જો તમારા દિવસ ની શરૂઆત સારી થાય તો તમારી આખો દિવસ ખુબ જ સારો જાય છે. આપણા આખા દિવસની ભાગ દોડ માં આપણું શરીર સ્વસ્થ અને સક્રિય રહે તે ખુબ જ જરુરી છે. ઘણા લોકોના મનમાં એવો વિચાર આવતો હશે કે દિવસ ની શરૂઆત કઈ રીતે કરવી.
દરેક લોકો પોતાના દિવસની શરૂઆત ચા અને કોફી થી કરતા હોય છે. પરંતુ જો તમે પણ ઈચ્છો તો દિવસની શરૂઆત આ હેલ્ધી ડ્રિન્ક કરીને તમે તેને તમારા દિનચર્યા માં સમાવેશ કરી શકો. તમને આ હેલ્ધી ડ્રિન્ક પીવાથી જે ફાયદા થશે તે તમને ચા કે કોફી પીવાથી પણ નહિ થાય.
આ હેલ્ધી ડ્રિન્ક નું નામ છે લીંબુ પાણી. દરરોજ સવારે નવશેકા પાણીમાં લીંબુ નો રસ નાખીને પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ તે ફાયદાઓ વિશે વધુ માહિતી.
(1) ત્વચા માટે : દરરોજ સવારે આ ડ્રીંકનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. આ ઉપરાંત તમારા ચહેરા પરના ડાઘ દૂર થાય છે. જયારે વઘતી ઉંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે.
(2) રોગ પ્રતિકારક શક્તિ વઘારે : લીંબુમાં વિટામિન-સી નું પ્રમાણ ઘણું ભરપૂર માત્રા માં મળી આવે છે. જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે. માટે દરરોજ લીંબુ પાણી પીવું શરીર માટે ખુબ જ સારું છે.
(3) પાચન માટે : જો તમે લીંબુ પાણી પીવો તો પાચન ક્રિયા પણ સારી થાય છે. દરરોજ લીંબુ પાણી પીવાથી આખા દિવસની પાચન ક્રિયા મજબૂત થાય છે. આ ઉપરાંત આ ડ્રિન્ક પીવાથી એસીડીટી માંથી છુટકાળો મેળવી શકાય છે.
(4) ફ્રેશ રાખે : જો તમે દરરોજ આ ડ્રિન્ક પીવો તો શરીરમાં એકદમ તાજગી આવી જાય છે, અને તમારો મૂડ પણ સારો થાય છે. જેથી તમને કામ કરવામાં મન લાગ્યું રહે છે.
(5) ડાયાબિટીસ દર્દી માટે : જો તમે ડાયાબિટીસ હોય તો તમારા માટે આ ડ્રિન્ક ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ ડ્રિંકના સેવન થી બલ્ડ સુગરનું લેવલ વઘતું નથી. માટે ડાયાબિટીસ ના દર્દી એ દિવસમાં એકવાર લીંબુ પાણી નો રસ પીવો જોઈએ.
(6) વજન ઘટાડે : આ લીંબુ પાણી ના રસ માં રહેલા પેક્ટિન ફાયબર આવેલ છે. જે શરીર માં ભૂખનો અનુભવ કરવા દેતો નથી. અને જો તમારું વજન પણ વધારે હોય તો તમારા માટે આ ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ડ્રિન્ક પીવાથી વજન કંટ્રોલ માં આવી જશે.