શરીરમાં કોઈ પણ તત્વની ઉપન થવી એટલે શરીરમાં કોઈ બીમારીની શરૂઆત થવી. શરીરને સ્વસ્થ્ય અને નિરોગી રાખવા પોષતતવો સાથે શરીરમાં લોહીની જરૂરીમાત્રા હોવી જરૂરી છે. જો શરીરમાં લોહીમાં ઉણપ થાય તો ઘણી બધી સમસ્યા થાય છે. તો ચાલો જાણીએ શરીરમાં લોહીની ઉણપ દૂર કરવાના ઘરેલુ ઉપાય વિષે.
બીટ લોહીની કમીને દુર કરવા માટે ફાયદાકારક છે. લોહીની ઉણપ દૂર કરવા અને લોહી વધારવા માટે રોજ બીટનું સેવન મદદરૂપ સાબિત થાય છે. સફરજનનું સેવન કરવાથી શરીરમાં ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકાય છે. સફરજનનું સેવન કરવાથી શરીરમાં લોહીની માત્રા વધારી શકાય છે.
ટામેટા: ટામેટાનો ઉપયોગ શરીરમાં લોહી ઝડપથી વધારવા માટે મદદરૂપ થાય છે. આ માટે દરરોજ 1 ગ્લાસ ટમેટાંનો રસ બનાવીને પીવો અથવા તો ટમેટાનું સૂપ બનાવીને પીવું. તમે ઈચ્છો તો ટમેટા અને સફરજનનો રસ મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.
દ્રાક્ષ: દ્રાક્ષ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે પણ ઘણી ફાયદાકારક છે. દ્રાક્ષમાં સારા પ્રમાણમાં વિટામિન, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન જેવા તત્વો રહેલા છે, જે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા ફાયદાકારક સાબિત થાય છે.
અંજીર: લોહીની ઉણપ અંજીરની મદદથી દૂર કરી શકાય છે.અંજીર નો ઉપયોગ કરવા માટે રાત્રે સૂતા પહેલા પાણી માં અંજીરને પલાળી ને મૂકી રકલહો અને સવારે ઊઠીને તેને ખાલી પેટ ખાઈ લો. આ ઉપાય જો દરરોજ 15 દિવસ કરવામાં આવે તો શરીરમાંથી લોહી ની કમી દૂર થાય છે.
ગાજર: કેટલીક શાકભાજી પણ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે. આ શાકભાજીમાં ગાજર ઘણું ફાયદાકારક સાબિત થાય છે. રોજ ગાજરને ખાવાથી શરીરમાં લોહીની માત્રા વધારી શકાય છે આ સાથે રોજ ગાજરનું જ્યુસ પીવાથી પણ તમારા શરીરને ઘણા ફાયદા થાય છે.
સંતરા: સંતરા વિટામિન સી અને ફોસ્ફરસ કેલ્શિયમ જેવા તત્વોથી ભરપૂર છે જે શરીરમાં લોહીની કમી દૂર કરવા ખુબજ મદદરૂપ સાબિત થાય છે. એટલા માટે દરેક લોકોએ સંતરા અવશ્ય ખાવા જોઈએ.
લોહીની ઉપન દૂર કરવા અને લોહી વધારવા માટે પાણી, લીંબુ અને મધનું સેવન કરી શકાય છે. દરરોજ એક ગ્લાસ પાણીમાં 1 લીંબુ નીચોવી અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરવું.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.