આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે આ લેખમાં લીવરમાં રહેલ ગંદકી અને હાનિકારક ઝેરી પદર્થોને દૂર કઈ રીતે કરવા તેના વિષે વાત કરીશું. લીવરમાં રહેલ હાનિકારક પદાર્થોના કારણે અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન કરી શકે છે. માટે લીવરને સાફ રાખવું ખુબ જ જરૂરી બની જાય છે.

લીવર આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ માંથી એક છે, જે પાચનતંત્ર થી લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે, જે લોહીને શુદ્ધ કરવાની સાથે બ્લડ પ્રેશરથી લઈને અનેક બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારે છે.

પરંતુ આજના સમયમાં વ્યક્તિ પોતાના જીવન શૈલી પર પૂરતું ઘ્યાન આપતી નથી જેના કારણે ઘણા લોકોને લીવરના સ્વાસ્થ્ય પર અસર થતી જોવા મળે છે. જેના કારણે લીવર સારી રીતે કાર્ય કરવામાં અસમર્થ રહે છે. જેથી અનેક ઝેરી પદાર્થો લીવરમાં જમા થઈ જાય છે.

આ માટે લીવરમાં રહેલ ઝેરી પદાર્થોને દૂર કરી લીવરને સ્વસ્થ રાખવા માટે આપણે અમુક સમયે લીવરને સાફ કરવું જોઈએ આ માટે આપણે એક ડીટોક્સ ડ્રિન્ક પીવાનું છે જે આપણે ધરે ખુબ જ આસાનીથી બનાવી શકીશું. તો ચાલો જાણીએ લીવરને સાફ કરવાનું ડીટોક્સ ડ્રિન્ક બનાવવાની રીત વિષે.

લીવર ડીટોક્સ ડ્રિન્ક બનાવવાની રીત:
આ માટે આપણે એક ગ્લાસ પાણી લેવાનું છે. ત્યાર પછી તેને થોડું હૂંફાળું ગરમ કરવાનું છે. હવે પાણી થોડું ઠંડુ થઈ જાય ત્યારે તેમાં એક ચમચી દેશી મધ મિક્સ કરવાનું છે અને એક આખા લીંબુનો રસ ઉમેરવાનો છે ત્યાર પછી કુદરતી રીતે મળી આવતું સિંધાલુણ મીઠું એક ચપટી નાખીને હલવાઈને તૈયાર કરી લો.

હવે આ પાણી આપણે ક્યારે પીવું તે પણ જાણવું જરૂરી છે, તો આ પાણી આપણે સવારે ખાલી પેટ પીવાનું છે અને આ પાણી પીધા પછી આપણે એક કલાક સુધી કઈ પણ ખાવા પીવાનું નથી. અઠવાડીયામાં એક વખત આ એક ડ્રિન્ક પીવાનું છે.

આ પાણી પીવાથી આપણું પેટ એકદમ સાફ થઈ જાય છે. આ ડ્રિન્ક લીવરમાં રસના ઉત્પાદન ને વધારવામાં મદદ કરે છે, જે ડાયજેશન ને સુધારીને પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જેથી પાચનતંત્ર મજબૂત બની રહે છે.

આ ડ્રિન્કમાં મળી આવતું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે, જે અનેક બીમારી ઓ સામે લડવાની ક્ષમતા વધારે છે. લીંબુના રસમાં મળી આવતું સાઇટ્રિક એસિડ ઝેરી પદાર્થોને બહાર નીકાળવામાં મદદ કરે છે.

મધ માં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે શરીરમાં આવતી વાયરલ બીમારી અને ઇન્ફેક્શન ને દૂર કરવાં મદદ કરે છે. પાણીને હૂંફાળું કરવાથી લીવરમાં રહેલ હાનિકારક પદાર્થો ને દૂર કરી લીવરને સાફ અને ચોખ્ખું રાખે છે.

આ ઉપરાંત આંતરડામાં જામી ગયેલ ગમેતેવા મળને છૂટો કરવામાં મદદ કરશે અને કબજિયાતને પણ મૂળમાંથી દૂર કરી દેશે. લીવરને હેલ્ધી બનાવી રાખવા માટે લીવરનો કચરો દૂર કરવા માટે 10 -15 દિવસમાં એક વખત આ એક ડ્રિન્ક પીવું જોઈએ. જે લીવરને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *