શરીરના દરેક અંગોને લોહીની જરૂર પડે છે. પરંતુ શરીરમાં જયારે લોહીની ઉણપ થાય છે ત્યારે શરીરમાં કમજોરી. વારે વારે થાક લાગવો, અરુચિ રહે તેવી અનેક પ્રકારની સમસ્યા લોહીની ઉણપ થવાના કારણે થતી હોય છે.
આ ઉપરાંત અંગોને કાર્ય કરવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. આ માટે દરેક વ્યક્તિ પોતે જ જીમેદાર છે, કારણકે હાલમાં લોકો પોષક તત્વો યુક્ત ખોરાક ખાવાનું છોડી એવા ખોરાક ખાય છે જે તેમને ફાયદાની જગ્યાએ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
શરીરમાં લોહીની ઉણપને પુરી કરવા માટે આયર્નથી ભરપૂર હોય તેવા ખોરાક ખાવા જોઈએ. અમે તમને આજે એવા કેટલાક ખોરાક વિષે જણાવીશું જેનું સેવન નિયમિત પણે કરવાથી હિમોગ્લોબીન ના સ્તરમાં વધારો થશે અને લોહીની કમી પુરી થશે.
લીલા શાકભાજીનું સેવન : લીલા પાન વાળા શાકભાજીમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે. આ માટે તેને આહારમાં સમાવેશ કરવો જોઈએ. તે હિમોલોબીન ના સ્તરને વધારે છે તે શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી ઈતપન કરે છે માટે તે આપણા શરીરની કાર્ય ક્ષમતામાં વઘારો કરે છે.
સાઈટ્રિક ફળો ખાવા : સાઈટ્રિક ફળોમાં વિટામિન-સી સારી માત્રામાં મળી આવે છે. તે શરીરમાં ગ્રહણ કરેલ આયર્ન ને શોષવામાં મદદ કરે છે. આ માટે રોજિંદા આહારમાં આમળા, મોસંબી, લીંબુ, કીવી જેવા ફળો ખાવા જોઈએ.
બીટનું સેવન : બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન, ફાયબર, પોટેશિયમ, ફોલિક એસિડ મળી આવે છે. આ માટે બીટને નિયમિત પણે ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. તે શરીરમાં ઓછું થઈ ગયેલ લોહી ના સ્તરને વધારવામાં મદદ કરે છે.
કઠોળનું સેવન : લોહી વઘારવા માટે નિયમિત પણે કઠોળનું સેવન પણ કરવું જોઈએ, કઠોળમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે તે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. માટે રોજે સવારે ખાલી પેટ કઠોળનું સેવન કરવું જોઈએ.
સુકામેવા ખાવા: સુકામેવામાં કિસમિસ માં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે. જે શરીરમાં લોહીના સ્તરને વધારવામાં મદદ કરે છે. આ માટે તેને પલાળીને સેવન કરવું જોઈએ. તે શરીરમાં ભરપૂર સ્ફૂર્તિ અને એનર્જી આપે છે. તે આરોગ્યને ફિટ અને તંદુરસ્ત રાખે છે.
શરીરમાં લોહીને વધારવા માટે આ વસ્તુનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે તે શરીરના દરેક અંગોને પૂરતું લોહી પહોંચાડી ને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે, આ વસ્તુનું સેવન રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી શરીર સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રહેશે.