દરેક લોકો લીમડાના ઝાડ વિશે જાણતા જ હશે. આપણા ભારત માં લગભગ દરેક જગ્યાએ લીમડાના ઝાડ આસાનીથી મળી રહે છે. લીમડો આપણા સ્વાસ્થ્ય આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદિક પદ્ધતિમાં લીમડાની છાલ, લીમડાના પાન,અને લીમડાના બીજના અનેક ફાયદાઓ વિશે જણાવેલું છે.
લીમડાના પાન સ્વાદમાં કઠોળ અને કડવો હોય છે. લીમડાના પાનનું જે લોકો સેવન કરે છે તે લોકો અનેક રોગો સામે સુરક્ષિત રહી શકે છે. આ ઉપરાંત લીમડાના અર્ક નું સેવન કરવાથી, ઉધરસ, ડાયાબિટીસ, અપચો, કબજીયાત જેવા રોગો સામે રક્ષણ આપે છે.
આ પાનનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ બનાવવા માટે કરવામાં આવે છે. આના સેવનથી ચામડીના અનેક રોગો સામે રક્ષણ આપે છે. તો ચાલો જાણીએ કે લીમડાના પાન, બીજ, તેની છાલના સેવન કરવાથી સ્વાસ્થ્ય ને ક્યાં લાભ થાય છે તેના વિશે જાણીએ.
ચામડીના રોગો : લીમડાના બીજના તેલ માં પામિટિક, સ્ટીઅરીક, અને લિનોલીક ફેટી એસિડ આવેલ હોય છે. તે ત્વચામાં આવી રહેલ ખજવાળ અને બળતરાને દૂર કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીમાઇક્રોબાયલ જેવા ગુણધર્મો હોય છે. જે ત્વચાને તંદુરસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
લીમડાના પાનના સેવન કરવાથી પણ ખીલ થયા હોય તો તે પણ ધીરે ધીરે દૂર થાય છે. આ ઉપરાંત આપણા શરીર માં લોહીને શુદ્ધ કરે છે. જેના કારણે ત્વચા ના રંગ માં નિખાર આવે છે.
ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા : લીમડાના પાનના અર્કનું સેવન કરવાથી હાઈ ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા મદદ કરે છે. લીમડાનો અર્ક શરીરના તંદુરસ્ત કોષો ને પુનજીવિત કરે છે. નિષ્ણાતો અનુસાર લીમડાના પાનના સેવન કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસ ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
કિડની અને લીવર ને તંદુરસ્ત રાખે : લીમડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મો આવેલા છે. જે તણાવને દૂર કરે છે. જેના કારણે લીવર અને કિડના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. કેન્સરના દર્દી માટે લીમડાના પાનનો રસ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. નિયમિત પણે લીમડાના રસનું સેવન અવશ્ય કરવું જોઈએ.
વાળ માટે ફાયદાકારક : એઝાડીરાક્ટિન નામનું સક્રિય સંયોજન લીમડાના બીજના અર્કમાં હોય છે. જે માથામાં પડેલી જુ ને દૂર કરીને ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ડેન્ડ્રફની કે જુ ની સમસ્યા હોય તો લીમડા આધારિત શેમ્પુનો ઉપયોગ કરવો. વાળ ખરવાની સમસ્યામાં લીમડાનું તેલ ફાયદાકારક છે.