ચોમાસાની સીઝન માં વરસાદ પડવાથી ખુબ જ ગંદકી થતી હોય છે જેના પરિણામે મચ્છરોનો ખુબ જ ઉપદ્રવ વધવા લાગ્યો છે, જેના કારણે મચ્છર કરવાડથી ધણા બધા રોગો થવાનો સંભાવના વધુ રહેતી હોય છે. આવા સમયે ડેન્ગયુ જેવા રોગો થવાનું જોખમ વઘી જાય છે.
ડેન્ગ્યુ જેવા રોગથી આવતા તાવથી બચવા આપણે દેશી કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ તેના વિષે આજે અમે તમને જણાવીશું. ડેન્ગ્યુ નામનો તાવ એડીઝ માંદા મચ્છર કરડવાથી ડેન્ગયુનો તાવ આવી શકે છે.
મચ્છર ની ઘણી બધી જાતિઓ મળી આવે છે જેને આપણે ઓળખી શકતા નથી કે કયો મચ્છર કરડવાથી આપણે બીમાર પડીશું. આપણે મચ્છરને ઓળખીયા વગર જ મચ્છરોને ઘરમાંથી બહાર નીકળવા જોઈએ. કારણકે કારણકે દરેક મચ્છરના કરડવાથી શરીરમાં લગ અલગ અસર જોવા મળતી હોય છે.
મચ્છર કરડવાથી મેલેરિયા, ડાયેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગના તાવ આવતા હોય છે. આ બઘી બીમારીથી બચવા માટે આપણે ઘરમાંથી મચ્છરને ભગાડવા પડશે. માટે આજે અમે તમને ઘરમાંથી મચ્છરને ભગાડવા માટેનો દેશી ઘરેલુ ઉપાય જણાવીશું.
પહેલો ઉપાય: આ માટે આપણે ઘરમાં ગુગળ અને કપૂરનો ધૂપ કરવાનો છે. તમારા ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોય તો ગુગલ અને કપૂરનો ધૂપ કરવાથી તમારા ઘરના ખૂણા ખૂણા માંથી મચ્છરને ઘરની બહાર નીકાળી દેશે.
આ બંને વસ્તુનો ધૂપ ઘરમાં કરવાથી ઘરનું વાતાવરણ પણ એકદમ સ્વચ્છ અને શુદ્ધ થઈ જશે. જેથી ઘરમાં પણ સકારાત્મક ઉર્જામાં વઘારો થશે. આ ઉપાય કરવાથી ઘરમાં આવતા મચ્છર અટકી જશે અને ઘરમાં રહેલ મચ્છર પણ ઉભી પુછડીએ ભાગી જશે.
બીજો ઉપાય: આ માટે તમારે કડવા લીમડાના પાનની જરૂર પડશે, આ માટે સૌથી પહેલા લીમડાના થોડા પાન લઈ લો હવે તે લીમડાના પાનને સુકવી દેવાં છે ત્યાર પછી તે સુકાઈ જાય ત્યારે તે પાનનો ધુમાડો કરી ઘરના દરેક રૂમમાં ફેરવવાનો છે,
આ કડવા લીમડાના પાનનો ધુમાડો કરવાથી તમારા ઘરમાં રહેલ ખૂણામાં છુપાયેલ બઘા જ મચ્છરો બહાર નીકળી જશે. મચ્છર ભાગડાવાનો આ ઉપાય ખુબ જ અસરકારક છે, જે પહેલાના સમયમાં આપણા દાદા પરદાદા પણ કરતા હતા.
આ રીતે બંને ઘરેલુ ઉપાય કરવાથી ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગથી પણ બચાવી શકીશું. ડેન્ગયુનો તાત્કાલિક સમય સર ઈલાજ કરવામાં આવે તો તે તરત જ માટી જાય છે પરંતુ યોગ્ય સારવાર લેવામાં ના આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
આ માટે મચ્છર જન્ય રોગથી બચવા માટે તમારે મચ્છરને ઘર માંથી દૂર કઈ રીતે રાખવા તે ખુબ જ જરૂરી છે. મચ્છર ભગાડવા માટે બજારમાં મળતા ઈલેક્ટ્રોનિક કે કેમીકલ યુક્ત વસ્તુનો જરૂર નથી માત્ર આ બે દેશી ઘરેલુ ઉપાય કરી લો મચ્છર ઉભી પુછડીએ ભાગશે.