ઉનાળાની કાળઝાળ ગરમીમાં જીવન જીવવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. આ સાથે જ લૂ લાગવાની સમસ્યા સૌથી વધુ સામનો કરવો કરવો પડતો હોય છે. ઉનાળામાં વધુ પડતા તડકામાં બહાર નીકળવાથી લૂ લાગવાની સમસ્યા રહેતી હોય છે.
આ ઉપરાંત તડકામાં કયાંક બહાર નીકળતી વઘતે ઠંડા પાણીનું સેવન કરીએ છીએ જેના કારણે પણ લૂ લાગી શકે છે. લૂ લાગવાની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે તેવામાં ઘણા લોકોને આંખોની બળતરા, પગના તળિયામાં બળતરા, બેભાન થઈ જવું, અશક્તિ આવી જવી, વોમિટિંગ થવી, ચક્કર આવવા જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આવી સ્થિતિમાં લૂ લાગવાથી કઈ રીતે બચવું જોઈએ તે પણ આપણે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે, આ માટે ઉનાળામાં લૂ લાગવાથી બચવા માટેના કેટલાક ઉપાય જણાવીશુ, જે લૂ થી બચાવી રાખવામાં મદદ કરશે.
લૂ થી બચવા માટેના ઉપાયો: તડકામાં જો તમે ચાલતા ક્યાંક બહાર જાઓ છો તો છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. જે તમને સૂર્ય પ્રકાશના કિરણોથી બચાવી રાખશે અને માથાને ટોપી અને મોંને રૂમાલ થી બાંઘી રાખવું જોઈએ, જેથી ભયકંર ગરમીથી બચી શકીએ છીએ.
લૂ થી બચવા માટે શરીરમાં ભરપૂર એનર્જી રાખવી જોઈએ, કારણકે જો શરીરમાં એનર્જી લેવલ ખુબ જ ઝડપથી ઓછું થાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વઘી જાય છે આ માટે કયાંક બહાર નીકળો તે પહેલા થોડું ખાઈ લેવું જોઈએ, જેથી શરીરમાં એનર્જી રહે.
ઘરમાં અથવા ઓફિસમાં એસી કે કુલરમાં બેઠા પછી અચાનક કયાંક તડકામાં બહાર જવાનું થાય ત્યારે તરત જ ના જવું જોઈએ, જો તમે એસી કે કુલરમાં બેઠા હોય તો તે બહાર ખુલી જગ્યામાં છાયલામાં બહાર 15-20 બેસીને પછી જ કયાંક બહાર જવું જેથી લૂ લાગવાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે.
ગરમીમાં શરીરને સૌથી વધુ પાણીની જરૂર પડતી હોય છે, આ માટે આપણે વારે વારે પાણી પીતું રહેવું જોઈએ જેથી શરીર હાઈડ્રેટ રહે, તડકામાં ક્યાંક બહારથી આવ્યા પછી તરત જ પાણી ના પીવું જોઈએ. 15-20 મિનિટ થાય ત્યાર પછી જ માટલાનું પાણી પીવું જોઈએ, બહારથી આવીને તરત જ ઠંડુ ફ્રીજનું પાણી પીવામાં લૂ લાગી શકે છે.
તડકામાં લૂ થી બચવા માટે કેરી, તરબૂચ, લીચી, મોસંબી, ટેટી જેવી વસ્તુ ખાવી જોઈએ. કાચી કેરીનું કચુંબર બનાવીને ખાવાથી પણ લૂ થી બચી શકાય છે. આ ઉપરાંત લસ્સી, છાશ, દહીં, મઠ્ઠો, આઈસક્રીમ, લીંબુ શરબત, શેરડીનો રસ પી શકાય છે, જે લૂ થી બચાવી રાખવામાં મદદ કરે છે.
લૂ થી બચવા માટે આહારમાં શાકભાજી ખાવા જોઈએ અને ફળોના જ્યુસ પણ પી શકાય છે. આ સિવાય બપોરે ભોજન સાથે સલાડ ખાવું જોઈએ, સલાડમાં કાચી કેરી અને કાચી ડુંગળી ખાવી જોઈએ જે લૂ લાગવાના જોખમને દૂર કરે છે.
લૂ થી બચવા માટે પગના તળિયામાં ડુંગળી ની સ્લાઈશ મૂકીને મોજા પહેરી લેવા જેથી લૂ લાગવાની સમસ્યા દૂર કરી શકાય છે. ઉનાળાના તડકામાં લૂ થી બચવા માટે મોં પર રૂમાલ બાંઘવો જોઈએ અને માથામાં ટોપી પહેરીને પછી જ બહાર નીકળવું જોઈએ. જેથી લૂ લાગવાની શક્યતા ખુબ જ ઓછી થઈ જાય છે.