દરેક વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવાની કોશિશ કરતા હોય છે, આ માટે ઘણા લોકો ખુબ જ પ્રમાણ માં ખાતા હોય છે આ ઉપરાંત ઘણા લોકો કસરત, યોગા અને વોકિંગ પણ કરતા હોય છે જે શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.
શરીર સ્વસ્થ રહે તે માટે હેલ્ધી અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ જે શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે અને શરીરના દરેક અંગોને યોગ્ય રીતે કાર્યશીલ બનાવવામાં મદદ કરે છે. પરંતુ આજના સમયમાં વ્યક્તિની જીવન શૈલી અને ખાવાની ખરાબ ટેવ ના કારણે વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ રાખી શકતો નથી.
ખાવાની ખોટી ટેવના લીઘે શરીરમાં ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ રહેતું હોય છે, હેલ્ધી ખોરાક ના લેવાના કારણે લીવર અને કિડની પર અસર થાય છે કિડની અને લીવર કમજોર અથવા તો ઈન્ફેક્શન લાગવાના કારણે વ્યક્તિના શરીરમાં અવાર નવાર બીમારીઓ થતી જોવા મળે છે.
આ માટે કિડની અને લીવરને સાફ રાખવી ખુબ જ જસરૂરી છે. કિડની અને લીવર આપણા શરીરની સૌથી મહત્વનું અંગ છે, આ માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેની મદદથી કિડની અને લીવરમાં રહેલ વઘારાના બધા જ કચરાને દૂર કરી સાફ કરશે.
કિડની અને લીવરને સ્વસ્થ રાખવા માટે કિસમિસ અને સૂકા ધાણા નું પાણી બનાવી પીવું જોઈએ. જે કિડની અને લીવરને લગતા દરેક માંથી મુક્તિ આપે છે જો તમે આ ઉપાય કરશો તો લીવરમાં જામેલ વધારાનો ખરાબ કચરો બહાર નીકળી જશે.
આ ઉપરાંત કિડની ને લગતી સમસ્યા જેવી કે પથરી ની સમસ્યા હોય તો તેને દૂર કરીને પથરીના સ્ટોન ને બનતા અટકાવે છે. આ બંને વસ્તુ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે જે શરીરનો બધો જ હાનિકારક અને ઝેરી કચરાને દૂર કરે છે.
સૂકા ઘાણાનું પાણી બનાવવા માટે સૌથી પેહલા એક ગલ્સ પાણી પેનમાં લો અને તેને ગેસ પાર મૂકી દો અને પછી તેમાં સૂકા આખા ધાણા મિક્સ કરો અને પછી તે પાણીને ઉકાળી લો, હવે તે પાણી અડધું થઈ જાય ત્યારે તેને નીચે ઉતારી લેવાનું છે,\
ત્યાર પછી તે પાણી પીવા જેવું ઠંડુ થઈ જાય ત્યારે તેને એક ગ્લાસમાં ગાળી લેવાનું છે, ત્યાર પછી આ પાણી પી જવાનું છે, થોડા દિવસ આ પાણીનું સેવન કરશો તો કિડની અને લીવરમાં રહેલ બઘા જ ઝેરી પદાર્થોને દૂર કરે છે અને સાફ રાખે છે.
કિસ્મિસનું પાણી બનાવવા માટે રાતે સુવાના પહેલા એક ગ્લાસ પાણીમાં કિસમિસ નાખીને આખી રાત માટે પલાળીને રહેવા દો, ત્યાર પછી સવારે ઉઠીને પાણી ઉકાળી લો અને પીવા જેવું ઠંડુ થાય ત્યારે પી જવાનુ છે અને કિસમિસ ચાવીને ખાઈ લેવાના છે.
આ રીતે કિસમિસનું પાણી અને તેના દાણા ખાવામાં આવે તો કિડની અને લીવરમાં રહેલ બધો જ વધારા ના ઝેરી બેક્ટેરિયા અને કચરાને દૂર કરે છે. આ ઉપાય તમે થોડા દિવસ કરશો એટલે શરીરમાં ઘણો ફેરફાર જોવા મળશે. કિસમિસ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.