તમારી આસપાસ ઘણા બધા વૃક્ષો જોવા મળતા હશે પરંતુ લીમડો એક એવું વૃક્ષ છે જેનાં થડ, પાન અને બીજ ઔષધિ તરીકે કામ કરે છે. આયુર્વેદમાં લીમડાના આશ્ચર્યજનક ફાયદા જણાવવામાં આવ્યા છે. લીમડો ગામડાના લોકોને સરળતાથી મળી રહે છે એટલા માટે ગામડાના લોકો હજી પણ તેનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરી રહ્યા છે.
ખાસ કરીને ગામડામાં લીમડાનો ઉપયોગ દાતણ તરીકે વધુ કરવામાં આવે છે. લીમડો સ્વાદમાં કડવો હોય છે જેથી લોકો તેને પસંદ નથી કરતા પરંતુ તેનો ઉપયોગ ઘણી બધી દવાઓ બનાવવામાં થાય છે. આજના સમયમાં નિરોગી રહેવું હોય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે.
આ માહિતીમાં તમને દરરોજ 2 થી 3 લીમડાના પાન ચાવવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિષે જણાવીશું. ખાલી પેટ લીમડાના પાન ચાવીને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે જે લોકોના શરીરમાં લોહીની ઉણપ છે અથવા તો લોહીની સમસ્યાથી પરેશાન છે, તેવા લોકોએ પોતાના દિવસની શરૂઆત લીમડાથી કરવી જોઈએ.
આમ કરવાથી એનિમિયાની સમસ્યાથી રાહત મળે છે. લીમડાના પાન લોહીની ઉણપને પૂરી કરવામાં તમને ખૂબ મદદરૂપ સાબિત થઇ શકે છે. લીમડાના પાન ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો અપાવી શકે છે. લીમડાના પાન નો ઉપયોગ ત્વચામાં કુદરતી ચમક વધારવામાં તમને ઘણી મદદ કરી શકે છે.
લીમડાના પાનને સારી રીતે ધોઈ ખાલી પેટ ચાવો. આમ કરવાથી ચહેરા ઉપર કુદરતી ચમક આવે છે અને ત્વચાની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે. આજના સમયમાં તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબજ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે લીમડાના પાન ખાલી પેટ ચાવીને ખાઓ. આમ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. લીમડામાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-ફંગલ વગેરે ગુણો જોવા મળે છે, જેના કારણે શરીરને ઘણા ઈન્ફેક્શનથી દૂર રાખી શકાય છે.
લીમડા ના પાનના ફાયદાઓ બીજા ઘણા બધા છે જેમાં તેનો ઉપયોગ નસકોરી ફૂટવી, એસીડીટી, કફજન્ય ઉલટી બંધ કરવા, ડાયાબીટીશ, પથરી, મેલેરિયા, તાવ વગેરેમાં દવામાં ઉપયોગ કરી શકો છો.
અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.