શું તમારા ચહેરાની સાથે તમારા હાથ પરની ચામડી ઢીલી પડી ગઈ છે? શું તમે પેટની ચરબી વધવાને કારણે તમારા મનપસંદ કપડાં પહેરી શકતા નથી? ઘણા ઉપાયો કરવા છતાં શરીરની ચામડી લટકી રહી હોય એવું લાગે છે? આ બધા કારણો પરેશાન કરી રહયા છે ને ખબર નથી પડતી કે શું કરવું…

તો પરેશાન થવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એક એવી એક્સરસાઇઝ વિશે જણાવીશું જેને રોજ કરવાથી તમે થોડા જ દિવસોમાં તમારામાં બદલાવ અનુભવી શકો છો. આ કસરતનું નામ ગારલેન્ડ પોઝ છે, જેને મલાસન તરીકે પણ ઓળખવામાં આવે છે.

જો કે, વધતી ઉંમર સાથે માત્ર ચહેરાની ત્વચા જ નહીં પણ ગરદન, હાથ અને પગ, પેટ, કમર, જાંઘ અને હિપ્સની ચામડી પણ ઢીલી પડવા લાગે છે. જેના કારણે મહિલાઓના શરીરનો આકાર બગડવા લાગે છે અને ફૂલેલો હોય એવો લાગે છે. હાથ અને પેટની લટકતી ચરબીને કારણે મહિલાઓને બીજા સામે શરમનો અનુભવ થાય છે અને તેઓ પોતાની પસંદગીના કપડા પણ પહેરો શકતા નથી.

આવી સ્થિતિમાં, મહિલાઓ એવા ઉપાયોની શોધમાં હોય છે જે તેમને આખા શરીરને કડક કરવામાં મદદ કરી શકે. આ લેખમાં જણાવેલી એક કસરત તમારા આખા શરીરની લટકતી ચામડીને કડક બનાવી શકે છે. આ વિશે સૌથી સારી વાત એ છે કે તે કોઈપણ કરી શકે છે.

આખા શરીરની ત્વચા થાય છે કડક : ખરેખર કસરત કરતી વખતે હિપ્સની મસલ્સ સ્ટ્રેચ થાય છે. જેના કારણે શરીરના આ ભાગોની ત્વચા ઉંમરની સાથે ઢીલી પડતી નથી. આ કસરતમાં શરીરના ઉપરના ભાગની પણ કસરત થાય છે અને તે પણ ટોન થાય છે.

ગારલેન્ડ પોઝના ફાયદા : ગારલેન્ડ પોઝ એક એવી જ કસરત છે તેને રોજ કરવાથી તમે ખૂબ જ ઓછા સમયમાં તમારા શરીરને નોર્મલ આકારમાં લાવી શકો છો. જાંઘ અને હિપ્સની જકડનને દૂર કરવાની સાથે પોઈશ્ચરમાં પણ સુધારો કરે છે. આમ કરવાથી હિપ એરિયામાં લોહીનું યોગ્ય પરિભ્રમણ થાય છે, જેના કારણે રિપ્રોડક્ટિવ અંગો પણ સ્વસ્થ રહે છે.

આ કસરત કરતી વખતે આખા શરીરની કસરત થાય છે. હિપ્સથી લઈને જાંઘ અને પગ સુધી વધારે પ્રેશર પડે છે, આ અંગોની સારી રીતે માલિશ થાય છે, જેનાથી તે મજબૂત અને ટોન બને છે. આ સાથે શરીરના આ ભાગ પર જમા વધારાની ચરબી પણ ઓછી થાય છે.

તે ગેસ, પેટનું ફૂલવું અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. પગને લગતી મોટાભાગની સમસ્યાઓ દૂર રહે છે. સવારે આ આસનમાં બેસીને 2 ગ્લાસ પાણી પીવાથી પેટ સારી રીતે સાફ થાય છે, કોઈ પ્રકારની જબરદસ્તી કરવાની જરૂર નથી પડતી. પેટ સાફ થવાથી ચહેરા પર ચમક આવે છે અને બીમારીઓ દૂર ભાગે છે.

કસરત કેવી રીતે કરવી : આ આસન કરવા માટે સીધા ઊભા રહો. પછી ધીમે-ધીમે પગના અંગૂઠાને ખસેડો અને પગ વચ્ચે ખભા જેટલું અંતર બનાવો. હવે હાથને ખભાની લાઇનમાં ફેલાવો. પછી ધીમે ધીમે હિપ્સ પર શરીરનું વજન આપીને બેસો. તમારે ફક્ત નીચે બેસવાનું છે જેથી શરીરનું આખું વજન જાંઘો પર રહે.

આ સ્થિતિમાં એવો ત્યારે તમારા હાથ માથાની ઉપર નમસ્કાર મુદ્રામાં હોવા જોઈએ. બે થી ત્રણ સેકન્ડ આ સ્થિતિમાં રહો અને પછી ઉભા થઈ જાઓ. પરંતુ ધ્યાન રાખો કે તમારે ઉભા થતી વખતે પગ ભેગા નથી કરવાના.

આને ઓછામાં ઓછા 10 વખત સતત કરો. 2-3 મિનિટનો વિરામ લીધા પછી આ કસરત ફરીથી કરો. 10-10 રાઉન્ડના 3 સેટ પુરા કરવાનો પ્રયાસ કરો. જો તમને ખબર નથી પડતી કે કેવી રીતે કરવું તો પોસ્ટની નીચે કમેન્ટ બોક્સમાં એક વિડિઓ મુકેલો છે.

સાવધાની : શરૂઆતમાં, તમને આ કસરત કરવામાં મુશ્કેલી પડી શકે છે તો તમે તેને દિવાલનો આધાર લઈને કરો. જો તમારે પેટની કોઈ સર્જરી કરાવી હોય તો આ કસરત ન કરો. જો તમને ઘૂંટણની સમસ્યા હોય તો આ કસરત કરવાનું ટાળો. આમ કરવાથી, તમારું આખું શરીર એક સાથે ટોન થઈ જશે અને તમે થોડા અઠવાડિયામાં સ્લિમ-ટ્રીમ અને પાતળા દેખાશો.

પરંતુ આ કસરત ત્યારે જ અસરકારક સાબિત થશે જયારે તમે તેને સતત કરશો. જો તમને યોગ સંબંધિત વધુ લેખો વાંચવા ગમતા હોય તો ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *