધુ છે અને તમે બધું કરીને થાકી ગયા છો છતાં વજન ઘટી રહ્યું નથી તો 100 ગ્રામ અળસીની સાથે 10 ગ્રામ લવિંગ પીસીને રાખો, સવારે 1 ચમચી હૂંફાળા પાણી સાથે લો.આ ઉપાય કરવાથી તમારું વજન ઘટવા લાગશે.
જો તમને અહીંયા જણાવેલ લવિંગ ના ફાયદા પસંદ આવ્યા હોય તો મિત્રોને જરૂરથી જણાવશો અને આવી જ માહિતી વાંચવા ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.